________________
૨૧૬
પંચસંગ્રહ-૨ ઉત્તર–પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિની ટીકા અને ચૂર્ણિમાં સંશી સિવાયના બારેય જીવભેદોમાં આયુષ્ય વિના સાત કર્મનાં અબાધાસ્થાનો સામાન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બતાવ્યાં છે, પરંતુ જેસલમેરના ભંડારની તાડપત્રમાં લખેલ કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આવલિકાના સંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણે કહેલ છે અને તે જ બરાબર લાગે છે, કારણ કે એકેન્દ્રિયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર છે તેથી ત્યાં આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આવે તે બરાબર છે પરંતુ વિકલેન્દ્રિય અને અસંસીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર હોવાથી આવલિકાના સંખ્યામાં ભાગ પ્રમાણ અબાધાસ્થાનો આવે. ટીકામાં પ્રેસદોષાદિના કારણે અશુદ્ધ છપાયેલ હોય તેમ લાગે છે અગર અન્ય કોઈ કારણ હોય તો બહુશ્રુતો કહે તે પ્રમાણ.
પ્રસ્તુત ગ્રન્થમાં સામાન્યથી એ બારેય જીવભેદોમાં અબાધાસ્થાનો તથા કંડકસ્થાનો કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા અસંખ્યાતગુણ દર્શાવેલ છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે બેઈન્દ્રિય વગેરેના આઠ ભેદોમાં અબાધાસ્થાનો અને કંડકસ્થાનો આવલિકાના સંખ્યામાં ભાગ પ્રમાણ આવે તો તેની અપેક્ષાએ જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ એટલે કે સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ ન આવતાં સંખ્યાતગુણ જ આવે એમ મને લાગે છે.
પ્રશ્ન–૩૫. અબાધા કંડકનું પ્રમાણ કેટલું ? અને તે દરેક જીવભેદમાં સમાન છે કે ન્યૂનાધિક ?
ઉત્તર–અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળમાં જે સંખ્યા આવે તેટલાં સ્થિતિસ્થાનોનું એક અબાધા કંડક છે અને તે શ્રેણિગત જીવો સિવાય તમામ જીવ ભેદમાં આયુષ્ય વિના સાતેય કર્મમાં સમાન છે.
પ્રશ્ન–૩૬. નિષેક રચનામાં એક દ્વિગુણહાનિના વચ્ચેનાં નિષેકસ્થાનો કેટલાં હોય ? અને તે દરેક જીવભેદમાં સમાન હોય કે ન્યૂનાધિક? તથા આ એક દ્વિગુણ હાનિના અંતરાલમાં આવેલ નિષેક સ્થાનોની અપેક્ષાએ એક અબાધાકંડક નાનું કે મોટું ?
ઉત્તર–એક દ્વિગુણ હાનિના વચમાં આવતાં નિષેકસ્થાનો અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળમાં રહેલા સમય પ્રમાણ છે અને તે આયુષ્ય સિવાય સાતેય કર્મમાં તમામ જીવભેદોમાં સમાન છે. જો કે એક દ્વિગુણહાનિના વચમાં રહેલ નિષેકસ્થાનો અને એક અબાધા કંડક એ બન્નેનું પ્રમાણ સામાન્યથી અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળ પ્રમાણ = પલ્યોપમના પ્રથમ વર્ગમૂળથી અસંખ્યાત ગુણ પ્રમાણ હોવાથી તુલ્ય લાગે છે તો પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનોની અપેક્ષાએ એક અબાધા કંડક અસંખ્યગુણ મોટું હોય છે.
પ્રશ્ન-૩૭. ચૌદેય જીવસ્થાનકોમાં આઠેય કર્મનાં નિષેકસ્થાનોમાં આવતાં કુલ દ્વિગુણહાનિ સ્થાનો કેટલાં હોય?
ઉત્તર–અદ્ધા પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત