________________
૧૭૨
પંચસંગ્રહ-૨
માટે જ સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાન કરતાં અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો અસંખ્યાતગુણા છે. અને તેની અપેક્ષાએ પ્રથમ અનંતગુણ વૃદ્ધના સ્થાનથી જસ્થાનની સમાપ્તિ સુધીનાં બધાં સ્થાનો પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ યથાસંભવ એ પ્રકારની વૃદ્ધિવાળા હોવા છતાં અહીં અનંતગુણ વૃદ્ધ સ્પર્ધ્વકવાળાં છે. અને તે પૂર્વનાં સ્થાનો કરતાં અસંખ્યાતવાર આવતા હોવાથી અસંખ્યાતગુણા છે.
અહીં સુધી રસબંધનાં સ્થાનોનું તથા તેના કારણભૂત અધ્યવસાય સ્થાનોનું સ્વરૂપ બતાવ્યું પણ હવે એ રસસ્થાનોને બાંધનારા–બંધકપણે વર્તતા જીવોનો વિચાર કરવાનો છે. તેમાં એક સ્થાન જીવ પ્રમાણ, અંતરસ્થાન, નિરંતરસ્થાન, એકસ્થાનના બંધનું કાલપ્રમાણ, વૃદ્ધિ, યવમધ્ય, સ્પર્શના અને જીવોનું અલ્પબદુત્વ એ આઠ અનુયોગ દ્વારો છે. (૧) એક સ્થાન જીવ પ્રમાણ
સ્થાવર પ્રાયોગ્ય એક એક સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટથી અને જઘન્યથી પણ હંમેશાં અનંતા અને ત્રસપ્રાયોગ્ય એક એક સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા અને જઘન્યથી એક-બે જીવો હોય છે. અને કોઈ કોઈ વાર કેટલાંક સ્થાનોને બાંધનારા ત્રસ જીવો નથી પણ હોતા. (૨) અંતરસ્થાન
સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો થોડાં હોવાથી અને તેને બાંધનારા જીવો અનંત હોવાથી દરેક સ્થાનને બાંધનારા સ્થાવર જીવો સદા અનંતા હોય છે. અર્થાત સ્થાવર પ્રાયોગ્ય કોઈ પણ સ્થાનને કોઈ વખત જીવો ન બાંધે અને ખાલી હોય એવું બનતું જ નથી. જ્યારે ત્રસ પ્રાયોગ્ય સ્થાનો ઘણાં હોવાથી અને ત્રસજીવો થોડા હોવાથી વચ્ચે-વચ્ચે જઘન્યથી એક-બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો શૂન્ય હોય છે. અર્થાત્ કોઈ વાર તેટલાં સ્થાનોને બાંધનારા કોઈ પણ ત્રસ જીવો હોતા નથી. એમ પણ બને છે. (૩) નિરંતરસ્થાન
સ્થાવર પ્રાયોગ્ય બધાં સ્થાનોને બાંધનારા જીવો હંમેશાં હોવાથી અનેક જીવો આશ્રયી બધાં સ્થાનો હંમેશાં બંધાતાં જ હોય છે. અને ત્રસજીવો જઘન્યથી બે અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ ત~ાયોગ્ય અસંખ્યાતા સ્થાનોને અંતર વિના બાંધે છે પણ તેથી વધારે નહિ. (૪) એકસ્થાન કાલપ્રમાણ
સ્થાવર પ્રાયોગ્ય દરેક સ્થાનને જુદા-જુદા જીવો હંમેશાં બાંધતા હોય છે અને ત્રસપ્રાયોગ્ય કોઈ પણ એક સ્થાનને જુદા-જુદા ત્રસજીવો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી સતત બાંધનારા હોય છે. પછી તો તે વિવક્ષિત સ્થાનને બાંધનાર અમુક સમય સુધી કોઈ પણ જીવ હોય જ નહિ. (૫) વૃદ્ધિ પ્રરૂપણા
બહુ અલ્પ કષાયવાળા તેમજ બહુ વધારે કષાયવાળા જીવો તથા સ્વભાવે જ જગતમાં