________________
સંક્રમણકરણ
૨૯૧
અને ઉદયાવલિકા ઉપરની તે સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયમાં તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. ઉદયાવલિકા ઉપર સંક્રમાવતો હોવાથી તે ઉદયાવલિકા મેળવતાં અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય છે. મિથ્યાત્વમોહનીયની સ્થિતિનો જે સમયે સંક્રમ થયો તે સમયથી સંક્રમાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી તે એક આવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સમ્યક્વમોહનીયની સ્થિતિનો સ્વસ્થાનમાં અપવર્તના સંક્રમ થાય છે અને મિશ્રમોહનીયનો સ્વસ્થાનમાં અપવર્તના સંક્રમ થાય છે તેમજ સમ્યક્વમોહનીયમાં સંક્રમ થાય છે.
પોતપોતાની દૃષ્ટિને અન્યત્ર સંક્રમાવતા નથી તે, તથા ચારિત્રમોહનીય અને દર્શનમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એ પૂર્વે કહ્યું છે તે નિયમ પ્રમાણે સમ્યગ્દષ્ટિ સમ્યક્વમોહનીયને કોઈ પણ પ્રકૃતિમાં સંક્રમાવે નહિ તેથી તેમાં એક અપવર્તના સંક્રમ જ પ્રવર્તે એમ કહ્યું છે. સ્થિતિને ઓછી કરવારૂપ અપવર્તના સંક્રમ સ્વમાં જ થાય છે. આ પ્રમાણે સમ્યક્ત અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે અને તેનો સ્વામી વેદક સમ્યગ્દષ્ટિ છે.'
દેવાયુ, જિનનામ અને આહારક સપ્તક સિવાય બાકીની બંધાત્કૃષ્ટ કે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓના તે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારા ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમના સ્વામી છે. અને તે પ્રાયઃ સંજ્ઞી મિથ્યાદૃષ્ટિ આત્માઓ જ છે. તથા દેવાયુની ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમનો સ્વામી અપ્રમત્ત ગુણસ્થાનકને સન્મુખ થયેલ પ્રમત્ત સંયત છે. પહેલાં જેણે જિનનામકર્મ બાંધ્યું છે એવો નરકને સન્મુખ થયેલ મિથ્યાદૃષ્ટિ જિનનામની ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમનો સ્વામી છે, તથા આહારકસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમત્તને સન્મુખ થયેલ અપ્રમત્ત સંયમ બાંધે છે અને તે બંધાવલિકા ગયા બાદ સંક્રમાવે છે.
- હવે બંધાત્કૃષ્ટ કે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સ્થિતિનો જ્યારે સંક્રમ થાય ત્યારે કુલ કેટલી સ્થિતિ હોય તેને બતાવતાં કહે છે
बंधुक्कोसाणं आवलिए आवलिदुगेण इयराणं । हीणा सव्वावि ठिई सो जट्ठिइ संकमो भणियो ॥४२॥
૧. ઉપરોક્ત નવ પ્રકૃતિઓ સિવાયની બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક સંજ્ઞી મિથ્યાદૃષ્ટિ છે માટે તેની ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ પણ તેઓને જ થાય તેથી તે તેના સ્વામી કહ્યા છે. અહીં “પ્રાય:” એ ગ્રહણ કરવાનું કારણ જે પરિણામે મિથ્યાત્વમોહનીયની સિત્તેર કોડાકોડી સ્થિતિ બાંધે તેવા પરિણામે અન્ય જ્ઞાનાવરણીયાદિની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે. જેમ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સત્તા લઈ ચોથે ગુણઠાણે જાય છે અને ત્યાં અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે તેમ અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થઈ શકે એ જણાવવા માટે હોય તેમ લાગે છે. માત્ર અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય પછી જ્ઞાની જાણે. - ૨. આહારક સપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમના સ્વામી પ્રમત્ત સંયત હોય તેમ જણાય છે. કારણ કે અપ્રમત્તેથી પ્રમત્તે જતાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે.