________________
સંક્રમણકરણ
૨૫૫
અગિયાર, નવ અને આઠ પ્રકૃતિઓ ત્રણના પતંગ્રહમાં સંક્રમે છે. તેમાં સંજવલન ક્રોધ પતગ્રહ હોય ત્યાં સુધી સંજવલન ચતુષ્કમાં અગિયાર પ્રકૃતિઓ સંક્રમે છે, અને ક્રોધ પતંગ્રહમાંથી ગયા પછી અગિયાર પ્રકૃતિઓ ત્રણમાં સંક્રમે છે. તથા અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ શાંત થયા પછી નવ પ્રકૃતિઓ, અને સંજવલન ક્રોધ ઉપશમ્યા પછી આઠ પ્રકૃતિઓ ત્રણમાં સંક્રમે છે.
બેમાં આઠ છે અને પાંચ પ્રકૃતિઓ સંક્રમે છે. તેમાં સંજ્વલન માન પતઘ્રહમાંથી દૂર થયા પછી આઠ પ્રકૃતિઓ બેમાં સંક્રમે છે. અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમ્યા પછી છ પ્રકૃતિઓ અને સંજવલન માન ઉપશમ્યા પછી પાંચ પ્રકૃતિઓ માયા અને લોભ એ બેમાં સંક્રમે છે. ૨૬
पण दोन्नि तिन्नि एक्के उवसमसेढीएँ खइयदिट्ठिस्स । રૂયરસ ૩ તો તોસત્ત, વીસારૂ વારિ રછા
पञ्च द्वे तिस्रः एकस्यामुपशमश्रेण्यां क्षायिकदृष्टेः ।
इतरस्य तु द्वे द्वयोः सप्तसु विंशत्यादीनि चत्वारि ॥२७॥ અર્થ–ઉપશમશ્રેણિમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પાંચ, બે અને ત્રણ પ્રકૃતિઓ એકમાં સંક્રમે છે. ઇતર-ઉપશમ શ્રેણિમાં ઉપશમ સમ્યગ્દષ્ટિને બેમાં અને સાતમાં વીસ આદિ ચાર સંક્રમે છે.
ટીકાનુ—માયા પતàહમાંથી દૂર થયા પછી એક લોભમાં પાંચ પ્રકૃતિઓ સંક્રમે છે. અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માયા ઉપશમ્યા પછી ત્રણ પ્રકૃતિઓ એક લોભમાં, અને સંજવલન માયા ઉપશમ્યા પછી માત્ર અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ એ બે લોભ, સંજ્વલન લોભ પતધ્રહ હોય ત્યાં સુધી તે એકમાં સંક્રમે છે. આ પ્રમાણે અઢાર આદિ " સંક્રમસ્થાનો પાંચ આદિ પડ્યૂહમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સમજવા.
ઇતર-ઉપશમશ્રેણિમાં ઉપશમસમ્યક્તીને મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિ બે પ્રકૃતિમાં–સમ્યક્ત અને મિશ્રમોહનીયમાં સંક્રમે છે. તથા સાતના પતંગ્રહમાં વીસ, એકવીસ, બાવીસ અને ત્રેવીસ એ ચાર સંક્રમસ્થાનો સંક્રમે છે. તેમાં અંતરકરણ કરતા પહેલાં અનંતાનુબંધિ અને સમ્યક્ત મોહનીય સિવાય ત્રેવીસ પ્રકૃતિઓ સાતમાં સંક્રમે છે. અંતરકરણ કર્યા પછી લોભ સિવાય બાવીસ, નપુંસકવેદ ઉપશમ્યા પછી એકવીસ, અને સ્ત્રીવેદ ઉપશમ્યા પછી વીસ પ્રકૃતિઓ સાતમાં સંક્રમે છે. ૨૭
छस वीस चोद्द तेरस तेरेक्कारस य दस य पंचमि । दसड सत्त चउक्के तिगंमि सग पंच चउरो य ॥२८॥ षट्सु विंशतिः चतुर्दश त्रयोदशैकादश च दश च पञ्चसु । दशाष्टौ सप्त चतुष्के त्रिके सप्त पञ्च चतस्त्रश्च ॥२८॥