________________
પંચસંગ્રહ-૨
નં
જે
૩૦૬૦ | ૧૫૦૭૧ ૩૦૩૦ ૧૫OOO૦૭૨ ૩ ) ૧૫OOOO૭૩ ૨૯૭૦] ૧૫૦૭૪ ૨૯૪૦ | ૧૫૦૦0૭૫ -
*
કં
હવે અનંતરોપનિધા અને પરંપરોપનિધાનો વિચાર કરે છે. તેમાં ઉપનિધા એટલે વિચાર કરવો એ અર્થ છે. અનંતરોપનિધા એટલે પૂર્વ પૂર્વ યોગસ્થાનના સ્પર્ધ્વકની અપેક્ષાએ ઉત્તર ઉત્તર યોગસ્થાનના પદ્ધકનો વિચાર કરવો તે. જેમ કે પહેલા યોગસ્થાનકના સ્પર્ધ્વકની અપેક્ષાએ બીજા યોગસ્થાનકના સ્પર્ધ્વકનો, બીજાની અપેક્ષાએ ત્રીજા યોગસ્થાનકના સ્પર્ધ્વકનો, એમ ઉત્તરોત્તર જે વિચાર કરવો તે અનંતરોપનિધા કહેવાય છે.
એ જ વિચારે છે–પૂર્વ પૂર્વ યોગસ્થાનકથી ઉત્તર ઉત્તર યોગસ્થાનકમાં એક અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા સ્પદ્ધકો અધિક અધિક હોય છે. જેમ કે પહેલા યોગસ્થાનકમાં જેટલા સ્પદ્ધકો છે તે કરતાં બીજા યોગસ્થાનકમાં અંગુલક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા પદ્ધકો વધારે છે. એવી જ રીતે બીજાથી ત્રીજામાં વધારે છે. એ પ્રમાણે ઉત્તરોત્તર સ્પર્ધકો વધારે વધારે હોય છે.
પ્રશ્ન–પૂર્વ પૂર્વ યોગસ્થાનકથી ઉત્તરોત્તર યોગસ્થાનકમાં સ્પદ્ધકો વધે છે એ તમે કઈ રીતે કહો છો ? કારણ કે એક યોગસ્થાનકમાં એક જ આત્માના પ્રદેશો વહેંચાય છે, દરેક આત્માના પ્રદેશો સમાન હોવાથી બીજાં યોગસ્થાનકોમાં કંઈ આત્મપ્રદેશો વધી જતા નથી જેથી સ્પદ્ધકની સંખ્યા વધે ?
ઉત્તર–બરાબર છે કે એક યોગસ્થાનકમાં એક જ આત્માના પ્રદેશ વહેંચાય છે અને આત્મપ્રદેશો નિયત હોવાથી તેની સંખ્યામાં વધારો થતો નથી. પરંતુ પહેલા યોગસ્થાનકમાંની દરેક વર્ગણામાં જેટલા જીવ પ્રદેશો હોય છે તેનાથી બીજા આદિ યોગસ્થાનકોની દરેક વર્ગણાઓમાં શરૂઆતથી જ જીવપ્રદેશની સંખ્યા ઓછી ઓછી થતી જાય છે. જેમ જેમ વિર્યવ્યાપાર વધે છે તેમ તેમ વર્ગણાઓમાં આત્મપ્રદેશોની સંખ્યા ઓછી ઓછી થતી જાય છે. અલ્પવીર્યવ્યાપારવાળા જીવપ્રદેશો વધારે અને અધિક અધિક વીર્યવ્યાપારવાળા પ્રદેશો અનુક્રમે અલ્પ અલ્પ હોય છે. તેમાં કારણ જીવસ્વભાવ જ છે. આ પ્રમાણે હોવાથી બીજા યોગસ્થાનકમાં પહેલા યોગસ્થાનક જેટલા સ્પર્ધકો થયા પછી પણ આત્મપ્રદેશોની સંખ્યા વધશે અને તેની વર્ગણા તથા સ્પદ્ધકો બનશે. તેથી જ બીજા યોગસ્થાનકમાં સ્પર્ધ્વકની સંખ્યામાં પણ વધારો થશે. આ જ પ્રમાણે ઉત્તરોત્તર યોગસ્થાનકોમાં પણ સ્પર્ધ્વકની વૃદ્ધિનો વિચાર સમજી લેવો. આ પ્રમાણે અનંતરોપનિધા વડે વિચાર કર્યો. ૮.
હવે પરંપરોપનિધા વડે વિચારે છે. કોઈ પણ એક યોગસ્થાનકના સ્પદ્ધકોની અપેક્ષાએ દૂર રહેલા યોગસ્થાનકના સ્પર્ધકોનો જે વિચાર તે પરંપરોપનિધા કહેવાય છે. તેનો જ વિચાર કરે છે