________________
૧૨
वर्द्धन्ते वा हीयन्ते वा चतुर्द्धा जीवस्य योगस्थानानि । आवल्यसंख्येयभागमन्तर्मुहूर्त्तमसंख्यगुणहानी ॥१०॥
પંચસંગ્રહ-૨
અર્થ—જીવોમાં યોગસ્થાનકો ચાર પ્રકારે વધે છે અથવા ઘટે છે. અસંખ્યાતગુણ વૃદ્ધિ અને હાનિ અંતર્મુહૂર્તપર્યંત થાય છે, શેષ ત્રણ વૃદ્ધિ અને હાનિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યંત થાય છે.
ટીકાનુ—યોગપ્રવૃત્તિનો આધાર વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ પર અવલંબિત છે. તેનો ક્ષયોપશમ કોઈ સમયે વધે છે, કોઈ સમયે ઘટે છે અને કોઈ સમયે તેટલો ને તેટલો જ રહે છે. તેથી યોગસ્થાન પણ કોઈ સમયે વધે છે, કોઈ સમયે ઘટે છે, કોઈ સમયે તેનું તે જ રહે છે. યોગસ્થાનકની વૃદ્ધિ અથવા હાનિ ચાર પ્રકારે થાય છે. તે આ—૧. અસંખ્યાતભાગવૃદ્ધિ, ૨. અસંખ્યાતભાગવૃદ્ધિ, ૩. સંખ્યાતગુણવૃદ્ધિ અને ૪. અસંખ્યાતગુણવૃદ્ધિ.
આ જ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારે થાય છે તે આ—૧. અસંખ્યાતભાગહીન, ૨: સંખ્યાતભાગહીન, ૩. સંખ્યાતગુણહીન અને ૪. અસંખ્યાતગુણહીન.
ચારે પ્રકારની વૃદ્ધિ અને હાનિનું સ્વરૂપ આ પ્રમાણે છે—વિવક્ષિત કોઈપણ સમયે જે યોગસ્થાન હોય છે તેનાથી પછીના સમયે ક્વચિત્ અસંખ્યાત ભાગાધિક યોગસ્થાનક હોય છે એટલે વિવક્ષિત સમયે જે વીર્યવ્યાપાર છે તેનાથી પછીના સમયે અસંખ્યાત ભાગ અધિક વીર્યવ્યાપારવાળું યોગસ્થાન હોય છે, ક્વચિત્ સંખ્યાતભાગાધિક યોગસ્થાન હોય છે, ક્વચિત્ સંખ્યાતગુણાધિક વીર્યવ્યાપારવાળું યોગસ્થાન હોય છે અને ક્વચિત્ અસંખ્યાતગુણઅધિક વીર્યવ્યાપારવાળું યોગસ્થાન હોય છે.
આ રીતે હાનિ પણ ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે—વિવક્ષિત કોઈ પણ સમયે જે યોગસ્થાન પર આત્મા છે તેનાથી પછીના સમયે ક્વચિત્ અસંખ્યાતમાભાગહીન વીર્યવ્યાપારવાળા યોગસ્થાન પર આત્મા જાય છે. કોઈ સમય સંખ્યાતમાભાગહીન યોગસ્થાન ૫૨, કોઈ સમય સંખ્યાતગુણહીન એટલે વિવક્ષિત યોગસ્થાન કરતાં `સંખ્યાતમો ભાગ વીર્યાવ્યાપાર જે યોગસ્થાનમાં હોય તે યોગસ્થાન ૫૨ આત્મા જાય છે, તેવી જ રીતે કોઈ સમય અસંખ્યાતગુણહીન યોગસ્થાન પર આત્મા જાય છે. આ પ્રમાણે વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમના ઓછાવત્તાપણાને લઈને યોગસ્થાનમાં હાનિવૃદ્ધિ થયા કરે છે.
હવે આ અસંખ્યાતભાગવૃદ્ધિ આદિ ચારે પ્રકારની વૃદ્ધિ અને અસંખ્યાતભાગહાનિ આદિ ચારે પ્રકારની હાનિ નિરંતર કેટલા સમયપર્યંત થાય તેના કાળ પ્રમાણનું નિરૂપણ કરે છે— ‘માવતિ’હત્યાર્િ—અસંખ્યાતભાગવૃદ્ધિ આદિ શરૂઆતની ત્રણ પ્રકારની વૃદ્ધિ અને અસંખ્યાતભાગહાનિ આદિ શરૂઆતની ત્રણ પ્રકારની હાનિ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળપર્યંત નિરંતર થઈ શકે છે અને અસંખ્યાતગુણવૃદ્ધિ અને અસંખ્યાતગુણહાનિ ઉત્કૃષ્ટથી નિરંતર અંતર્મુહૂર્ત પર્યંત થઈ શકે છે. એટલે કે તથાપ્રકારનો વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ થવાથી વિવક્ષિત યોગસ્થાનકથી અસંખ્યાતભાગવૃદ્ધ અન્ય અન્ય .યોગસ્થાનકે પ્રતિસમય આત્મા જાય તો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યંત નિરંતર