________________
૩૪૬
પંચસંગ્રહ-૨
चउरुवसमित्तु खिप्पं लोभजसाणं ससंकमस्संते । चउसमगो उच्चस्सा खवगो नीया चरिमबंधे ॥९८॥ चतुरुपशमय्य क्षिप्रं लोभयशसोः स्वसंक्रमस्यान्ते ।
चतुःशमकः उच्चैर्गोत्रस्य क्षपकः नीचैर्गोत्रस्य चरमबंधे ॥१८॥
અર્થ––ચાર વાર મોહનીય ઉપશમાવીને શીધ્ર ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરનાર આત્માને પોતાના સંક્રમને અંતે લોભ અને યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા ચાર વાર મોહને ઉપશમાવનાર ક્ષેપક આત્મા નીચ ગોત્રનો ચરમ બંધ થાય ત્યારે ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.
ટીકાનુ–અનેક ભવમાં ભ્રમણ કરવા દ્વારા ચાર વાર મોહનીયને ઉપશમાવીને, ચોથી વારની ઉપશમના થયા પછી શીધ્ર ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલા ગુણિતકર્માશતે જ આત્માને છેલ્લા સંક્રમ સમયે સંજવલન લોભ અને યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
ચાર વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરવાનું કારણ કહે છે–ઉપશમશ્રેણિ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે તે શ્રેણિમાં સ્વજાતીય અન્ય પ્રકૃતિઓનાં ઘણાં દલિકોનો ગુણસંક્રમ વડે સંક્રમ થતો હોવાથી સંજવલન લોભ અને યશકીર્તિ એ બંને પ્રકૃતિ નિરંતર પુરાય છે. ઘણાં દલિકોની સત્તાવાળી થાય છે, તેથી ઉપશમશ્રેણિનું ગ્રહણ કર્યું છે. તથા આખા સંસારમાં ભ્રમણ કરતા ચાર વાર જ મોહનો સંપૂર્ણ ઉપશમ થાય છે; પાંચમી વાર થતો નથી, માટે “ચાર વાર મોહનીયને ઉપશમાવીને” એમ કહ્યું છે.
સંજવલન લોભનો ચરમપ્રક્ષેપ ક્યાં થાય છે તે કહે છે–સંજવલન લોભનો ચરમપ્રક્ષેપ અંતરકરણના ચરમ સમયે સમજવો, ત્યારબાદ નહિ. કેમ કે ત્યારબાદ લોભનો પ્રક્ષેપ-સંક્રમ જ થતો નથી. આ વિષયમાં પહેલા કહી ગયા છીએ કે, “અંતરકરણ ક્રિયા કાળ શરૂ થાય ત્યારે ચારિત્રમોહનીયની તે સમયે બંધાતી પ્રકૃતિઓનો ક્રમપૂર્વક સંક્રમ થાય છે; ઉત્ક્રમથી સંક્રમ થતો નથી'. એટલે અંતરકરણ ક્રિયા શરૂ થયા બાદ તો સંજવલન લોભનો સંક્રમ જ ન થાય. માટે જે સમયથી લોભનો સંક્રમ બંધ થયો તેના પહેલાના સમયે બંધ અને અન્ય પ્રકૃતિઓના સંક્રમ વડે પુષ્ટ થયેલ તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
એ પ્રમાણે અપૂર્વકરણ ગુણસ્થાનકના જે સમયે નામકર્મની ત્રીસ પ્રકૃતિનો છેલ્લો બંધ થાય તે સમયે બંધ વડે અને સ્વજાતીય અનધ્યમાન અન્ય પ્રકૃતિઓના સંક્રમ વડે પુષ્ટ થયેલ યશ-કીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ત્રીસ પ્રવૃતિઓનો બંધવિચ્છેદ થયા પછી તે યશ-કીર્તિ એકલી જ બંધાતી હોવાથી તે જ પતધ્રહ છે. અન્ય કોઈ પતગ્રહ નથી માટે યશકીર્તિનો સંક્રમ થાય નહિ. એટલે “ત્રીસનો બંધવિચ્છેદ સમય” ગ્રહણ કર્યો છે.
હવે ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ક્યાં થાય તે કહે છે–મોહનો ઉપશમ કરતાં માત્ર ઉચ્ચ ગોત્ર કર્મ જ બંધાય છે, નીચ ગોત્ર બંધાતું નથી. એટલું જ નહિ પણ નીચ ગોત્રનાં દલિકોને ગુણસંક્રમ વડે ઉચ્ચ ગોત્રમાં સંક્રમાવે છે. માટે અહીં પણ ચાર વાર મોહનો સર્વોપશમ અવશ્ય