________________
પંચસંગ્રહ-૨
અને જે વીર્યવ્યાપાર વડે સ્થિતિ અને રસ ઓછો થાય તે અપવર્તન. તથા જે કર્મદલિકો ઉદય પ્રાપ્ત નથી એટલે કે જે દલિકો ફળ આપવા સન્મુખ થયા નથી તે કર્મદલિકોને જે પ્રયત્ન દ્વારા ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ફળ સન્મુખ કરવા તે ઉદીરણાકરણ. જે વીર્યવ્યાપાર વડે કર્મોને ઉપશમાવે–શાંત કરે એટલે કે ઉદય ઉદીરણા નિદ્ધત્તિ અને નિકાચના કરણોને અયોગ્ય કરે તે ઉપશમના. જે પ્રયત્નથી કર્મદલિકોને ઉદ્વર્તના અપવર્નના સિવાય શેષ કરણોને અયોગ્ય કરે એટલે કે કર્મોને એવી સ્થિતિમાં મૂકે કે ઉક્ત બે કરણ વિના અન્ય કરણો પ્રવર્તે નહિ તે નિદ્ધત્તિ. જે પ્રયત્ન વડે કર્મોને એવી સ્થિતિમાં મૂકે કે જેની અંદર કોઈપણ કરણ પ્રવર્તે નહિ, જેઓનાં ફળને અવશ્ય અનુભવે–ભોગવે તે નિકાચના.
આ પ્રમાણે સંક્ષેપમાં આઠ કરણનું સ્વરૂપ કહ્યું.
શંકા–પ્રસંગ સિવાય બંધનાદિ કરણોનું સ્વરૂપ શા માટે કહેવામાં આવે છે ? ગ્રન્થકારે તો ગ્રન્થની શરૂઆતમાં પાંચ દ્વારનું જ સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી છે, શા માટે આઠ કરણનું સ્વરૂપ કહેવામાં આવે છે ?
ઉત્તર–એ શંકા અયોગ્ય છે, કારણ કે સંક્રમકરણના નામનો નિર્દેશ પહેલાં ઘણાં સ્થળે ઉદયાધિકાર અને સત્તાધિકારમાં કર્યો છે, જેના નામનો નિર્દેશ કર્યો હોય તેનું સ્વરૂપ પણ અવશ્ય કહેવું જોઈએ. જો ન કહેવામાં આવે તો તેને સમજી ન શકાય માટે સંક્રમકરણના સ્વરૂપનું અને તેના સાહચર્યથી અન્ય કરણોના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરે છે. ૧ કરણ એ વીર્ય વિશેષરૂપ છે, તેથી પહેલાં વીર્યના સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે–
आवरणदेससव्वक्खयेण दुहेह वीरियं होइ । । अभिसंधिय अणभिसंधिय अकसायसलेसि उभयपि ॥२॥ होइ कसाइवि पढम इयरमलेसीवि जं सलेसं तु । गहणपरिणामफंदणरूवं तं जोगओ तिविहं ॥३॥ आवरणदेशसमक्षयेण द्विधेह वीर्यं भवति । अभिसंधिजमनभिसंधिजं अकषायि सलेश्यमुभयमपि ॥२॥ भवति कषाय्यपि प्रथमं इतरदलेश्यपि यत् सलेश्यं तु ।
ग्रहणपरिणामस्पन्दनरूपं तत् योगतस्त्रिविधम् ॥३॥ અર્થ–વીયતરાયકર્મના દેશ અને સર્વક્ષયથી બે પ્રકારે વિર્ય થાય છે. તે બંનેના અભિસંધિજ અને અનભિસંધિજ એવા બે બે ભેદ છે. તથા ઉભય-છાબસ્થિક અને કૈવલિક એ બંને અકષાયિ અને સલેશ્ય હોય છે. પહેલું છાઘસ્થિક વીર્ય કષાયિ પણ છે. અને ઇતરકૈવલિકવીર્ય અલેશ્ય પણ છે. જે સલેશ્યવીર્ય છે તે ગ્રહણ, પરિણામ અને સ્પન્દન રૂપ છે અને યોગથી ત્રણ પ્રકારનું છે.
ટીકાનુ—આ જગતમાં વિર્યાતરાયકર્મના દેશ—અલ્પાયથી અને સંપૂર્ણ ક્ષયથી એમ