________________
બંધનકરણ
વીર્ય બે પ્રકારે થાય છે. તેમાં વીર્યંતરાયકર્મના દેશ ક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્ય છમસ્થાને હોય છે અને સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્ય કેવલી મહારાજને હોય છે.
વળી પણ દરેકના અભિસંધિજ અને અનભિસંધિજ એમ બબ્બે પ્રકાર છે. બુદ્ધિપૂર્વક– વિચારપૂર્વક દોડવું, કૂદવું વગેરે ક્રિયાઓમાં જે વીર્ય પ્રવર્તે તે અભિસંધિજ વીર્ય કહેવાય છે, અને ઉપયોગ સિવાય ભુક્ત આહારના સપ્તધાતુ અને મલાદિ રૂપે થવામાં અને મનોલબ્ધિ રહિત એકેન્દ્રિયાદિ જીવોની આહારગ્રહણ આદિ ક્રિયાઓમાં જે પ્રવર્તે તે અનભિસંધિજ વીર્ય કહેવાય છે.
છાઘસ્થિક અને કૈવલિક કેવલજ્ઞાનીનું એ બંને પ્રકારનું વીર્ય અકષાય અને સલેશ્ય હોય છે. છદ્મસ્થ સંબંધી અષાયિ સલેશ્ય વીર્ય ઉપશાંતમોહ અને ક્ષણમોહ ગુણસ્થાનકવાળાઓને હોય છે, અને કેવલી સંબંધી અકષાયિ સલેશ્યવીર્ય સયોગી ગુણસ્થાનકવાળાઓને હોય છે. “રોફ સાવિ પ.” છાઘસ્થિક વીર્ય સકષાયિ અને અકષાય એમ બંને પ્રકારે છે. તેમાં સકષાયિ છાઘસ્થિકવીર્ય સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક સુધીના સંસારી જીવોને હોય છે, અને અકષાયિ માટે ઉપર કહ્યું છે. તથા કેવલિકવીર્ય અલેશ્ય અને સલેશ્ય એમ બે ભેદે છે. તેમાં અલેશ્ય કૈવલિક વીર્ય અયોગિકેવલીગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. સલેશ્ય માટે તો ઉપર કહ્યું છે.
આ પ્રમાણે વીર્યના અનેક પ્રકાર કહીને અહીં જે વીર્ય વડે અધિકાર છે એટલે કે જે વીર્યના સંબંધમાં અહીં કહેવાનું છે તેનું જ વિશેષથી નિરૂપણ કરે છે. “ગં સત્તેર્ત તુ' જે સલેશ્યવીર્ય છે તે ગ્રહણ, પરિણામ અને સ્પન્દન ક્રિયારૂપ છે. તે વીર્ય દ્વારા પુદ્ગલોનું ગ્રહણ, પરિણામ અને ગમનાદિ નાની મોટી ક્રિયા થાય છે. અલેશ્ય વીર્ય દ્વારા પુલોનું ગ્રહણ, પરિણામ થતા નથી, કારણ કે અયોગી ગુણસ્થાનકવાળા કે સિદ્ધો બિલકુલ પુદ્ગલોને ગ્રહણ કરતા નથી.
ઔદારિકાદિ શરીર યોગ્ય પુગલોને જે ગ્રહણ કરવા તે ગ્રહણ કહેવાય છે, ગ્રહણ કરેલા તે પુદ્ગલોને ઔદારિકાદિ રૂપે કરવા–પરિણમાવવા તે પરિણામ કહેવાય છે. જો કે ગ્રહણ અને પરિણામમાં જે કારણ તે વીર્ય કહેવાય છે પરંતુ કાર્ય સાથે કારણની અભેદ વિવક્ષા કરવાથી ગ્રહણ અને પરિણામરૂપ ક્રિયાને વીર્ય કહે છે. તથા ગમનાદિ નાની મોટી ક્રિયારૂપ વીર્યને સ્પન્દના કહે છે. ઉક્ત સ્વરૂપવાળા આ સલેશ્ય વીર્યને યોગ કહેવાય છે.
મન, વચન અને કાયાનાં પુદગલો દ્વારા પ્રવર્તતું જે આત્મવીર્ય તે યોગ કહેવાય છે. મન, વચન અને કાયાનાં પુદ્ગલો સહકારી કારણ હોવાથી કારણમાં કાર્યનો આરોપ કરીને તેનો પણ શાસ્ત્રમાં યોગ તરીકે વ્યવહાર કર્યો છે. તેથી જ મન, વચન અને કાયારૂપ સહકારી કારણ દ્વારા ઉત્પન્ન થતા સલેશ્યવીર્યની યોગસંજ્ઞા છે અને તેના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે. ૧. મનોયોગ ૨. વચનયોગ અને ૩. કાયયોગ.
- સહકારી કારણરૂપ મનોવર્ગણા દ્વારા પ્રવર્તતું જે આત્મવીર્ય તે મનોયોગ, સહકારી કારણરૂપ ભાષાવર્ગણા દ્વારા જે વીર્ય પ્રવર્તે તે વચનયોગ અને સહકારી કારણરૂપ કાયાનાં પુગલો દ્વારા જે વીર્ય પ્રવર્તે તે કાયયોગ કહેવાય છે. ૨-૩