________________
૨૯૨
પંચસંગ્રહ-૨
बन्धोत्कृष्टानामावलिकया आवलिकाद्विकेनेतरासाम् ।
हीना सर्वापि स्थितिः स यत्स्थितिसंक्रमो भणितः ॥४२॥ અર્થ–બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની એક આવલિકાહીન અને ઇતર–સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા હીન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે સ્થિતિ સંક્રમ કહેવાય છે.
ટીકાનુ–પસ્થિતિ સંક્રમ એટલે જે સમયે કોઈ પણ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય તે સમયે કુલ કેટલી સ્થિતિ હોય તેનો જે વિચાર. તેમાં જે સમયે બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય ત્યારે તેની સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ એક આવલિકા ન્યૂન હોય છે. તે આ પ્રમાણે–સંક્લિષ્ટ પરિણામ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા ગયા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવાનો આરંભ કરે છે માટે બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમકાળે એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય છે. બંધ સમયથી એક આવલિકા સુધી બાંધેલી તે ઉત્કૃષ્ટ સ્થિતિમાં કોઈ કરણ લાગતું નહિ હોવાથી તેટલી સ્થિતિ ઓછી થાય છે એટલે સંક્રમકાળે એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં ઘટી શકે છે.
ઈતર–સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમકાળે સઘળી સ્થિતિ બે આવલિકા ન્યૂન હોય છે. તે આ પ્રમાણે–બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિનો અન્ય પ્રકૃતિમાં તેની ઉદયાવલિકા ઉપર સંક્રમ થાય છે, અને સંક્રમ સમયથી એક આવલિકા-સંક્રમાવલિકા ગયા બાદ કુલ બે આવલિકા ન્યૂન તે ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવાનો આરંભ કરે છે. માટે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમકાળે બંધાવલિકા અને સંક્રમાવલિકા એમ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય છે. બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં થાય, એક આવલિકા ન્યૂન તે ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમાવલિકા ગયા બાદ અન્યત્ર સંક્રમાવે, એટલે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમકાળે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે. ૪૨
આયુની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
साबाहा आउठिई आवलिगूणा उ जट्ठिति सट्ठाणे । एक्का ठिई जहण्णो अणुदइयाणं निहयसेसा ॥४३॥ साबाधा आयुःस्थितिः आवलिकोना तु यत्स्थितिः स्वस्थाने ।
एकस्याः स्थितेर्जघन्योऽनुदयवतीनां निहतशेषा ॥४३॥ અર્થ–સ્વસ્થાન સંક્રમ થાય ત્યારે આવલિકા ન્યૂન અબાધા સહિત જે સ્થિતિ તે આયુની સ્થિતિ કહેવાય છે. તથા એક સ્થાનકનો જે સંક્રમ તે જઘન્ય સંક્રમ કહેવાય છે, અને અનુદયવતી પ્રકૃતિઓની હત શેષ સ્થિતિનો સંક્રમ જઘન્ય સંક્રમ કહેવાય છે.
ટીકાનુ—આયુમાં માત્ર ઉદ્વર્તના-અપવર્નના જ થાય છે, અન્ય પ્રકૃતિ નયન સંક્રમ થતો