________________
બંધનકરણ પ્રશ્નોત્તરી
૨૧૩
અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગીને પછી પછીના સ્થાનમાં બંધકપણા વડે ઉત્કૃષ્ટથી પ્રાપ્ત થતા જીવો દ્વિગુણ દ્વિગુણ હોય છે, છતાં હંમેશાં એમ જ હોતું નથી, ક્યારેક જધન્ય સ્થાનના બંધક જીવો વધારે અને અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી પછીના સ્થાનના બંધક જીવો ઓછા હોય અથવા ન પણ હોય. આમ કર્મપ્રકૃતિ ટિપ્પનકમાં ખુલાસો મળે છે છતાં આ બાબતમાં બહુશ્રુતો કહે તે ખરું.
પ્રશ્ન—૨૮. જઘન્ય રસબંધસ્થાનકથી ઉત્કૃષ્ટ રસબંધસ્થાન સુધીનાં સ્થાનોનો ઉત્કૃષ્ટ બંધકાળ ચારથી આઠ સમય અને પછી અનુક્રમે બે સમય સુધીનો છે તો તેમાંનાં સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો શું બધા સમયના કાળવાળાં ઘટી શકે ? અર્થાત્ સ્થાવરો બાંધી શકે ?
ઉત્તર—હા, કાળની અપેક્ષાએ ચારથી બે સમય સુધીનાં અગિયાર પ્રકારનાં સ્થાનોને ત્રસ જીવો બાંધે છે તેમ તે અગિયાર પ્રકારનાં દરેક સ્થાનોમાંનાં અમુક અમુક સ્થાનો સ્થાવર જીવ પણ બાંધે છે..
પ્રશ્ન—૨૯. અઠ્યાવીસમા પ્રશ્નોત્તરમાં જે અગિયાર પ્રકારનાં સ્થાનો બતાવ્યાં, તેમાંનાં અમુક અમુક સ્થાનોને સ્થાવર જીવો હંમેશાં બાંધે છે એ કેવી રીતે સમજી શકાય ?
ઉત્તર—જો અમુક કાળવાળાં સ્થાનોના બંધક ત્રસજીવો જ હોત અને અમુક કાળવાળાં સ્થાનોના જ “બંધક સ્થાવર જીવો હોય તો અતીતકાળમાં સ્પર્શાયેલ સ્થાનોમાં અમુક કાળ મર્યાદાવાળાં સ્થાનો કરતાં અમુક કાળવાળાં સ્થાનોનો સ્પર્શના કાળ અનંતગુણ બતાવત, કારણ કે ત્રસ પ્રાયોગ્ય સ્થાનો અત્યંત ઘણાં છે અને તેમાં બંધકપણે વર્તમાન ત્રસ જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે. વળી દરેક જીવનો ત્રસપણાના કાળ કરતાં સ્થાવરપણામાં અનંતગુણ કાળ પસાર થયેલ હોય છે. છતાં કોઈપણ સ્થાનો કરતાં કોઈપણ સ્થાનોનો સ્પર્શના કાળ અનંતગુણ બતાવવામાં આવેલ નથી તેથી જ અગિયાર પ્રકારનાં દરેક સ્થાનોમાંનાં અમુક અમુક સ્થાનો સ્થાવર પ્રાયોગ્ય પણ છે અને તેઓને હંમેશાં સ્થાવર જીવો બાંધે છે તે સ્પષ્ટ સમજાય છે. પ્રશ્ન—૩૦. સ્થાવર જીવોની એક દ્વિગુણવૃદ્ધિ કે હાનિના વચમાં રહેલ સ્થાનો કેટલાં
હોય ?
ઉત્તર—આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને તે પણ ત્રસ પ્રાયોગ્ય સ્થાનોમાં જેટલાં દ્વિગુણવૃદ્ધિ કે હાનિનાં સ્થાનો છે તેનાથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ. આ હકીકત ત્રિરાશિના ગણિતથી સમજી શકાય તેમ છે.
પ્રશ્ન—૩૧. પ્રસ્તુત ગ્રન્થમાં તથા કર્મપ્રકૃતિમાં તિર્યંચદ્વિક તથા નીચ ગોત્ર સિવાય લગભગ બધી પ્રકૃતિઓના અનુભાગ બંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા સંશીપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી શરૂ કરેલ છે તો તેનાથી નીચેનાં સ્થિતિબંધ સ્થાનોમાં કેમ બતાવેલ નથી ?
ઉત્તર—વિવક્ષિત એક સમયે અનેક જીવોની અપેક્ષાએ અથવા ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ કોઈપણ એક જીવને સંક્ષીપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થતિબંધ સ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીનાં બધાં જ સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય છે તેથી તે સઘળાં સ્થિતિસ્થાનોમાં