________________
૨૧૮
પંચસંગ્રહ-૨
છે જ્યારે શુભ પ્રકૃતિઓનો દ્રિસ્થાનિક રસ બંધાય ત્યારે અશુભ પ્રકૃતિઓનો ચારઠાણિયો રસ બંધાય છે તથા અશુભનો બેઠાણિયો બંધાય ત્યારે શુભનો ચારઠાણિયો રસ બંધાય છે, તો એક જ સમયે એક જ જીવને પરસ્પર વિરોધી સાકાર અને નિરાકાર એમ બન્ને ઉપયોગ કેવી રીતે ઘટી શકે ?
ઉત્તર–અહીં વિશેષ બોધ રૂપ સાકારોપયોગ અને સામાન્ય બોધરૂપ નિરાકારોપયોગ લેવાના નથી પણ સ્થિતિબંધ અને રસબંધના કારણભૂત જે કષાયોદય જન્ય અધ્યવસાયો છે તેમાં તે કષાયોદયરૂપ અધ્યવસાયથી જે પ્રકૃતિઓનો મંદ રસબંધ થાય તે પ્રકૃતિઓની અપેક્ષાએ તે અધ્યવસાયો નિરાકારોપયોગ રૂપ છે અને જે કષાયોદય જનિત અધ્યવસાયો દ્વારા જે પ્રકૃતિઓનો વિશિષ્ટ પ્રકારનો તીવ્રરસ બંધાય તે પ્રકૃતિઓના રસબંધને આશ્રયી તે અધ્યવસાયો સાકારોપયોગ રૂપ કહેવાય છે. માટે એક જ જીવને એક જ સમયે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓના રસબંધને આશ્રયી ઉપર બતાવેલ સ્વરૂપવાળા સાકારોપયોગ અને નિરાકારોપયોગ બન્ને સાથે ઘટી શકે છે. આ સમાધાન કર્મપ્રકૃતિ-ચૂર્ણિના ટિપ્પનકમાં પૂ. મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબે બતાવેલ છે. જુઓબંધવિહાણ મૂળપયડી ઠિઈબંધો દ્વિતીય પરિશિષ્ટ.
પ્રશ્ન-૪૩. પંદરમા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ છે કે માનનો બંધવિચ્છેદ થયા પછી સંજવલન માયાને સમગ્ર મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ મળે છે અને તેમ હોવાથી સંજવલન માયાનો બંધવિચ્છેદ થયા બાદ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ બધું જ દલિક સંજવલન લોભને મળે અને તે માયાને પ્રાપ્ત થતા દલિકની અપેક્ષાએ સાધિક દ્વિગુણ હોવાથી સંજ્વલન માયા કરતાં સંજવલન લોભને સંખ્યાતગુણ દલિક મળે છતાં ટીકાઓમાં સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભનું દલિક અસંખ્યાતગુણ કેમ બતાવેલ છે ?
ઉત્તર–પ્રશ્ન યોગ્ય છે, કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં સંજ્વલન માયા કરતાં સંજવલન લોભનું દલિક સંખ્યાતગુણ જ કહેલ છે, છતાં પ્રસ્તુત ગ્રન્થની તેમ જ કર્મપ્રકૃતિની બન્ને ટીકાઓ અને નવ્ય શતકની ટીકા વગેરેમાં અસંખ્યાતગુણ કહેલ છે તેનું કારણ સમજાતું નથી અથવા તો પરંપરાએ અશુદ્ધિ ચાલતી આવી હોય એમ પણ બને, તેનો પૂર્ણ નિર્ણય તો અતિશય જ્ઞાની કરી શકે.
પ્રશ્ન-૪૪. શાસ્ત્રોમાં બદ્ધ, સૃષ્ટ, નિદ્ધત્ત અને નિકાચિત એમ બંધ ચાર પ્રકારે બતાવેલ છે, પરંતુ અહીં બંધનકરણમાં પૃષ્ટ સિવાય ત્રણ પ્રકારના બંધની વાત બતાવી, તો ઉપશાંતમોહ વગેરે ત્રણ ગુણસ્થાનકોમાં બે સમય પ્રમાણ સતાવેદનીય કર્મનો જે બંધ થાય છે, તે સ્પષ્ટબંધ અહીં કેમ બતાવવામાં આવેલ નથી ?
ઉત્તર–આ ગ્રંથમાં દશમા ગુણસ્થાનક સુધી કાષાયિક પરિણામ અને યોગથી જે બંધ થાય છે તે બંધની જ વિવક્ષા કરી છે. માટે સ્પષ્ટને બતાવેલ નથી.
પ્રશ્ન–૪૫. દલવિભાગ વખતે તે તે સમયે બંધાતી ઘાતકર્મોની પ્રકૃતિઓમાં અનંતભાગ પ્રમાણ જે સર્વઘાતી દલિકો હોય છે તે સર્વઘાતી પ્રકૃતિઓને જ મળે કે દેશઘાતી