________________
પંચસંગ્રહ-૨
અર્થ—છમાં વીસ, ચૌદ અને તે પ્રકૃતિઓ સંક્રમે છે. પાંચમાં તેર, અગિયાર, અને દશ સંક્રમે છે. ચારમાં દશ, આઠ અને સાત સંક્રમે છે. અને ત્રણમાં સાત, પાંચ અને ચાર પ્રકૃતિઓ સંક્રમે છે.
૨૫૬
ટીકાનુ—પતગ્રહમાંથી પુરુષવેદ દૂર થયા પછી છ પ્રકૃતિઓમાં પૂર્વોક્ત વીસ પ્રકૃતિઓ સંક્રમે છે. હાસ્યષટ્ક ઉપશમ્યા પછી તેર પ્રકૃતિઓ છના પતઙ્ગહમાં સંક્રમે છે.
ક્રોધ પતગ્રહમાંથી ઓછો થયા પછી પાંચમાં તેર પ્રકૃતિઓ સંક્રમે છે. અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમ્યા પછી અગિયાર અને સંજવલન, ક્રોધ ઉપશમ્યા પછી દશ પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે.
માન પતદ્વ્રહમાંથી ઓછો થયા પછી ચારના પતગ્રહમાં દશ પ્રકૃતિઓ સંક્રમે છે. અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમ્યા પછી આઠ, અને સંજ્વલન માન ઉપશમ્યા પછી સાત પ્રકૃતિઓ ચારના પતદ્રહમાં સંક્રમે છે.
સંજ્વલન માયા પતઙ્ગહમાંથી ઓછી થયા પછી ત્રણમાં સાત પ્રકૃતિઓ સંક્રમે છે. અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માયા ઉપશમ્યા પછી પાંચ અને સંજ્વલન માયા ઉપશમ્યા પછી ચાર પ્રકૃતિઓ ત્રણમાં સંક્રમે છે. જ્યાં સુધી સંજ્વલન લોભ પતઙ્ગહ હોય ત્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ લોભ તેમાં સંક્રમે.
સંજ્વલન લોભ પતઙ્ગહમાંથી દૂર થયા પછી મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ સમ્યક્ત્વ તથા મિશ્રમોહનીય એ બેમાં સંક્રમે છે. ૨૮
અહીં મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકના પતદ્રહો સુગમ હોવાથી તેને નહિ કહેતાં બાકીના પતર્ગંહોને કહેવા ઇચ્છતા કહે છે—
गुणवीसपन्नरेक्कारसाइ ति ति सम्मदेसविरयाणं ।
सत्त पणाइ छ पंच उ पडिग्गहगा उभयसेढीसु. ॥२९॥ एकोनविंशतिपञ्चदशैकादशादयस्त्रयस्त्रयः सम्यक्त्वदेशविरतानाम् । सप्तपञ्चादयः षड्पञ्च तु पतद्ग्रहका उभय श्रेण्योः ॥ २९ ॥
અર્થ—ઓગણીસ, પંદર અને અગિયાર આદિ ત્રણ ત્રણ પતગ્રહો અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકે હોય છે. તથા અનુક્રમે સાત આદિ છ અને પાંચ આદિ પાંચ પતગ્રહો ઉભયશ્રેણિમાં હોય છે.
ટીકાનુ—અવિરતિ સમ્યગ્દષ્ટિને ઓગણીસ, અઢાર અને સત્તર એ ત્રણ પતષ્રહો, દેવતિને પંદર, ચૌદ અને તે૨ એ ત્રણ પતગ્રહો અને સર્વવિરત પ્રમત્ત-અપ્રમત્તને અગિયાર, દશ અને નવ એ ત્રણ પતષ્રહો હોય છે. તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિને બંધાતી સત્તર પ્રકૃતિઓ તથા સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એમ ઓગણીસ પ્રકૃતિઓ પતદ્રુહમાં હોય છે. તેને જ ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા મિથ્યાત્વનો ક્ષય થયા પછી અઢાર, અને મિશ્રમોહનીયનો ક્ષય થયા બાદ સત્તર પ્રકૃતિઓ પતગ્રહમાં હોય છે.