________________
૨૧૨
પંચસંગ્રહ-૨
ભેદો હોય છે. જ્યારે તૈજસાદિ શેષ પાંચ ગ્રાહ્ય વર્ગણામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને શ્રી ભગવતીજી વગેરેના અભિપ્રાયે છેલ્લા ચાર સ્પર્શ અને પંચસંગ્રહ-કર્મપ્રકૃતિ ટીકા તથા બૃહત્સતક વગેરેના અભિપ્રાયે ગુરુ, લઘુ એ બે અવસ્થિત અને છેલ્લા ચારમાંથી શીત-સ્નિગ્ધ અથવા શીત-રુક્ષ અથવા ઉષ્ણ-સ્નિગ્ધ અથવા ઉષ્ણ-રુક્ષ એમ અવિરોધી બે, તેથી એક સ્કંધમાં કુલ ચાર સ્પર્શો હોય છે અને અનેક સ્કંધ આશ્રયી છ સ્પર્શો હોય છે તથા કેટલાકના મતે તૈજસ વર્ગણામાં આઠ સ્પર્શો હોય છે.
પ્રશ્ન—૨૫. કેટલીક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જઘન્ય રસબંધ સંયમી વગેરે વિશિષ્ટ પ્રકારના અમુક જ જીવો કરે છે અને તે જીવો ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય છે છતાં ત્રસપ્રાયોગ્ય કોઈપણ વિવક્ષિત એક રસસ્થાનને બાંધનારા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા કેમ કહ્યા છે ?
ઉત્તર—સામાન્યથી ત્રસ પ્રાયોગ્ય કોઈપણ એક રસબંધસ્થાનના બંધક જીવો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યા છે અને તે અભવ્ય ત્રસ પ્રાયોગ્ય જે રસસ્થાનો છે તેના બંધક ઉત્કૃષ્ટથી સમકાળે અસંખ્યાત જીવો ઘટી શકે છે પરંતુ તે સિવાયનાં સર્વ સ્થાનોના બંધક નહીં. કારણ કે પ્રથમ ગુણસ્થાને પણ સંયમાભિમુખ જીવો થીણદ્વિત્રિક, અનંતાનુબંધી અને મિથ્યાત્વનો જઘન્ય રસબંધ કરે છે તે જીવો પણ વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે તો પછી સંયમી વગેરે જીવો સંખ્યાતા જ હોય તે નિર્વિવાદ છે.
પ્રશ્ન—૨૬. સ્થાવર પ્રાયોગ્ય દરેક રસસ્થાનમાં અનંત જીવો કહ્યા છે. તો પ્રત્યેક નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય જીવોની જેટલી વિશુદ્ધિ હોય અને તેઓ શુભ પ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ અને અશુભ પ્રકૃતિઓનો જેટલો જઘન્ય રસ બાંધી શકે તથા તે જીવોના જેટલા સંક્લિષ્ટ પરિણામ હોય અને શુભ પ્રકૃતિઓનો જેટલો જઘન્ય અને અશુભ પ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ રસ બાંધે તેટલો તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય રસ સાધારણ જીવો શું બાંધી શકે ? અર્થાત્ પ્રત્યેક જીવો જેટલી સાધારણ જીવોની વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા હોઈ શકે ?
ઉત્તર—સાધારણ જીવોને પણ પ્રત્યેક વનસ્પતિ જેટલી વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા હોય છે, અન્યથા સ્થાવર પ્રાયોગ્ય દરેક રસસ્થાનને બાંધનારા જીવો અનંતા ઘટી શકે જ નહીં પરંતુ વિશેષ એ કે ત્રસપ્રાયોગ્ય આયુષ્યના રસબંધનાં સ્થાનોને બાંધનારા જીવો અસંખ્યાત અથવા સંખ્યાત યથાયોગ્ય હોય છે.
પ્રશ્ન—૨૭. ત્રસપ્રાયોગ્ય નિરંતર બંધપણા વડે પ્રાપ્ત થતા રસબંધસ્થાનકો ઉત્કૃષ્ટથી માત્ર આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્યાતા જ હોય છે તો પરંપરોપનિધામાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગીને પછી પછીના સ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ દ્વિગુણ બતાવ્યા તે કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ એક પણ દ્વિગુણ વૃદ્ધિ કે હાનિ ન જ આવે.
ઉત્તર—વિવક્ષિત એક સમયે બંધક વડે પ્રાપ્ત થતાં ત્રસપ્રાયોગ્ય નિરંતર સ્થાનો આવલિકાના અસંખ્યાતામા ભાગ પ્રમાણ જ હોય છે પરંતુ વિવક્ષિત કોઈપણ એક સ્થાનથી