________________
બંધનકરણ પ્રશ્નોત્તરી
૨૧૭
સમય પ્રમાણ હોય છે. માત્ર જે જીવો પૂર્વક્રોડથી વધારે આયુષ્ય બાંધતા જ નથી તે એકેન્દ્રિયાદિક જીવોને આયુષ્યકર્મમાં એક પણ દ્વિગુણહાનિ સ્થાન સંભવતું નથી.
પ્રશ્ન-૩૮. આયુષ્ય કર્મ-આશ્રયી જઘન્ય અબાધા કેટલી હોય?
ઉત્તર–શુલ્લકભવના ત્રીજા ભાગના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય, કારણ કે ક્ષુલ્લક ભાવના આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુષ્ય બાંધે એવો નિયમ નથી, પરંતુ પોતાના આયુષ્યના નવમા, સત્તાવીસમા, એક્યાસી ભાગમાં અથવા છેવટે ક્ષુલ્લક ભવના ત્રીજા ભાગના સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે તેનાથી પણ જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં આયુષ્ય બાંધી શકે છે તથા આયુષ્યના બંધ પછી જે શેષ કાળ બાકી રહે તે પણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે અને તે કાળને ઠાણાંગસૂત્રમાં તથા પન્નાવણાસૂત્રમાં અસંક્ષેપ્યાદ્ધા કહેલ છે અને તે જ અબાધા કાળ છે.
પ્રશ્ન-૩૯. સાતેય લબ્ધિ અપર્યાપ્ત જીવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ કેટલું વધારે હોય?
ઉત્તર–સાતેય લબ્ધિ અપર્યાપ્ત જીવભેદોમાં જઘન્ય આયુષ્ય કરતાં અબાધાસ્થાનો સંખ્યાતગુણ બતાવેલ છે અને જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર્મુહૂર્ત હોય છે. વળી તેના કરતાં પણ અંબાધાસ્થાનો સંખ્યાતગુણ કહ્યા છે અને તે પોતાના આયુષ્યના ત્રીજા ભાગમાંથી પણ આયુષ્ય બંધનું અંતર્મુહૂર્ત બાદ કરતાં શેષ કાળ પ્રમાણ હોય છે તેથી સ્પષ્ટ સમજાય છે કે સાતેય લબ્ધિ અપર્યાપ્તાના જંઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય સંખ્યાતગુણ હોય છે.
* પ્રશ્ન–૪૦. સંજ્ઞી પર્યાપ્તામાં સાત કર્મ-આશ્રયી જેમ દશ બોલનું અલ્પ બહુત્વ કહ્યું છે તેમ આયુષ્ય કર્મ-આશ્રયી દશ બોલનું ન કહેતાં આઠ બોલનું જ કેમ કહ્યું?
ઉત્તર-સાતકર્મની જેમ શેષ આયુષ્યમાં સ્થિતિબંધને અનુસાર અબાધાનું નિયતપણું ન હોવાથી આયુષ્ય કર્મમાં અબાધાકંડકો તથા અબાધાસ્થાનો અને અબાધા કંડક સ્થાનોના સમૂહરૂપ એ બે બોલો ઘટતા ન હોવાથી આઠ જ બોલોનું અલ્પ-બહત્વ કહેલ છે.
પ્રશ્ન૪૧. અસંજ્ઞી અને સંજ્ઞી પર્યાપ્તા સિવાયના શેષ બાર જીવભેદોમાં ઉપર બતાવેલ આઠ બોલોના બદલે આયુષ્ય કર્મમાં છ બોલનું જ અલ્પ-બહુત કેમ કહ્યું?
ઉત્તર–એ બાર જીવભેદોમાં ઉત્કૃષ્ટથી પણ પૂર્વ ક્રોડ વર્ષ પ્રમાણ આયુષ્ય બંધ થાય છે અને પ્રથમ સ્થિતિસ્થાનમાં થયેલ દલિક નિક્ષેપની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનકમાં અર્ધ દલિક પ્રાપ્ત થાય છે પરંતુ આ જીવભેદોમાં સંખ્યાત વર્ષ પ્રમાણ જ આયુષ્યબંધ હોવાથી એક પણ દ્વિગુણહાનિ આવતી નથી અને તેથી જ દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પણ ન જ આવે તે સ્વાભાવિક છે માટે એ બે વિના શેષ છ બોલનું જ અલ્પ-બહુત કહ્યું છે.
પ્રશ્ન-૪૨. શુભ અને અશુભ એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓનાં ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસબંધ યોગ્ય સઘળાં સ્થિતિસ્થાનો સાકારોપયોગ પ્રાયોગ્ય અને ક્રિસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો સાકારોપયોગ અને નિરાકારોપયોગ પ્રાયોગ્ય એમ બન્ને પ્રકારનાં બતાવ્યાં પંચ૦૨-૨૮