________________
૨૦૦
પંચસંગ્રહ-૨
નીચે શરૂઆતના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો અને તે પછી (૧૧) તે જ દ્વિસ્થાનિક યવમધ્યથી નીચેના પરંતુ એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનોની ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનો અને તે થકી (૧૨) તે જ દ્રિસ્થાનિક યવમધ્યથી ઉપરના શરૂઆતના મિશ્ર અને પછી (૧૩) તેની ઉપરના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો ક્રમશઃ સંખ્યાતગુણ છે. તે થકી (૧૪) એ જ પ્રકૃતિઓના ત્રિસ્થાનિક યવમધ્યથી નીચેના તેનાથી (૧૫) યવમધ્યથી ઉપરના અને ત્યારબાદ (૧૬) એ જ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યુવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણ છે.
તે થકી (૧૭) યવમધ્યથી ઉપરની અપવર્તના ડાયસ્થિતિ સંખ્યાતગુણ છે. તેનાથી પણ (૧૮) અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તે થકી (૧૯) સાતવેદનીય વગેરે પરાવર્તમાન શુભપ્રકૃતિઓના દ્રિસ્થાનિક યવમધ્યથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનોની ઉપરના જે એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો બાકી છે તે અંત:કોડાકોડી સાગરોપમ ધૂન પંદર, કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં (૨૦) એ જ શુંભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, તેના કરતાં (૨૧) બદ્ધ ડાયસ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ-ત્રીસ કોડાકોડી સાગરોપમ વગેરે પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને તેથી પણ (૨૨) અશુભ પ્રકૃતિઓની સંપૂર્ણ કર્મસ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી વિશેષાધિક છે.
અહીં સત્તરમા બોલમાં અશુભ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી ઉપર ડાયસ્થિતિ બતાવી છે અને એકવીસમા બોલમાં બદ્ધ ડાયસ્થિતિ બતાવી છે. ત્યાં કર્મપ્રકૃતિ-ઉપાધ્યાયજી મ.ની ટીકામાં સત્તરમા બોલમાં બતાવેલ ડાયસ્થિતિનો અર્થ બતાવતાં જણાવેલ છે કે અપવર્તનાકરણ વિશેષથી જે સ્થિતિસ્થાનથી મોટામાં મોટો કૂદકો મારી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે તે સ્થિતિને અપવર્નના ડાયસ્થિતિ કહેવાય છે.
આનો ભાવાર્થ આમ સમજાય છે કે–જે મધ્યમ અંતઃકોડાકોડીનો બંધ કરી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે તે મધ્યમ અંતઃકોડાકોડી પ્રમાણ સ્થિતિને જ અપવર્નના ડાયસ્થિતિ કહેવાય. પરંતુ તેમાં અપવર્ણના કરણ વિશેષથી એ શબ્દનું રહસ્ય સમજાતું નથી. માટે નીચે પ્રમાણે અર્થ કરીએ તો અપવર્ણના કરણ વિશેષથી એ શબ્દનું રહસ્ય પણ આવી જાય અને પદાર્થના સ્વરૂપમાં કોઈ તફાવત પડતો નથી.
સત્તાગત સર્વોત્કૃષ્ટ સ્થિતિને અપવર્તનાકરણથી ઘટાડી અર્થાત્ ઓછી કરી જેટલી નવી સ્થિતિ રચવામાં આવે તેને અપવર્નના ડાયસ્થિતિ કહેવાય. દા.ત. સો સમયાત્મક સર્વોત્કૃષ્ટ સ્થિતિને સ્થિતિઘાતથી ઘટાડી અગિયાર સમયાત્મક સ્થિતિ બનાવે તો તે અગિયાર સમયાત્મક સ્થિતિ અપવર્નના ડાયસ્થિતિ કહી શકાય, અને તેમ માનીએ તો સર્વોત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્થિતિઘાત દ્વારા મોટામાં મોટો કૂદકો મારી મધ્યમ અંતઃકોડાકોડી પ્રમાણ જે નવી સ્થિતિ બનાવે તે અપવર્નના ડાયસ્થિતિ કહેવાય અને તે ઉત્કૃષ્ટ અંત:કોડાકોડીથી સંખ્યાતગુણહીન હોય છે, એમ મને લાગે છે. પછી તો બહુશ્રુતો કહે તે ખરું.