________________
૨૫૪
પંચસંગ્રહ-૨ ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં વર્તમાન અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકવર્તી આત્માને દશ, અગિયાર, બાર અને તેર એ ચાર તથા એકવીસ એમ પાંચ સંક્રમસ્થાનો પાંચ પ્રકૃતિઓમાં સંક્રમે છે. તેમાં આઠ કષાયનો ક્ષય થયા પહેલાં એકવીસ પ્રકૃતિઓ પુરુષવેદ અને સંજવલન ચતુષ્ક એમ બંધાતી પાંચ પ્રકૃતિમાં સંક્રમે છે. આઠ કષાયનો ક્ષય થયા પછી તેર પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે. અંતરકરણ કર્યા પછી લોભનો સંક્રમ ન થાય માટે બાર પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે. નપુંસકવેદનો ક્ષય થયા પછી અગિયાર, અને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી દશ પ્રકૃતિઓ પૂર્વોક્ત પાંચના પતૐહમાં સંક્રમે છે.
દશ અને ચાર પ્રકૃતિઓ ચારના પતઘ્રહમાં સંક્રમે છે. તેમાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયગૂન બે આવલિકા શેષ રહે ત્યારે તે પતઘ્રહ થતો નથી એટલે પૂર્વોક્ત દશ પ્રવૃતિઓ સંજવલન ચતુષ્કમાં સંક્રમે છે. અને હાસ્યષકનો ક્ષય થયા પછી ચાર પ્રકૃતિઓ પૂર્વોક્ત ચારમાં સંક્રમે છે.
પતંગ્રહમાંથી ક્રોધ દૂર થયા પછી શેષ ત્રણના પતંગ્રહમાં ત્રણ પ્રકૃતિઓ સંક્રમે છે. એ પ્રમાણે પતંગ્રહમાંથી માન ગયા પછી માયા અને લોભ એ બે પ્રકૃતિ માયા અને લોભ એ બેના પતગ્રહમાં સંક્રમે છે. અને માયા પતગ્રહમાંથી દૂર થયા પછી એક લોભમાં માયા સંક્રમે છે. ૨૫
હવે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પતઘ્રહોમાં સંક્રમસ્થાનકો કહેવા ઇચ્છતા કહે છે–
अट्ठाराइचउक्वं पंचे अट्ठार बार एक्कारा । चउसु इगारसनवअड तिगे दुगे अट्ठछप्पंच ॥२६॥ अष्टादशादिचतुष्कं पञ्चके अष्टादश द्वादश एकादश ।
चतसृषु एकादश नव अष्टौ त्रिके द्विके अष्टौ षड् पञ्च ॥२६॥ અર્થ—અઢાર આદિ ચાર પાંચના પતઘ્રહમાં, અઢાર બાર અને અગિયાર ચારમાં, અગિયાર, નવ અને આઠ ત્રણમાં, આઠ, છ અને પાંચ બેના પતગ્રહમાં સંક્રમે છે.
ટીકાનુ–સાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અઢાર, ઓગણીસ, વીસ અને એકવીસ એ ચાર સંક્રમસ્થાનો પુરુષવેદ અને સંજવલન ચતુષ્ક એમ પાંચના પતઘ્રહમાં સંક્રમે છે. તેમાં અંતરકરણ કર્યા પહેલાં એકવીસ પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે. અંતરકરણ કર્યા પછી લોભ વિના વીસ પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે. નપુંસકવેદનો ઉપશમ થયા પછી ઓગણીસ પ્રકૃતિઓ અને સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી અઢાર પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે.
અઢાર, બાર અને અગિયાર પ્રવૃતિઓ ચારના પતંગ્રહમાં સંક્રમે છે. તેમાં પતંગ્રહમાંથી પુરુષવેદ ગયા પછી અઢાર પ્રકૃતિઓ ચારમાં સંક્રમે છે. હાસ્યષર્કનો ઉપશમ થયા પછી બાર પ્રકૃતિઓ, અને પુરુષવેદનો ઉપશમ થયા પછી અગિયાર પ્રકૃતિઓ ચારના પતથ્રહમાં સંક્રમે છે.