________________
સંક્રમણકરણ
उ४७
ગ્રહણ કરવો જોઈએ. એટલે ચાર વાર મોહનીયને ઉપશમાવતો ઉચ્ચ ગોત્રને બાંધતો આત્મા નીચ ગોત્રને ગુણસંક્રમ વડે ઉચ્ચ ગોત્રમાં સંક્રમાવે છે. ચાર વાર મોહનો સર્વોપશમ બે ભવમાં થાય છે. તેથી બે ભવમાં ચાર વાર મોહને ઉપશમાવી ત્રીજા ભવમાં મિથ્યાત્વે જાય; ત્યાં નીચ ગોત્ર બાંધે, અને નીચ ગોત્ર બાંધતો તેમાં નીચ ગોત્ર સંક્રમાવે, ત્યારબાદ ફરી પણ સમ્યક્ત પ્રાપ્ત કરી તેના બળથી ઉચ્ચ ગોત્ર બાંધતો તેમાં નીચ ગોત્ર સંક્રમાવે. એ પ્રમાણે ઘણી વાર ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બાંધતો (અહીં વારાફરતી કેટલીવાર ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બાંધે તે કહ્યું નથી) છેલ્લે નીચ ગોત્રનો બંધ વિચ્છેદ કરી મોક્ષમાં જવા ઇચ્છતો આત્મા નીચ ગોત્રના બંધના ચરમસમયે બંધ અને ગુણસંક્રમ વડે પુષ્ટ થયેલા ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. આ રીતે જ ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ૯૮. હવે પરાઘાતાદિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે –
परघायसकलतसचउसुसरादितिसासखगतिचउरंसं । सम्मधुवा रिसभजुया संकामइ विरचिया सम्मो ॥१९॥ पराघातसकलत्रसचतुष्कसुस्वरादित्रिकोच्छासखगतिचतुरस्राः ।
सम्यक्धुवा वज्रर्षभयुक्ताः संक्रामयति विरचिताः सम्यग्दृष्टिः ॥१९॥
અર્થ-દીર્ઘકાળથી બાંધેલ પરાઘાત, પંચેન્દ્રિય જાતિ, ત્રસ ચતુષ્ક, સુસ્વરાદિત્રિક, ઉશ્વાસ નામ, શુભવિહાયોગતિનામ અને સમચતુરગ્નસંસ્થાન રૂપ સમ્યગ્દષ્ટિને શુભ યુવબંધિની પ્રકૃતિઓ પ્રથમ સંઘયણ સાથે સમ્યગ્દષ્ટિ આત્મા સંક્રમાવે છે. ' ટીકાનુ–પરાઘાતનામ, પંચેન્દ્રિયજાતિ, ત્રસચતુષ્ક-ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક, સુસ્વરાદિત્રિક-સુસ્વર, સુભગ અને આદય, ઉચ્છવાસનામ, પ્રશસ્તવિહાયોગતિ અને સમચતુરગ્ન સંસ્થાનનામ આ બાર પુન્ય પ્રકૃતિઓને દરેક ગતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ પ્રતિસમય અવશ્ય | બાંધે છે, માટે તે “સમ્યગ્દષ્ટિ શુભધ્રુવસંજ્ઞા' વાળી કહેવાય છે. તથા વજઋષભનારા સંઘયણને
તો દેવ અને નારકભવમાં વર્તમાન સઘળા સમ્યગ્દષ્ટિ આત્માઓ જ પ્રતિસમય બાંધે છે, મનુષ્યતિર્યંચો બાંધતા નથી. સમ્યક્તી મનુષ્ય તિર્યંચો તો માત્ર દેવગતિ પ્રાયોગ્ય જ બાંધે છે, અને તેનો બંધ કરતા હોવાથી તેઓને સંઘયણ બંધાતું નથી માટે પ્રથમ સંઘયણ નામકર્મ સમ્યગ્દષ્ટિ શુભ ધ્રુવ સંજ્ઞાવાળું કહેવાતું નથી. માટે બાર પ્રકૃતિથી જુદું કહેલ છે.
હવે એ તેરે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કઈ રીતે થાય તે કહે છે–છાસઠ સાગરોપમ પર્યત લાયોપથમિક સમ્યક્તનું અનુપાલન કરતો આત્મા પ્રતિસમય ઉપરોક્ત પ્રકૃતિઓ બાંધે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત પર્યત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરી વાર લાયોપથમિક સમ્યક્ત પ્રાપ્ત કરે. તે ફરી વાર પ્રાપ્ત કરેલા ક્ષયોપશમ સમ્યક્તને પણ છાસઠ સાગરોપમાં પર્વત અનુભવતો આત્મા એ સઘળી પ્રકૃતિઓ બાંધે છે. સમ્યક્તી આત્માઓને એ પ્રકૃતિની વિરોધી પ્રવૃતિઓનો બંધ થતો નથી.
અહીં ઉપરોક્ત તેર પ્રકૃતિમાંથી બારનો તો એકસો બત્રીસે સાગરોપમ નિરંતર બંધ