________________
नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स । શ્રીમાન્ ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય વિરચિત
પંચસંગ્રહ
(કર્મપ્રકૃતિવિભાગ)
શ્રીમદાચાર્ય મલયગિરિ વિરચિત ટીકાના અનુવાદ સહિત
ટીકાકારકૃત મંગલ
યોગોપયોગમાર્ગણા આદિ પાંચ દ્વારનું સંપૂર્ણ સ્વરૂપ કહ્યા પછી હવે કર્મપ્રકૃતિ સંગ્રહનું સ્વરૂપ કહે છે. કર્મપ્રકૃતિ એ અન્ય શાસ્ત્ર જ છે અને બહુ વિશાળ છે. તેથી મારા જેવા અલ્પબુદ્ધિવાળા પોતાની બુદ્ધિના પ્રભાવથી તેનો સંગ્રહ કરવા સમર્થ થઈ શકતા નથી, પરંતુ કર્મપ્રકૃતિપ્રાભૂતાદિ શાસ્ત્રાર્થોના પારગામી વિશિષ્ટ શ્રુતધરોના ઉપદેશની પરંપરાથી મારા જેવા સંગ્રહ કરવા સમર્થ થાય છે. તેથી તે મહાપુરુષોને અવશ્ય નમસ્કાર કરવો જોઈએ માટે તેઓને નમસ્કાર કરે છે, અને પૂર્વના ગ્રંથ સાથે વક્ષ્યમાણ ગ્રંથના સંબંધનું પ્રતિપાદન કરે છે— नमिऊण सुयहराणं वोच्छं करणाणि बंधणाईणि । संकमकरणं बहुसो अइदेसियं उदय संते जं ॥१॥
त्वा श्रुतधरेभ्यः वक्ष्ये करणानि बंधनादीनि ।
संक्रमकरणं बहुशो ऽतिदिष्टमुदये सत्तायां यत् ॥१॥
અર્થ—શ્રુતધરોને નમસ્કાર કરીને બંધનાદિ કરણોના સ્વરૂપને હું કહીશ. કારણ કે ઉદય અને સત્તાના વિચારમાં ઘણી વાર સંક્રમકરણનો અતિદેશ કર્યો છે—બતાવેલું છે.
ટીકાનુ—સંપૂર્ણ શ્રુતસમુદ્રના પારગામી શ્રુતધરોને નમસ્કાર કરીને વીર્યવિશેષરૂપ બંધન, સંક્રમણ, ઉદ્ધત્તના, અપવત્તના, ઉદીરણા, ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચના કરણોનું સ્વરૂપ કહીશ.
હવે એ આઠ કરણોનો અર્થ કહે છે—જે વીર્ય વિશેષે આઠે પ્રકારનાં કર્મોનો બંધ થાય તે બંધનકરણ. જે વીર્યવ્યાપાર દ્વારા અન્ય કર્મ સ્વરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશો અન્ય સ્વરૂપે થાય તે સંક્રમણકરણ. ઉર્જાના અને અપવર્ત્તના સંક્રમણકરણના જ ભેદ છે. તે બંનેનો વિષય સ્થિતિ અને રસ છે. તેમાં જે પ્રયત્ન દ્વારા સ્થિતિ અને રસ વૃદ્ધિ પામે તે ઉદ્ધત્તના,