________________
૧૬૬
પંચસંગ્રહ-૨
સંખ્યા હોય તેટલી વખત સંખ્યાત ગુણ વૃદ્ધના કંડકો આવે, માટે કંડકને કંડક વડે ગુણતાં એક કંડક વર્ગ થાય અને અસંખ્યાત ગુણ વૃદ્ધ કંડકની ઉપર પણ અનંતગુણ વૃદ્ધ સ્થાનની પહેલાં એક કંડક પ્રમાણ સંખ્યાત ગુણ વૃદ્ધનાં સ્થાનો હોય છે માટે એકાંતરિત માર્ગણામાં સર્વત્ર સ્થાનો કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ હોય છે.
અનંતગુણ વૃદ્ધની પહેલાં સંખ્યાત ભાગ વૃદ્ધનાં સ્થાનો એક કંડક ઘન, બે કંડક વર્ગ અને એક કંડક હોય છે. અહીં સમજવા માટે અસત્કલ્પનાએ ચારની સંખ્યાને કંડક જણાવેલ છે. તેથી પ્રથમ અનંતગુણ વૃદ્ધના સ્થાનની નીચે સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો અસત્કલ્પનાએ ૧૦૦ આવે છે, ત્યાં એક કંડકઘન એટલે ચોસઠ, કંડકવર્ગની સંખ્યા સોળ હોવાથી બે કંડક વર્ગ એટલે બત્રીસ અને એક કંડક એટલે ચાર. એમ કુલ્લે ૧૦૦ સ્થાનો થાય છે. એમ અસંખ્યાત ગુણ વૃદ્ધની નીચે અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો અને સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનોની નીચે અનંત ભાગ વૃદ્ધ સ્થાનો પણ એક કંડકઘન, બે કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ આવે છે. આ યંતરિત માર્ગણા છે.
જે સંખ્યા હોય તેને તે જ સંખ્યા વડે ગુણતાં જે આવે તે તેનો (મૂળ સંખ્યાનો) વર્ગ કહેવાય. દા. ત. ૪નો વર્ગ ૧૬. વર્ગને પોતાની મૂળ સંખ્યા વડે ગુણતાં મૂળ સંખ્યાનો ઘન થાય છે. જેમ ૪ ના વર્ગ ૧૬ ને તેની મૂળ સંખ્યા ૪ સાથે ગુણતાં ૬૪ થાય, તે ચારનો ઘન કહેવાય. તે ઘનને તેની મૂળ સંખ્યા સાથે ગુણતાં વર્ગ-વર્ગ થાય છે. જેમ ચારનો ઘન ચોસઠ. તેને મૂળ સંખ્યા ચાર સાથે ગુણતાં ૨૫૬ થાય, તે ચારનો એટલે અસત્કલ્પનાએ કંડકનો વર્ણવર્ગ કહેવાય.
પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનની નીચે અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો એક કંડક વર્ગવર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ હોય છે. અસત્કલ્પનાએ અનંતગુણ વૃદ્ધ સ્થાનના પહેલા સ્થાનની નીચે અસંખ્યાત ભાગ વૃદ્ધનાં કુલ ૫૦૦ સ્થાનો છે, ત્યાં ઉપર બતાવ્યા મુજબ એક કંડક વર્ગવર્ગ એટલે ૨૫૬, ત્રણ કંડકઘન એટલે ૧૯૨, ત્રણ કંડકવર્ગ એટલે ૪૮ અને એક કંડક એટલે ૪ ૫૦૦ થાય છે. એ જ પ્રમાણે અસંખ્ય ગુણ વૃદ્ધના પહેલા સ્થાનની નીચે અનંત ભાગ વૃદ્ધનાં સ્થાનો પણ એટલાં જ હોય છે. આ સંરિત માર્ગણા છે.
અનંતગુણ વૃદ્ધના પ્રથમ સ્થાનની પહેલાના અસંખ્ય ગુણવૃદ્ધ, સંખ્યાત ગુણ વૃદ્ધ, સંખ્યાત ભાગ વૃદ્ધ અને અસંખ્યાત ભાગ વૃદ્ધ એ ચાર પ્રકારનાં સ્થાનોની નીચે અને વચ્ચે કુલ અનંત ભાગ વૃદ્ધ સ્થાનો આઠ કંડક વર્ગ વર્ગ, છ કંડક ઘન, ચાર કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ છે. કારણ કે એક એક અસંખ્ય ગુણ વૃદ્ધ સ્થાનની પહેલા કુલ અનંત ભાગ વૃદ્ધ સ્થાનો એક કંડક વર્ગવર્ગ, ત્રણ કંડક ઘન, ત્રણ કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ છે અને અસંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનો કંડક પ્રમાણ હોવાથી પૂર્વની સંખ્યાને કંડકે ગુણવી. અર્થાત્ કંડક વર્ગવર્ગને ચાર સંખ્યાત્મક કંડકે ગુણતાં ચાર કંડક વર્ગવર્ગ, ત્રણ કંડક ઘનને કંડકે ગુણતાં ત્રણ કંડક વર્ગવર્ગ થાય, તે પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ સાત કંડક વર્ગવ થાય, ત્રણ કંડક વર્ગને કંડકે ગુણતાં ત્રણ કંડક ઘન થાય અને એક કંડકને કંડકે ગુણતાં એક કંડક વર્ગ થાય, વળી અસંખ્ય ગુણ વૃદ્ધના કંડકના ચરિમ સ્થાન પછી તથા અનંતગુણ વૃદ્ધના પ્રથમ સ્થાનની પહેલાં એક કંડક વર્ગવર્ગ, ત્રણ કંડક ઘન, ત્રણ કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ ફરીથી અનંત ભાગ વૃદ્ધ સ્થાનો