________________
પંચસંગ્રહ-૨
જેમ નાનાં અને તેથી મોટાં મોટાં અનુક્રમે કુલ પાંચ મકાનો હોય, તેમાંના કોઈ પણ મકાનમાં એક સાથે સો માણસ રહેતા ન હોય, એટલું જ નહિ પરંતુ કોઈ વખત તે મકાનમાં બે, ત્રણ અને તેમાંના સૌથી નાના મકાનમાં ૨૫ માણસો પણ રહે પરંતુ જ્યારે કોઈ લગ્નઉત્સવ વગેરેનો પ્રસંગ હોય અને જેટલાનો સમાવેશ થઈ શકે તેટલા માણસોને રહેવું હોય ત્યારે સૌથી નાના મકાનમાં વધુમાં વધુ ૨૫ અને તેની પછી પછીના મકાનમાં અનુક્રમે અધિક-અધિક એમ સૌથી મોટા મકાનમાં ૧૦૦થી વધારે માણસો પણ રહી શકે, તેમ અહીં પણ સમજવાનું છે. માટે ઉપર બતાવેલ બેમાંથી એક પણ દોષ અહીં લાગતો નથી.
૧૭૪
(૬) યવમધ્ય
યવના મધ્યભાગની જેમ વચલા અસંખ્યાતમા ભાગ જેટલા અસંખ્ય રસસ્થાનો આઠ સમયના કાળવાળા હોવાથી સૌથી વધારે, કાળની અને જીવની અપેક્ષાએ પહોળા અથવા જાડા આકારવાળા છે. અને તેની બન્ને બાજુએ ઓછા ઓછા કાળ અને જીવોવાળા હોવાથી યવ જેમ બન્ને બાજુ સાંકડો અથવા પાતળો હોય તેમ અધ્યવસાય સ્થાનો પણ હોય છે. તેમાં યવમધ્યસ્થાનોથી નીચેના સાતથી ચાર સમય સુધીના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા છે. અને તેથી પણ યવમધ્યની ઉપરના સાતથી બે સમય સુધીના અસંખ્યાતગુણા છે.
(૭) સ્પર્શના
કોઈ પણ જીવે ભૂતકાળમાં જે રસસ્થાનને જેટલા કાળ સુધી બાંધ્યું હોય તે જીવ આશ્રયી તેટલા કાળ વિશેષને સ્પર્શના કહેવાય છે.
ત્યાં ભૂતકાળમાં બે સમયકાળવાળાં સર્વોત્કૃષ્ટ રસસ્થાનોનો અલ્પકાળ છે. તેથી શરૂઆતનાં ચાર સમયવાળાં સ્થાનોનો અસંખ્યાતગુણ કાળ છે. કંડકસંજ્ઞાવાળાં યવમધ્યથી ઉપરનાં ચાર સમયવાળાં સ્થાનોનો સ્પર્શના કાળ પણ તેટલો જ છે, તે થકી યવમધ્ય સ્વરૂપ આઠ સમયવાળાં સ્થાનોનો, તે થકી ઉપરનાં ત્રણ સમયવાળાં સ્થાનોનો કાળ અનુક્રમે અસંખ્યાતગુણ છે. તે થકી નીચેનાં પાંચ, છ અને સાત સમયવાળાં સ્થાનોનો સમુદિતકાળ (તેમજ પ્રત્યેકનો કાળ) અસંખ્યાતગુણ છે. યમધ્યથી ઉપરના સાત, છ અને પાંચ સમયવાળાં બધાંયે સ્થાનોનો સમુદિતકાળ પણ તેટલો જ છે. તે થકી યવમધ્યથી ઉપરનાં બધાં સ્થાનોનો, તેથી શરૂઆતના ચાર સમયથી આરંભી યવમધ્યથી ઉ૫૨ના પાંચ સમય સુધીનાં બધાં સ્થાનોનો સમુદિત અને તેથી પણ સર્વે સ્થાનોનો સ્પર્શનાકાળ ક્રમશઃ વિશેષાધિક છે.
(૮) જીવાલ્પબહુત્વ
ભૂતકાળમાં કયાં સ્થાનોને અલ્પ જીવોએ અને કયાં સ્થાનોને વધારે જીવોએ બાંધેલ છે, તે આ દ્વારમાં બતાવેલ છે.
સર્વોત્કૃષ્ટ બે સમયવાળાં સ્થાનોને બાંધનારા જીવો અલ્પ છે. તે થકી શરૂઆતના ચાર સમયવાળાં સ્થાનોને બાંધનારા અને યવમધ્યથી ઉપરનાં ચાર સમયવાળાં સ્થાનોને બાંધનારા જીવો અસંખ્યાતગુણ પણ પરસ્પર બન્ને સમાન છે. તે થકી યવના મધ્યભાગ સમાન આઠ સમયવાળાં સ્થાનોને અને તેથી ત્રણ સમયવાળાં સ્થાનોને બાંધનારા જીવો અનુક્રમે અસંખ્યાતગુણ