________________
३४४
પંચસંગ્રહ-૨
પ્રમાણ દેવની જઘન્યસ્થિતિ બાંધી દેવપણે ઉત્પન્ન થાય.
તાત્પર્ય એ કે યુગલિકના ભવમાં માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જીવીને અને તેટલા કાળમાં સ્ત્રીવેદને વારંવાર બાંધી અને અન્ય પ્રકૃતિનાં દલિતોના સંક્રમ વડે પુષ્ટ કરી દશ હજાર વરસનું જઘન્ય આયુ બાંધી દેવપણે ઉત્પન્ન થાય. દેવભવમાં પણ સ્ત્રીવેદ બાંધી અને પૂર્ણ કરી પોતાના આયુના અંતે મરણ પામી કોઈ પણ વેદયુક્ત મનુષ્ય થાય, માસ પૃથક્ત અધિક આઠ વરસનું આયુ વીત્યા બાદ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, ત્યાં સ્ત્રીવેદને ખપાવતાં તેના ચરમ પ્રક્ષેપ કાળે સર્વસંક્રમ વડે સંક્રમાવતાં સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે.
આ રીતે જ સ્ત્રીવેદના પ્રદેશની ઉત્કૃષ્ટ સત્તા અને તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેવલજ્ઞાની મહારાજે પોતાના જ્ઞાન દ્વારા જાણેલ છે, માટે જ તેમણે કહેલ છે. એટલે અહીં આ યુક્તિનું જ અનુસરણ કરવું, અન્ય કોઈ યુક્તિનું નહિ. પ્રાચીન ગ્રંથોમાં અન્ય કોઈ યુક્તિ દેખાતી નહિ હોવાથી કોઈપણ પ્રમાણ સિવાય બીજી યુક્તિ આપવી તે પણ અશક્ય છે. આ પ્રમાણે અન્ય સ્થળે પણ જ્યાં અન્ય કોઈ યુક્તિ ન જણાય ત્યાં યથાયોગ્ય રીતે કેવલજ્ઞાનીમહારાજે કેવલજ્ઞાન દ્વારા એ પ્રમાણે જ જોયેલ છે એ યુક્તિ અનુસરવી. આ અતીન્દ્રિય વિષય છે. યુક્તિ દ્વારા જેટલું સમજી શકાય તેટલું સમજવા પ્રયત્ન કરવો. જ્યાં યુક્તિ જ ન જણાય ત્યાં કેવલી મહારાજને હવાલો આપવો. ૯૫ પુરુષવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે –
वरिसवरित्थि पूरिय सम्मत्तसंखवासियं लभिय । गन्तुं मिच्छत्तमओ जहन्नदेवट्टिई भोच्चा ॥१६॥ आगन्तुं लहु पुरिसं संछुभमाणस्स पुरिसवेअस्स । वर्षवरं स्त्रियं पूरयित्वा सम्यक्त्वसंख्येयवार्षिकं लब्ध्वा ॥ गत्वा मिथ्यात्वमतो जघन्यदेवस्थिति भुक्त्वा ॥१६॥
आगत्य लघु पुरुषं संछुभमानस्य पुरुषवेदस्य ।
અર્થ-નપુંસકવેદ અને સ્ત્રીવેદને પૂરીને, ત્યારબાદ અસંખ્યાતવર્ષ પ્રમાણ સમ્યક્ત પ્રાપ્ત કરીને–પાળીને ત્યારબાદ મિથ્યાત્વે જઈ ત્યાંથી જઘન્યસ્થિતિવાળા દેવમાં જાય, ત્યાંથી ઢવી મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં શીધ્રપણે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, તે શ્રેણિમાં પુરુષવેદને સંક્રમાવતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–વર્ષવર એ નપુંસકવેદનું અપર નામ છે. તે નપુંસકવેદને ઈશાન દેવલોકમાં ઘણા કાળ પર્યત બંધ વડે અને સ્વજાતીય અન્ય કર્મ પ્રકૃતિઓના દલિકના સંક્રમ વડે પૂરીને પુષ્ટ કરીને–ઘણા દલિકની સત્તાવાળાં કરીને આયુ પૂર્ણ થયે ત્યાંથી એવી સંખ્યાત વર્ષના આયુવાળામાં ઉત્પન્ન થઈ અસંખ્યાતવર્ષના યુવાળા-યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં સંખ્યાત
૧. અહીં સંખ્યાતવર્ષાયુવાળા એમ સામાન્ય પદ મૂક્યું છે. તેથી મનુષ્ય કે તિર્યંચ બન્ને લઈ શકાય એમ જણાય છે.