________________
૧૭૦
પંચસંગ્રહ-૨
સ્થાનો સંખ્યાત ભાગ વૃદ્ધિવાળાં સ્થાનોની અપેક્ષાએ સંખ્યાત ગુણ વૃદ્ધિવાળા ગણાય છે અને ત્યારપછીના મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધનાં જેટલાં સ્થાનો બાકી છે તે અને સંખ્યાત ગુણ વૃદ્ધિવાળાં મૂળ કંડક પ્રમાણ સ્થાનો તથા ત્યારપછીના પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાં જે કંડક પ્રમાણ અસંખ્યાત ગુણ વૃદ્ધિવાળાં સ્થાનો છે તે અને તેની વચ્ચે આવતા અનંત ભાગ વૃદ્ધાદિક પાંચેય પ્રકારનાં સ્થાનો અસંખ્યાત ગુણ વૃદ્ધિવાળાં ગણાય છે અને પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનથી આરંભી ત્યારપછીના પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ જે અનંત ભાગ વૃદ્ધ વગેરે છએ પ્રકારનાં સ્થાનો છે તે બધાએ પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાંના અસંખ્યાત ગુણ - વૃદ્ધિવાળાં સ્થાનોની અપેક્ષાએ અનંતગુણ વૃદ્ધ જ છે.
કોષ્ટકમાં અસત્કલ્પનાએ બતાવેલ જસ્થાનની અંદર કુલ ૧૫૬૨૪ રસસ્થાનો છે. તેમાં ફક્ત પ્રથમનાં ચાર સ્થાનો અનંત ભાગ વૃદ્ધ છે અને પ્રથમના ૧ ના અંકથી ૨ જા અંકની પહેલાનાં કુલ ૨૦ સ્થાનો છે તે બધાં અસંખ્યાત ભાગ અધિક છે અને તેની અપેક્ષાએ પ્રથમના ૨ જા અંકથી પ્રથમના ૩ જા અંકની પહેલાંના જે કુલ ૧૦૦ (સો) સ્થાનો છે તેમાંના કેટલાંક સંખ્યાત ભાગ અધિક, કેટલાંક સંખ્યાત ગુણ અધિક અને છેલ્લાં કેટલાંક અસંખ્યાત ગુણ અધિક સ્પષ્ડકોવાળાં છે. અહીં કંડકની સંખ્યા ૪ ની આપેલી હોવાથી મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોમાં જ સંખ્યાત ભાગ-સંખ્યાત ગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો કઈ રીતે છે તે બરાબર સમજાવી શકાય તેમ ન હોવાથી પછી કંડકની કોઈ નવી સંખ્યા કલ્પી બરાબર સમજાવીશું.
મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધનાં છેલ્લાં કેટલાંક સ્થાનોમાં અસંખ્યાત ગુણ વૃદ્ધ સ્પર્ધકો છે, તેથી પ્રથમના ત્રણ અંકથી બતાવેલ સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનથી આરંભી પ્રથમના અનંતગુણ વૃદ્ધના સ્થાનની પહેલાનાં કુલ ૩૦૦૦ (ત્રણ હજાર) રસસ્થાનો છે. તે બધાએં પણ અસંખ્યાત ગુણ વૃદ્ધ છે અને તે અસંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનોની અપેક્ષાએ પાંચ અંક રૂપ પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનથી આરંભી જસ્થાનમાં આવતાં છેલ્લા બિન્દુ સુધીનાં જે ૧૨૫૦૦ (બાર હજાર, પાંચસો) સ્થાનો છે તે બધાં અનંતગુણ વૃદ્ધ જ છે.
ત્યાં ઉપર બતાવ્યા મુજબ અનંત ભાગ વૃદ્ધનાં સ્થાનો એક કંડક પ્રમાણ જ છે. ત્યારપછીના અને પ્રથમના સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનથી પહેલાના પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ અનંત ભાગ અને સંખ્યાત ભાગ વૃદ્ધ હોવા છતાં બધાં અસંખ્યાત ભાગ વૃદ્ધ જ છે અને તેવાં સ્થાનો કંડક વર્ગ અને કંડક પ્રમાણ હોવાથી પૂર્વનાં સ્થાનોથી અસંખ્યાતગુણ છે અને અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોથી સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો તેમજ સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ છે.
જો કે જસ્થાનની અંદર મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો કંડક પ્રમાણ અસંખ્યાતા છે. તે જ પ્રમાણે મૂળ સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો પણ કંડક પ્રમાણ અસંખ્યાતા છે અને તે દરેકની વચ્ચે અનંત ભાગ વૃદ્ધાદિક સ્થાનો અસંખ્યાતીવાર આવે છે પણ મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધિવાળાં સ્થાનોમાં જ સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો થઈ જાય છે. માટે પૂર્વ-પૂર્વનાં વૃદ્ધિવાળાં સ્થાનોની અપેક્ષાએ સંખ્યાત ભાગ અને સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનો અસંખ્યાતગુણ નથી પણ સંખ્યાતગુણ છે.