________________
બંધનકરણ સારસંગ્રહ
૧૭૧
. મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોમાં જ સંખ્યાત ભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ અને અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ખકો કેમ હોય છે? તે અસત્કલ્પનાએ કંડકની મોટી સંખ્યા લઈ આ રીતે સમજી શકાશે.
અહીં ૫૦ (પચાસ)ની સંખ્યાને કંડક, પ(પાંચ)ની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત અને સંખ્યાત ભાગ વૃદ્ધ પ્રથમ સ્થાનની પહેલાના સ્થાનમાં કુલ સ્પદ્ધકો અનંત હોવા છતાં અસત્કલ્પનાએ ૫૦૦ (પાંચસો) સમજવા.
તે ૫૦૦ (પાંચસો)ને ઉત્કૃષ્ટ સંખ્યા રૂપ પ(પાંચ)વડે ભાગતાં ૧૦૦ (સો) આવે તે ૧૦૦ (સો) અધિક કરવાથી પ્રથમ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનમાં ૬૦૦ (છસો) અને ફરીથી બીજું સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાન આવે ત્યારે ૧૦૦ (સો) વધવાથી ૭૦૦ (સાતસો), એમ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાનમાં પણ સંખ્યાત ભાગ રૂપ સો-સો સ્પષ્ડકો વધવાથી કુલ ૧૦૦૦ (હજાર) થાય. અને વચ્ચે જે અનંત ભાગ વૃદ્ધ તથા અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો આવે છે ત્યાં પણ થોડા થોડા સ્પદ્ધકો થાય છે. માટે પાંચમા મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનમાં હજારથી પણ અધિક સ્પદ્ધકો થાય છે. એટલે પાંચસોની અપેક્ષાએ જે હજારથી અધિક સ્પર્ધકો છે તે સંખ્યાત ભાગ અધિક નથી પણ સંખ્યાતગુણ અધિક છે. અને તે પાંચમા સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનની પહેલાં ચાર વખત બધાં સ્થાનો આવે છે. તેથી હજુ મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો ૪૬ (છેતાળીસ) બાકી હોવા છતાં પાંચમા સ્થાનથી આવતાં બધાં સ્થાનો પૂર્વનાં સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતગુણવૃદ્ધ છે. ઉત્કૃષ્ટ સંખ્યાતરૂપ પાંચમા સ્થાનમાં સાધિક બમણા, દસમા સ્થાનની અંદર સાધિક ત્રણગણા, પંદરમા સ્થાનની અંદર સાધિક ચારગણા અને વીસમા સ્થાનની અંદર સાધિક પાંચગણા થાય છે. અહીં પાંચની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત કલ્પેલ હોઈ આ વીસમા સ્થાનની અંદર સાધિક પાંચગણા સ્પદ્ધકો હોવાથી સંખ્યાતગુણ નથી પણ અસંખ્યાત ગુણ છે. તેથી જ ઉત્કૃષ્ટ સંખ્યાતીવાર મૂળ ઉત્કૃષ્ટ સંખ્યાતા સ્થાનના અંતિમ સ્થાનની પહેલાનાં બધાં સ્થાનો સંખ્યાતગુણવૃદ્ધ સ્પર્ધ્વકવાળાં છે. અને તે પૂર્વના સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોની સંખ્યા પ્રમાણ ઉત્કૃષ્ટ સંખ્યાતવાર આવે છે. તેથી સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોથી સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો સંખ્યાતગુણા છે.
હજી મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો કંડક પ્રમાણ અસત્કલ્પનાએ ૫૦ (પચાસ) કલ્પેલા છે. તેમાંનાં ૩૧ સ્થાનો બાકી છે. વીસમા સ્થાનમાં જ સાધિક પાંચગુણા હોવાથી અસંખ્યાતગુણ થઈ જાય છે. તેથી તે પછીનાં બાકી રહેલ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધિવાળાં ૩૦ (ત્રીસ) સ્થાનોમાં અસંખ્યાતગુણ વૃદ્ધ રૂદ્ધકો હોવાથી મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોમાં જ આ પ્રમાણે સંખ્યાત ભાગ વૃદ્ધ વગેરે ત્રણ પ્રકારની વૃદ્ધિ ઘટી શકે છે. અને ત્યારપછીના અનંતગુણ વૃદ્ધ પ્રથમ સ્થાનની પહેલાના મૂળ સંખ્યાતગુણવૃદ્ધ સ્થાનો અને તેની વચ્ચે આવતા અનંત ભાગવૃદ્ધ વગેરે ત્રણ પ્રકારનાં સ્થાનો તેમજ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળાં મૂળ સ્થાનો અને તેની વચ્ચે આવતા અનંતભાગ વૃદ્ધ વગેરે ચારે પ્રકારનાં સ્થાનો અસંખ્યાત ગુણ વૃદ્ધ જ છે. અને તે બન્ને પ્રકારના તેમજ જે વસમા મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનથી અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પદ્ધકો થયા છે. તે બાકી રહેલ ૩૦ (ત્રીસ) મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધનાં સ્થાનો પણ અસંખ્યાતગુણ વૃદ્ધ પદ્ધકોવાળાં છે.