________________
બંધનકરણ સારસંગ્રહ
૧૯૯
પરાવર્તમાન શુભ-અશુભ પ્રકૃતિઓના ત્રિસ્થાનિક અને પ્રવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતિને બાંધનારા તેમજ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના દ્રિસ્થાનિક અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક રસને બાંધતા ધ્રુવબંધી પ્રકૃતિઓની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે તે સ્થિતિસ્થાનોને બાંધનારા જીવો વિષે પણ સમજવું. કુલ દ્વિગુણવૃદ્ધિ અથવા હાનિનાં સ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમય પ્રમાણ હોય છે અને તેનાથી એક દ્વિગુણવૃદ્ધિ અથવા હાનિના અંતરાલમાં રહેલ સ્થાનો પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે.
મંદ પરિણામથી જે સ્થિતિસ્થાનો બંધાય છે, તે નિરાકારોપયોગ પ્રાયોગ્ય કહેવાય છે. અને જે સ્થિતિસ્થાનો તીવ્ર પરિણામથી બંધાય છે, તે સાકારોપયોગ પ્રાયોગ્ય કહેવાય છે. તે બન્ને પ્રકારનાં સ્થિતિસ્થાનો પરાવર્તમાન શુભ તેમજ અશુભ બન્ને પ્રકારની પ્રવૃતિઓના દ્વિસ્થાનિક રસબંધમાં હોય છે. અને ત્રિસ્થાનિક તેમજ ચતુસ્થાનિક રસ જે સ્થિતિસ્થાનોમાં પડે છે તે બધાં સ્થિતિસ્થાનો સાકારોપયોગ પ્રાયોગ્ય જ હોય છે અર્થાત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો ક્રિસ્થાનિકાદિ ત્રણ પ્રકારના રસબંધમાં હોય છે અને નિરાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો માત્ર દ્વિસ્થાનિક રસબંધમાં જ હોય છે.
હવે શુભાશુભ પરાવર્તમાન પ્રવૃતિઓના સ્થિતિબંધ આશ્રયી કુલ બાવીસ પ્રકારે સ્થિતિસ્થાનાદિ પદોનું અલ્પબદુત્વ બતાવે છે.
ત્યાં પરાવર્તમાન કે અપરાવર્તમાન કોઈપણ પ્રકૃતિના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક અને ક્રિસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય જેટલાં સ્થિતિસ્થાનો છે તે સ્થિતિસ્થાનોમાંના જે સ્થિતિસ્થાનને બાંધનારા જીવો સૌથી વધારે હોય છે તે સ્થિતિસ્થાનને યવમધ્ય કહેવાય છે. અને તે સ્થિતિસ્થાનથી સમય-સમયની વૃદ્ધિવાળાં જે સ્થિતિસ્થાનો છે તે યવમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાનો કહેવાય છે, અને તે સ્થિતિસ્થાનથી સમય-સમયની હાનિવાળાં જે સ્થિતિસ્થાનો છે તે યવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાનો કહેવાય છે. એમ સર્વત્ર સમજવું.
ત્યાં (૧) પરાવર્તમાન સતાવેદનીય વગેરે શુભ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી નીચેનાં જે સ્થિતિસ્થાનો છે તે સૌથી અલ્પ છે, તેના કરતાં (૨) એ જ સાતવેદનીય વગેરે શુભ પરાવર્તમાન પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. તે થકી (૩) એ જ પ્રકૃતિઓના ત્રિસ્થાનિક યવમધ્યથી નીચેના અને (૪) ઉપરનાં સ્થિતિસ્થાનો ક્રમશઃ સંખ્યાતગુણ છે. તે થકી (૫) એ જ પ્રકૃતિના દ્રિસ્થાનિક યવમધ્યથી નીચેના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો અને (૬) યવમધ્યથી નીચેના જ પરંતુ એકાંત સાકારોપયોગ પ્રાયોગ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો અને (૭) દ્રિસ્થાનિક યવમધ્યથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનો ક્રમશઃ એક એકથી સંખ્યાતગુણા છે. તેથી પણ (૮) આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. ' તે થકી (૯) અસતાવેદનીય વગેરે પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. તે થકી (૧૦) અસતાવેદનીય વગેરે અશુભ પ્રકૃતિના દ્રિસ્થાનિક યવમધ્યથી