________________
સંક્રમણકરણ
૨૯૩
નથી. તેમાં પણ વ્યાઘાતભાવિની અપવર્તન તે તે આયુનો જ્યારે ઉદય હોય ત્યારે જ થાય છે માટે તેને આશ્રયી અહીં આયુની સ્થિતિનું નિરૂપણ કર્યું નથી, પરંતુ જે નિર્વાઘાતભાવિ અપવર્નના કે જે ઉદય ન હોય ત્યારે પણ થાય છે તેને આશ્રયી અને જ્યારે બંધ પ્રવર્તતો હોય ત્યારે પહેલા આદિ સમયે બંધાયેલ લતાની બંધાવલિકા વીત્યા બાદ ઉદ્વર્તના પણ થાય છે તેને આશ્રયી સ્થિતિનું નિરૂપણ કર્યું છે.
આ પ્રમાણે જ્યારે નિઘાતભાવિ અપવર્તન અને ઉદ્વર્તનારૂપ સ્વસ્થાન સંક્રમ થાય ત્યારે આયુની સ્થિતિનું–સઘળી સ્થિતિનું પ્રમાણ આવલિકાયૂન અબાધા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલું છે. જેમકે–પૂર્વકોટી વર્ષના આયુવાળો કોઈ આત્મા બે ભાગ ગયા પછી બરાબર ત્રીજા ભાગના પહેલા સમયે તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આય બાંધે તેનો બંધાવલિકા ગયા બાદ ઉપરોક્ત બેમાંથી કોઈપણ સંક્રમ થઈ શકે છે. તેથી તે એક આવલિકાહન પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ કુલ સ્થિતિ સંભવે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમનું પ્રમાણ, તેના સ્વામી અને સ્થિતિનું પ્રમાણ કહ્યું.
હવે જઘન્ય સ્થિતિના સંક્રમનું પ્રમાણ કહે છે–તેમાં ઉદયવતી પ્રકૃતિઓની સત્તામાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે એક સમય પ્રમાણ સ્થિતિનો છેલ્લો જે સંક્રમ થાય તે જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. અને અનુદયવતી પ્રકૃતિઓની ક્ષય થતા થતા જે સ્થિતિ શેષ રહે તેનો જે છેલ્લો સંક્રમ તે જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય છે. ૪૩
આ પ્રમાણે જઘન્યસ્થિતિ સંક્રમનું પ્રમાણ કર્યું. હવે જઘન્યસ્થિતિ સંક્રમના સ્વામી કહે છે–
जो जो जाणं खवगो जहण्णठितिसंकमस्स सो सामी । सेसाणं तु सजोगी अंतमुहुत्तं जओ तस्स ॥४४॥ यो यो यासां क्षपकः जघन्यस्थितिसंक्रमस्य स स्वामी ।
शेषाणां तु सयोगी अन्तर्मुहूर्तं यतस्तस्य ॥४४॥ ૧. અહીં તે તે આયુના ઉદય વખતે વ્યાઘાતભાવિની અપવર્નના કહી છે. તે અપવર્તનીય આયુમાં સમજવી. અનપવર્ણનીય આયુમાં તો વ્યાઘાતભાવિની અપવર્તન થતી જ નથી, ફક્ત નિર્વાઘાતભાવિની અપવર્ણના થાય છે. - ૨. અહીં ઉદયવતી પ્રવૃતિઓનો પોત-પોતાના ક્ષય વખતે સમયાધિક આવલિકા સત્તામાં શેષ રહે ત્યારે ઉપરની સમય પ્રમાણ સ્થિતિનો જઘન્ય સ્થિતિ સંક્રમ કહ્યો, પરંતુ ઉદયવતી સઘળી પ્રવૃતિઓમાં પોતપોતાના ક્ષય વખતે સમય પ્રમાણ સ્થિતિનો સંક્રમ ઘટતો નથી, કારણ કે ચરમોદયવાળી નામકર્મની નવ, ઉચ્ચ ગોત્ર તેમજ બે વેદનીય, એ બારનો અયોગી ગુણઠાણે ઉદય હોય છે. અને ત્યાં સંક્રમ થતો નથી, તે જ પ્રમાણે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો જઘન્યસ્થિતિસંક્રમ સમયપ્રમાણ આવતો નથી, પરંતુ ઉપર બતાવેલ ચૌદ સિવાય શેષ વીસ ઉદયવતી પ્રકૃતિઓનો અને તઉપરાંત નિદ્રા અને પ્રચલા એમ બાવીસ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ અપવર્તના આશ્રયી એક સમય પ્રમાણ ઘટે છે. કર્મપ્રકૃતિ-સંક્રમણકરણમાં તેમજ આ ગ્રંથમાં પણ હવે પછી આ જ પ્રમાણે બતાવવામાં આવેલ છે. તેથી ટીકાકારમહર્ષિએ અહીં સઘળી ઉદયવતી પ્રવૃતિઓ સામાન્યથી જણાવી હોય તેમ લાગે છે. અથવા અન્ય કોઈ કારણ હોય તો બહૠતો જાણે.
તેણmi = ,