________________
સંક્રમણકરણ
૩૪૫
વર્ષ પર્વત સ્ત્રીવેદને બંધ વડે અને અન્ય પ્રકૃતિનાં દલિકોના સંક્રમ વડે પુષ્ટ કરે. ત્યારબાદ સમ્યક્ત પ્રાપ્ત કરે. તે સમ્યક્તને અસંખ્યાતા વર્ષ પર્યત પાળે અને તે સમ્યક્ત નિમિત્તે તેટલા વર્ષ પર્યત પુરુષવેદ બાંધે. સમ્યક્તના કાળમાં પુરુષવેદને બાંધતો તે આત્મા તે પુરુષવેદમાં સ્ત્રીવેદ અને નપુંસકવેદના દલિકને નિરંતર સંક્રમાવે. યુગલિકમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સર્જાયુ જીવી અંતે મિથ્યાત્વે જઈ દશ હજાર વર્ષપ્રમાણ જઘન્યાયુવાળા દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં અંતર્મુહૂર્ત બાદ પર્યાપ્ત થઈ સમ્યક્ત પ્રાપ્ત કરે. ત્યાં પણ સમ્પર્વ નિમિત્તે પુરુષવેદ બાંધે અને તેમાં સ્ત્રી-નપુંસકવેદના દલિક સંક્રમાવે. ત્યારબાદ દેવભવમાંથી ચ્યવી મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં સાત માસ અધિક આઠ વર્ષ વીત્યા બાદ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય. ક્ષપકશ્રેણિમાં આરૂઢ તે ગુણિતકર્માશ આત્મા અત્યાર સુધીમાં જેનાં ઘણાં દલિકો એકઠાં કર્યા છે તે પુરુષવેદનો જે છેલ્લો પ્રક્ષેપ કરે તે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ કહેવાય છે.
અહીં બંધવિચ્છેદ થતા પહેલાં બે આવલિકા કાળે જે દળ બાંધ્યું છે તે અતિ અલ્પ હોવાથી તેનો છેલ્લો સંક્રમ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે લેવાનો નથી પરંતુ તેને છોડીને ઘણા એકઠા થયેલા શેષ દળનો જે છેલ્લો સંક્રમ થાય તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેવાય છે. ૯૬
तस्सेव सगे कोहस्स माणमायाणमवि कसिणो ॥१७॥
तस्यैव स्वके क्रोधस्य मानमाययोरपि कृत्स्नः ॥१७॥
અર્થ–તેને જ પોતાના ચરમ સંછોભે ક્રોધનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. એ પ્રમાણે માન અને માયાનો પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો જે રીતે અને જે સ્વામી છે તે રીતે અને તે જ સંજવલન ક્રોધ, માન અને માયાના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો પણ સ્વામી છે. આ સંસારમાં પરિભ્રમણ કરતા બાંધેલા અને ક્ષપણકાળે નહિ બંધાતી સ્વજાતીય અશુભ પ્રકૃતિઓના ગુણસંક્રમ વડે ઘણા એકઠા થયેલા સંજ્વલનક્રોધનો જ્યારે ચરમ પ્રક્ષેપ થાય ત્યારે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. અહીં પણ બંધ વિચ્છેદ થતા પહેલાં બે આવલિકા કાળે જે દળ બાંધ્યું હતું તેને છોડીને શેષ દલિકના ચરમ પ્રક્ષેપ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. માન અને માયાના સંબંધમાં પણ એ પ્રમાણે સમજવું. ૯૭
૧. પુરુષવેદ જ્યાં સુધી બંધાતો હતો ત્યાં સુધી તો તેનો યથાપ્રવૃત્તસંક્રમ થતો હતો, બંધવિચ્છેદ થયા પછી ક્ષપકશ્રેણિમાં તેનો ગુણસંક્રમ થાય છે. તે ગુણસંક્રમ વડે પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે સંક્રમાવતાં છેલ્લા જે સમયે તેના પૂર્વ સમયથી અસંખ્યાત ગુણ સંક્રમાવે તે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહી શકાય. પરંતુ બંધવિચ્છેદ થયા પછી બે સમયબ્યુન બે આવલિકા કાળે છેલ્લો જે સર્વસંક્રમ થાય છે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે કહી શકાય નહિ. કારણ કે સર્વસંક્રમ વડે છેલ્લા સમયે જે સંક્રમાવે છે તે બંધવિચ્છેદ સમયે જે બંધાયું હતું તે શુદ્ધ એક સમયનું જ સંક્રમાવે છે, એટલે તે દલ અતિ અલ્પ હોવાથી તેને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે ગણી શકાય નહિ. ક્રોધ, માન અને માયાનો પણ આ રીતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવી શકે. આ પ્રમાણે મને સમજાય છે. પછી તત્ત્વ કેવલી મહારાજ જાણે. ભાષાંતર કર્તા હી+દે.
પંચ ૨-૪૪