________________
૧૭૬
પંચસંગ્રહ-૨ ભિન્ન ભિન્ન અધ્યવસાયરૂપ કારણોના ભેદ વિના ઉપર બતાવ્યા મુજબ ભિન્ન ભિન્ન રીતે વિપાકોદયરૂપ તાવ આવવાનું કાર્ય બની શકે જ નહિ.
તેથી ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા પ્રકારના વિપાકોદયરૂપ જુદાં જુદાં કાર્યો હોવાથી તેના કારણભૂત અધ્યવસાયો પણ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ માનવામાં કોઈ વિરોધ નથી.
જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. અને પછી પછીના સ્થિતિસ્થાનમાં વિશેષાધિક હોય છે. એમ સર્વોત્કૃષ્ટ અંતિમ સ્થિતિસ્થાન સુધી સમજવું:
સ્થિતિબંધના કારણભૂત એક-એક કષાયોદયમાં એટલે સ્થિતિસ્થાન અધ્યવસાયમાં રસબંધના હેતુભૂત અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. કારણ કે એક એક કષાયોદયની અંદર વેશ્યાજન્ય તીવ્ર-તીવ્રતર, મંદ-મંદતર અને મંદતમ વગેરે અસંખ્ય પ્રકારનાં પરિણામો હોય છે. અર્થાત્ સ્થિતિબંધમાં કારણભૂત કેવળ કષાયોદય છે અને રસબંધના કારણભૂત કષાય સહિત લેશ્યા જન્ય પરિણામ છે.
હવે સર્વ જઘન્ય સ્થિતિબંધમાં કારણભૂત જે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદય છે. તેમાંના સર્વજઘન્ય પ્રથમ કષાયોદયમાં રસબંધના હેતુભૂત લેશ્યા જન્ય પરિણામો અર્થાત અનુભાગ બંધના અધ્યવસાયસ્થાનો ત્રિકાળવર્તી ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. તેનાથી તે જઘન્ય સ્થિતિબંધના હેતુભૂત બીજા કષાયોદયમાં વિશેષાધિક હોય છે. તેથી પણ ત્રીજા કષાયોદયમાં વિશેષાધિક, એમ પછી પછીના કષાયોદયમાં વિશેષાધિક વિશેષાધિક અનુભાગબંધના અધ્યવસાયો યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના અસંખ્ય કષાયોદયમાંના સર્વાન્તિમ ઉત્કૃષ્ટ કષાયોદય સુધી હોય છે. આ પ્રમાણે સ્થિતિબંધના અધ્યવસાયોમાં અનુભાગબંધના અધ્યવસાયો અનંતરોપનિધાએ છે.
હવે પરંપરોપનિધાએ બતાવે છે. સર્વ જઘન્ય કષાયોદયથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદય ઓળંગી પછી જે કષાયોદય આવે તેમાં પ્રથમ કષાયોદય કરતાં રસબંધના અધ્યવસાયો બમણા હોય છે. ત્યાંથી પુનઃ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદય પછીના કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો દ્વિગુણ હોય છે, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના કારણભૂત અસંખ્ય કષાયોદયમાંના સર્વાતિમ ઉત્કૃષ્ટ કષાયોદય સુધી વારંવાર અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થિતિબંધના અધ્યવસાયો ઓળંગી-ઓળંગી પછી પછીના સ્થિતિબંધના અધ્યવસાયોમાં એટલે કષાયોદયમાં પૂર્વ-પૂર્વની અપેક્ષાએ બમણા-બમણા રસબંધના અધ્યવસાયો હોય છે. એમ કુલ દ્વિગુણવૃદ્ધિનાં સ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા હોય છે, અને એક દ્વિગુણહાનિના વચમાં રહેલ કષાયોદય તેનાથી અસંખ્યાતગુણ હોય છે
આ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૭ અશુભ પ્રવૃતિઓમાં સમજવું અને સાતા વેદનીય વગેરે ૬૯ શુભ પ્રવૃતિઓમાં તેથી વિપરીત હોય છે. તે આ પ્રમાણે–સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના કારણભૂત અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદયમાંના સર્વોત્કૃષ્ટ પ્રથમ કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો અલ્પ છતાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને