________________
૪
અભિસંધિજ
સલેશિ
ક્ષાયોપશમિક
(છદ્મસ્થોને)
વીર્ય
અનભિસંધિજ
અલેશિ
(અયોગી અને સિદ્ધોને) -
ક્ષાયિક
(સયોગીને)
અભિસંધિજ
ક્ષાયિક
ક્ષાયોપશમિક
અકષાયી સલેશી સકષાયી યોગસંજ્ઞક વીર્યના એક અર્થવાળાં નામો કહે છે—
जोगो विरयं थामो उच्छाह परक्कमो तहा चेट्ठा । सत्ति सामत्थं चिय जोगस्स हवंति पज्जाया ॥४॥
પંચસંગ્રહ-૨
અનભિસંધિજ
અકષાયી સલેશી અલેશી
योगो वीर्यं स्थाम उत्साहः पराक्रमः तथा चेष्टा । शक्तिः सामर्थ्यमेव योगस्य भवन्ति पर्यायाः ॥४॥
અર્થ—યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય એ સઘળા યોગના પર્યાયો છે એટલે કે એ સઘળા યોગનાં જ એક અર્થવાળાં નામો છે. ૪.
હવે યોગસંજ્ઞક વીર્યના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુભૃષ્ટના જ્ઞાન માટે વિચાર કરે છે. તેની અંદર દશ અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે—: ૧. અવિભાગ પ્રરૂપણા, ૨. વર્ગણા પ્રરૂપણા, ૩. સ્પર્શ્વક પ્રરૂપણા, ૪. અન્તર પ્રરૂપણા, ૫. સ્થાન પ્રરૂપણા, ૬. અનન્તરોપનિધા પ્રરૂપણા, ૭. પરમ્પરોપનિધા પ્રરૂપણા, ૮. વૃદ્ધિ પ્રરૂપણા, ૯. કાળ પ્રરૂપણા. ૧૦. અને જીવોના વિષયમાં અલ્પબહુત્વ પ્રરૂપણા. અહીં પ્રરૂપણાનો વિચાર કરવો એ અર્થ છે. તેમાં પહેલાં અવિભાગના સ્વરૂપનો વિચાર કરે છે—
पन्नाए अविभागं जहन्नविरियस्स वीरियं छिन्नं । एक्क्स्स पएसस्स असंखलोगप्पएससमं ॥५॥ प्रज्ञयाऽविभागं जघन्यवीर्यस्य वीर्यं छिन्नम् ।
एकैकस्य प्रदेशस्यासंख्यलोकप्रदेशसमम् ॥५॥
અર્થ—કેવલીના બુદ્ધિરૂપ શસ્ત્રથી જઘન્ય વીર્યવાળા જીવનું એકના બે ભાગ ન થઈ શકે એવી રીતે છેદાયેલું જે વીર્ય તે અવિભાગ કહેવાય છે. તેવા અવિભાગો એક એક પ્રદેશમાં અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે.