________________
પંચસંગ્રહ-૨
વિશેષાધિક હોય છે. તે પછી પુનઃ ઘણા સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ શુભ પ્રકૃતિઓના જઘન્ય ત્રિસ્થાનિક રસ સુધીની સ્થિતિને બાંધનારા જીવો દરેક સ્થિતિસ્થાનમાં ક્રમશઃ વિશેષહીન-હીન હોય છે.
૧૯૮
એમ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ દ્વિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓના સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનોમાંના પ્રથમ જઘન્ય સ્થિતિસ્થાનનો બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યારબાદ ઘણા સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષાધિક-વિશેષાધિક હોય છે. તે પછી પુનઃ શુભ પ્રકૃતિઓના જઘન્ય દ્વિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનાં દરેક સ્થિતિસ્થાનોને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષહીન-વિશેષહીન હોય છે.
પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓમાં તેનાથી વિપરીત રીતે હોય છે તે આ પ્રમાણે— પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના દ્વિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર જઘન્ય સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યાંથી ઘણા સેંકડો સાગરોપમ સુધીના દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષાધિક વિશેષાધિક હોય છે. પુનઃ ત્યાંથી ગણા સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ દ્વિસ્થાનિક રસ બંધાય તેટલાં સ્થિતિસ્થાનો સુધી ક્રમશઃ વિશેષહીન-વિશેષહીન હોય છે.
એ જ પ્રમાણે પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના જઘન્ય ત્રિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતિને બાંધનારા જઘન્ય સ્થિતિસ્થાનથી ઘણા સેંકડો સાગરોપમ સુધીનાં દરેક સ્થિતિસ્થાનોમાં જીવો વિશેષાધિક અને પુનઃ ઘણા સેંકડો સાગરોપમ સુધી વિશેષહીન-વિશેષહીન હોય છે. અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના જઘન્ય ચતુઃસ્થાનિક રસને બાંધનારા તેમજ ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનોમાંના જઘન્ય સ્થિતિસ્થાનથી ઘણા સેંકડો સાગરોપમ સુધીનાં સ્થિતિસ્થાનોમાં જીવો ક્રમશઃ વિશેષાધિક અને ત્યારબાદ ઉત્કૃષ્ટ ચતુઃસ્થાનિક રસબંધ સુધીના ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ છેલ્લાં સ્થિતિસ્થાનોમાં ક્રમશઃ જીવો વિશેષહીન-વિશેષહીન હોય છે.
હવે પરંપરોપનિધાએ વિચારીએ તો પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના દ્વિસ્થાનિક રસને બાંધતા ધ્રુવબંધી પ્રકૃતિઓની જેટલી જઘન્ય સ્થિતિ બંધાય છે, તે સ્થિતિસ્થાનને બાંધનારા જેટલા જીવો હોય છે, તેની અપેક્ષાએ તે પ્રથમ સ્થિતિસ્થાનથી પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળોના જેટલા સમયો હોય તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ હોય છે અને ત્યાંથી પુનઃ તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ હોય છે.
એમ ઘણા સેંકડો સાગરોપમ સુધી પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળોનાં સમય પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ-દ્વિગુણ હોય છે અને ત્યારબાદ ઘણા સેંકડો સાગરોપમ સુધી ઉપરોક્ત સંખ્યા પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગીઓળંગીને પછી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો અર્ધ-અર્ધા હોય છે. એ જ પ્રમાણે