________________
૨૧૪
પંચસંગ્રહ-૨
રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા બતાવેલ છે પરંતુ સંજ્ઞીપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચેનાં સઘળાં સ્થિતિસ્થાનો નિરંતરપણે અનેક જીવોની અપેક્ષાએ પણ બંધમાં પ્રાપ્ત થતાં નથી તેનું કારણ એ છે કે
જે સ્થિતિબંધ સ્થાનો શ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે ત્યાં અંતર્મુહૂર્વે અંતર્મુહૂર્વે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ એકીસાથે ઘટે છે અને સંયમીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી સંયમીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પછીના સ્થિતિસ્થાનથી દેશવિરતિના જઘન્ય સ્થિતિબંધ સ્થાનની પહેલાંના સ્થિતિબંધ સ્થાન સુધીનાં બધાં જ સ્થિતિસ્થાનો કોઈપણ જીવની અપેક્ષાએ બંધપણે પ્રાપ્ત થતાં જ નથી.
એ જ પ્રમાણે દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પછીના સ્થિતિસ્થાનથી અવિરતિ સમ્યગ્દષ્ટિના જઘન્ય સ્થિતિબંધ સ્થાનની પહેલાંનાં સઘળાં સ્થિતિસ્થાનો તેમજ અવિરતિ સમ્યગ્દષ્ટિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પછીના સ્થિતિબંધ સ્થાનથી મિથ્યાત્વી પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધની પૂર્વનાં સઘળાંય સ્થિતિસ્થાનો અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય તથા ચઉરિન્દ્રિયના પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પછીના સ્થિતિબંધ સ્થાનથી અનુક્રમે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધ સ્થાનની પહેલાંનાં તમામ સ્થિતિસ્થાનો ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ત્રિકાળનો આશ્રયીને પણ નિરંતરપણે પ્રાપ્ત થતાં નથી, માટે તે સ્થિતિસ્થાનોમાં અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા ઘટતી નથી.
વળી એકેન્દ્રિય વગેરે જીવોના જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીનાં યથાસંભવ પલ્યોપમના અસંખ્યાતમા કે સંખ્યાતમા ભાગ પ્રમાણ અને તેથી વધારે જે અવિરતિ સમ્યગ્દષ્ટિ વગેરે જીવોને સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનો ભિન્ન ભિન્ન કાળને આશ્રયીને એક જીવને, અને અનેક જીવની અપેક્ષાએ એક સમયે નિરંતરપણે પ્રાપ્ત થાય છે તે બધાં જ સ્થિતિસ્થાનોમાં અહીં દર્શાવ્યા મુજબ રસબંધના અધ્યવસાય સ્થાનોની અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા ઘટી શકે છે, પરંતુ ગ્રન્થ વિસ્તારના ભયથી ગ્રન્થકારે દર્શાવેલ ન હોય તેમ લાગે છે.
પ્રશ્ન-૩૨. બાદર પર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાપ્તનો જઘન્ય, બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્તનો જઘન્ય, સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ તથા સૂક્ષ્મ પર્યાપ્ત અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ આઠેય બોલોમાં અનુક્રમે એક એકથી વિશેષાધિક દર્શાવેલ છે પણ ક્યાંય સંખ્યાતગુણ કહ્યો નથી, જ્યારે સૂક્ષ્મ અને બાદર અપર્યાપ્ત તેમજ સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તનાં સ્થિતિસ્થાનો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણ બતાવ્યાં છે, તેથી પ્રશ્ન થાય છે કે, સ્થિતિબંધ વિશેષાધિક હોવા છતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ કેવી રીતે ઘટી શકે ?
ઉત્તર–સામાન્યથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધ અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વચ્ચે એકંદર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું અંતર હોવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના અમુક નિયત ભાગ પ્રમાણથી સાગરોપમના અમુક નિયત પૂર્ણ ભાગ સુધીનાં સ્થિતિસ્થાનોમાંના અમુકથી અમુક હદ સુધીનાં