________________
બંધનકરણ સારસંગ્રહ
કારણ કે કંડકના છેલ્લા અનંતગુણ વૃદ્ધ સ્થાનની પછી અનંત ભાગ વૃદ્ધાદિક પાંચ પ્રકારનાં સ્થાનો આવે છે અને ત્યાં પ્રથમ ષસ્થાન પૂર્ણ થાય છે. એમ દરેક ષસ્થાનમાં છેલ્લું અનંત ગુણ વૃદ્ધ સ્થાન એ પર્યવસાન છે.
(૧૫) અલ્પબહુત્વ
૧૬૯
આ અલ્પબહુત્વનો વિચાર અનંતરોપનિધા અને પરંપરોપનિધાથી બે પ્રકારે છે. ત્યાં પ્રથમ અનંતરોપનિધાએ-અનંતગુણ વૃદ્ધિવાળાં સ્થાનોથી અસંખ્યાત ગુણ વૃદ્ધિવાળાં સ્થાનો અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે અસત્કલ્પનાએ ષડ્થાનના કોષ્ટકમાં પાંચ અંકથી બતાવ્યા પ્રમાણે અનંતગુણ વૃદ્ધનાં સ્થાનો કંડક પ્રમાણ અર્થાત્ ચાર છે. ત્યારે ચાર અંકથી બતાવેલ અસંખ્ય ગુણ વૃદ્ધ સ્થાનો કુલ વીસ છે અને તે ચારની અપેક્ષાએ કંડક વર્ગ અને કંડક પ્રમાણ-અસંખ્યાત ગુણ છે. એ જ પ્રમાણે અસંખ્ય ગુણ વૃદ્ધ, સંખ્યાત ગુણ વૃદ્ધ, સંખ્યાત ભાગ વૃદ્ધ, અસંખ્યાત ભાગ વૃદ્ધ અને અનંત ભાગ વૃદ્ધ સ્થાનો અનુક્રમે એક-એકથી અસંખ્યાતગુણ છે. સર્વ ઠેકાણે પૂર્વની સંખ્યાને કંડકે ગુણી અને એક કંડક સંખ્યા ઉમેરવાથી જેટલી સંખ્યા થાય તેટલાં છે.
પરંપરોપનિધાએ અલ્પબહુત્વની વિચારણા કરતાં પહેલાં નીચેની હકીકત બરાબર સમજવાની આવશ્યકતા છે. કારણ કે તે બરાબર સમજાય તો જ પરંપરોપનિધાએ બતાવેલ અલ્પબહુત્વ બરાબર સમજી શકાય.
કોઈ પણ ષસ્થાનની અંદર અનંત ભાગ વૃદ્ધ વગેરે જે છ પ્રકારનાં સ્થાનો બતાવેલાં છે, તે પોતપોતાના પૂર્વના તરતના સ્થાનની અપેક્ષાએ છે. પરંતુ આખાય સ્થાનમાં શરૂઆતના અનંત ભાગ વૃદ્ધના કંડકના છેલ્લા સ્થાનની અપેક્ષાએ પછીનાં કોઈ પણ સ્થાનો અનંત ભાગાધિક-સ્પર્શ્વકવાળાં છે જ નહિ. એ જ પ્રમાણે પ્રથમ અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનથી આરંભી પ્રથમ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનની પહેલાના બધા અસંખ્યાત ભાગ વૃદ્ધનાં સ્થાનો અને પૂર્વપૂર્વના સ્થાનની અપેક્ષાએ વચ્ચે વારંવાર કંડક પ્રમાણ જે અનંત ભાગ વૃદ્ધ સ્થાનો આવે છે. તે બધાયે અસંખ્યાત ભાગ વૃદ્ધ જ ગણાય છે. એ જ પ્રમાણે પ્રથમ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોથી ષસ્થાનના અંતિમ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ છએ પ્રકારની વૃદ્ધિવાળાં સ્થાનો હોવા છતાં પ્રથમ સંખ્યાત ભાગ વૃદ્ધની પહેલાંના અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોની અપેક્ષાએ કોઈ પણ સ્થાન અનંત ભાગ વૃદ્ધ અને અસંખ્યાત ભાગ વૃદ્ધ છે જ નહિ પરંતુ શેષ સંખ્યાત ભાગ વૃદ્ધ વગેરે ચાર પ્રકારનાં સ્થાનો છે.
છેલ્લા અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનની પછીના પહેલા સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનથી આરંભી પ્રથમના સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનની પહેલાના જે કંડક પ્રમાણ મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો છે તે, અને તેની વચ્ચે આવતા પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ અનંત ભાગ વૃદ્ધ અને અસંખ્યાત ભાગ વૃદ્ધનાં જે સ્થાનો છે તે બધા સંખ્યાત ભાગ વૃદ્ધ નથી પરંતુ એ કંડક પ્રમાણ મૂળ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનોમાંના ઉત્કૃષ્ટ સંખ્યાત સુધીના અંતિમ સ્થાનની પહેલાનાં બધાં સ્થાનો સંખ્યાત ભાગ વૃદ્ધ ગણાય છે અને ત્યારપછી ઉત્કૃષ્ટ સંખ્યાત વાર ઉત્કૃષ્ટ સંખ્યા પ્રમાણ મૂળ સંખ્યાત ભાગ સ્થાનો આવે. તેના અંતિમ સ્થાનની પહેલાના ત્રણે પ્રકારની વૃદ્ધિવાળાં
પંચ૦૨-૨૨