________________
૧૭૫
બંધનકરણ સારસંગ્રહ છે. તેથી યવમધ્યથી નીચેના પાંચ, છ અને સાત સમયનાં સ્થાનોને સમુદિતપણે બાંધનારા જીવો અસંખ્યાતગુણ છે. યવમધ્યથી ઉપરના સાત, છ અને પાંચ સમયવાળાં સમુદિત સ્થાનોને બાંધનારા જીવો પણ તેટલા જ છે. તેનાથી યવમધ્યથી ઉપરનાં સર્વ સ્થાનોને અને તે થકી નીચેના ચાર સમયથી આરંભી ઉપરના પાંચ સમય સુધીનાં સર્વ સ્થાનોને સમુદિતપણે અને તેથી પણ સર્વ રસસ્થાનોને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષાધિક વિશેષાધિક છે. અહીં રસસ્થાનો એ કાર્ય છે. અને અધ્યવસાય સ્થાનો એ કારણ છે તેથી કર્મપ્રકૃતિમાં રસસ્થાનોને બદલે કાર્યમાં કારણનો ઉપચાર કરી અધ્યવસાયો બતાવેલ છે. તેથી પરસ્પર વિરોધ આવતો નથી.
કોઈ પણ એક સમયે જેટલા કાળવાળું કર્મ બંધાય તેટલા કાળને એક સ્થિતિસ્થાન કહેવાય છે. અને જે કર્મનો જેટલો જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી આરંભી એક એક સમયની વૃદ્ધિએ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જેટલા સમયો હોય તેટલા તે તે કર્મનાં સ્થિતિસ્થાનો અર્થાત સ્થિતિના પ્રકારો કે ભેદો હોય છે. કયા કર્મનાં કેટલાં સ્થિતિસ્થાનો હોય તે આગળ સ્થિતિબંધના પ્રસંગે બતાવવામાં આવશે.
એક એક સ્થિતિસ્થાનના કારણભૂત જે આત્માનાં કાષાયિક પરિણામો અર્થાત્ જે કાષાયિક પરિણામોથી કર્મનો અમુક પ્રકારની સ્થિતિબંધ થાય તે પરિણામો સ્થિતિબંધના અધ્યવસાયો છે.
વિવણિત કોઈ જીવને કોઈ પણ એક સમયે કોઈ પણ એક પ્રકારની સ્થિતિબંધ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદયમાંના કોઈ પણ એક કષાયોદયથી થાય છે. તેથી ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી એક એક સ્થિતિસ્થાનની અંદર તેના કારણભૂત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે.
પ્રશ્ન-સ્થિતિબંધના કારણભૂત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાત અધ્યવસાયો દ્વારા સમાન સ્થિતિબંધ રૂપ એક પ્રકારનું કાર્ય કેમ બની શકે ? કારણ કે કાર્યના ભેદથી જ કારણનો ભેદ થઈ શકે છે. અને કાર્યના ભેદ વિના કારણનો ભેદ થઈ શકતો જ નથી. તેથી એક એક સ્થિતિબંધના કારણભૂત એક જ અધ્યવસાય હોવો જોઈએ. પરંતુ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કેમ હોય ?
ઉત્તર–અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા કષાયોદયથી સામાન્યપણે સમાન સ્થિતિબંધરૂપ એક કાર્ય થવા છતાં જેટલા જીવોએ સમાન સ્થિતિવાળું જે કર્મ બાંધ્યું હોય તે બધાયને એક જ પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તથી એક જ વખતે ઉદયમાં આવતું નથી, પરંતુ તેમાંના ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ નિમિત્તોથી ઉદયમાં આવે છે.
જેમ પાંચ દિવસ તાવ લાવે તેવી સ્થિતિવાળું કર્મ અનેક જીવોએ એકીસાથે બાંધ્યું હોવા છતાં તેમાંના અમુક જીવને કેળા ખાવાથી, અમુકને ઠંડા પાણીએ નાહવાથી, એ જ પ્રમાણે કોઈકને સિમલા કે આબુ પ્રદેશમાં ફરવાથી, કોઈકને સવારે કે કોઈકને સાંજે અથવા અમુકને શિયાળામાં, કે અમુકને ઉનાળામાં, કોઈકને વધુ પ્રમાણમાં જાગવાથી તો કોઈકને વધુ પરિશ્રમ કે ભૂખ્યા રહેવાથી તેમજ કોઈકને મનુષ્યભવમાં અને કોઈકને તિર્યંચ ભવમાં તાવ આવે છે. એમ