________________
બંધનકરણ સારસંગ્રહ
૨૦૧
• ઓછામાં ઓછો જેટલો સ્થિતિબંધ કરી ત્યારપછી તરતના સમયે તે જ જીવ વધારેમાં વધારે જેટલો સ્થિતિબંધ કરી શકે તેટલી બધી સ્થિતિને બદ્ધ ડાયસ્થિતિ કહેવામાં આવે છે.
સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી તદનન્તર સમયે અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ કરી શકે છે. માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્યસ્થિતિને બદ્ધ ડાયસ્થિતિ કહેવાય છે.
આ અલ્પબદુત્વ અત્યંત ગંભીર અને ખૂબ જ ગહન છે. માટે બહુશ્રુતો પાસે શક્ય તેટલો સમજવા પ્રયત્ન કરવો. અભ્યાસકોને કંઈક સરળતાથી જ્ઞાન થાય તે હેતુથી અસત્કલ્પના દ્વારા સાતા અને અસાતા આ બે પ્રકૃતિઓના સ્થિતિસ્થાનને કલ્પી આ અલ્પબદુત્વ સમજાવવા પ્રયત્ન કરેલ છે. છતાં તેમાં કંઈ ક્ષતિ હોય તો સુધારી જણાવવા સુજ્ઞ મહાશયોને મારી નમ્ર વિનંતિ છે.
સાતાવેદનીય તથા અસાતવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ પંદર અને ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવા છતાં બે અને ચાર અબજ સમય પ્રમાણ કલ્પેલ છે. અને સંખ્યાતગુણની જગ્યાએ ઓગણીસમા બોલ સિવાય અન્યત્ર સર્વ ઠેકાણે ત્રણ ગુણ અને ૧૯મા બોલમાં સંખ્યાતગુણના સ્થાને સાધિક દસ ગુણ સંખ્યા કલ્પી છે.
શુભ પ્રકૃતિઓનાં જે સ્થિતિસ્થાનોમાં કેવળ ચતુઃસ્થાનિક રસ બંધાય છે તે સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસવાળાં અને જે સ્થિતિસ્થાનોમાં ચાર અને ત્રણ સ્થાન અથવા માત્ર ત્રિસ્થાનિક રસ બંધાય છે, તે સ્થિતિસ્થાનો ત્રિસ્થાનિક રસવાળાં કહેવાય છે. પરંતુ દ્રિસ્થાનિક રસની બાબતમાં તેમ નથી. કારણ કે જેટલાં સ્થિતિસ્થાનોમાં ક્રિસ્થાનિક રસ ઘટી શકે તેટલાં બધાં સ્થિતિસ્થાનો દ્રિસ્થાનિક રસવાળાં કહેવાય છે અને અસતાવેદનીય વગેરે અશુભ પ્રવૃતિઓનાં જે સ્થિતિસ્થાનોમાં ફક્ત દ્રિસ્થાનિક રસ પડે છે તે સ્થિતિસ્થાનો ક્રિસ્થાનિક રસવાળાં અને જે સ્થિતિસ્થાનોમાં ત્રિસ્થાનિક રસ બંધાય અને ચતુઃસ્થાન ન બંધાય તે સ્થિતિસ્થાનો ત્રિસ્થાનિક રસવાળાં કહેવાય છે. પરંતુ ચતુઃસ્થાનિક રસબંધની બાબતમાં તેમ નથી, કારણ કે જેટલાં સ્થિતિસ્થાનોમાં ચાર સ્થાનિક રસ પડી શકે તે બધાં સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસવાળાં બતાવ્યાં છે. ' અર્થાત્ શુભ પ્રકૃતિઓનાં જેટલાં સ્થિતિસ્થાનોમાં ક્રિસ્થાનિક રસ પડી શકે છે, તેમાંનાં કેટલાંક સ્થિતિસ્થાનોમાં કેટલીક વાર ત્રિસ્થાનિક અને કેટલીક વાર કેટલાંક સ્થિતિસ્થાનોમાં ચતુઃસ્થાનિક રસબંધ પણ પડતો હોય, છતાં તે બધાં સ્થિતિસ્થાનો દ્રિસ્થાનિક રસવાળાં બતાવવામાં આવ્યાં છે. તે જ પ્રમાણે અસતાવેદનીય વગેરે અશુભ પ્રકૃતિઓનાં જેટલાં સ્થિતિસ્થાનોમાં ચાર સ્થાનિક રસ પડી શકે છે. તેમાંના કેટલાંક સ્થિતિસ્થાનોમાં કેટલીક વાર ત્રિસ્થાનિક અને કેટલીક વાર ક્રિસ્થાનિક રસ પડવા છતાં તે બધાં સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય કહેવામાં આવ્યાં છે.
(૧) સાતાવેદનીયના ચતુઃસ્થાનિક યવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાનો ૮૭૪૭ (આઠ
પંચ૦૨-૨૬