________________
બંધનકરણ સારસંગ્રહ
૧૬૫
જે સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક સમજવી અને જ્યાં અનંત ગુણાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ વડે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક જાણવી.
અહીં પ્રશ્ન થાય કે પ્રથમના જસ્થાનમાં પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનની પહેલાનાં બધાં સ્થાનોમાં સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સ્પદ્ધકો હોતા જ નથી. કારણ કે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ પદ્ધકોનું પ્રથમ સ્થાન થાય છે અને ત્યારબાદ પણ અસંખ્યાતગુણ વૃદ્ધના કંડક સુધી ક્યાંય પણ અનંત સ્પર્ધકો વધતા ન હોવાથી સર્વત્ર અભવ્યથી અનંતગુણા પદ્ધકો હોય છે અને આ સંખ્યાથી સર્વ જીવરાશિની અનંત સંખ્યા ઘણી જ મોટી છે, તેથી અભવ્યથી અનંતગુણ એવી પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સંખ્યાથી ભાગી શકાય જ નહિ. તો અનંતભાગ વૃદ્ધ સ્થાનો કેવી રીતે ઘટી શકે ?
તેના ઉત્તરમાં સમજવું કે પ્રથમના જસ્થાનમાં રહેલ પ્રથમ અનંતગુણ વૃદ્ધવાળા સ્થાનની પહેલાંનાં કોઈ પણ સ્થાનોમાં રહેલ સ્પર્હકોને સર્વ જીવરાશિથી ભાગી શકાય નહીં એ વાત સાચી છે, પરંતુ આવા સ્થાનો બહુ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી અને આ જ પ્રથમ ષસ્થાનના પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાન પછીનાં બધાં સ્થાનોમાં અને બીજાં વગેરે બધાં ષસ્થાનોના કોઈ પણ સ્થાનના સ્પદ્ધકોને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. તે જ પ્રમાણે સંયમશ્રેણિ, શ્રુતકેવલી વગેરેના સ્વરૂપમાં અનેક ઠેકાણે પસ્થાનો સંભવે છે, ત્યાં સર્વત્ર ઘણી મોટી સંખ્યા હોવાથી પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. માટે કોઈ દોષ નથી. (૯) અધસ્તનસ્થાન
ઉપર ઉપરનાં કોઈ પણ વૃદ્ધિવાળાં સ્થાનોની નીચે પૂર્વ-પૂર્વની વૃદ્ધિવાળાં સ્થાનો કેટલાં છે? એમ વિચારવું તે અધસ્તનસ્થાન પ્રરૂપણા કહેવાય છે. તેના અનંતર અને પરંપર એમ બે પ્રકાર છે. ત્યાં કોઈ પણ એક વૃદ્ધિવાળાં સ્થાનોની પહેલાની તરતની વૃદ્ધિવાળાં સ્થાનો કેટલાં હોય? એમ અંતર વિના નીચેનાં સ્થાનોનો વિચાર કરવો તે અનંતર અધસ્તનસ્થાન પ્રરૂપણા છે, જેમ પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનની પહેલા અસંખ્ય ગુણ વૃદ્ધનાં સ્થાનો એક કંડક પ્રમાણ છે. એ જ પ્રમાણે પ્રથમ અસંખ્ય ગુણ વૃદ્ધ સ્થાનની પહેલા સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનો પણ કંડક પ્રમાણ છે. એમ પ્રથમ સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનની પૂર્વે સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો, પ્રથમ સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનની પહેલા અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનો તેમજ પ્રથમ અસંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાનની પૂર્વ અનંત ભાગ વૃદ્ધ સ્થાનો પણ એક એક કંડક પ્રમાણ હોય છે.
ઉપર-ઉપરનાં વૃદ્ધિવાળાં સ્થાનોની અપેક્ષાએ વચ્ચે એક-બે-ત્રણ અને ચાર પ્રકારની વૃદ્ધિવાળાં સ્થાનો છોડી તેની નીચેનાં સ્થાનો કેટલો છે એનો વિચાર કરવો તે પરંપરોપનિધા, તેના એકાંતરિત, જયંતરિત, વ્યંતરિત અને ચતુરંતરિત એમ ચાર પ્રકાર છે. ત્યાં પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળાં સ્થાનોની નીચે સંખ્યાત ગુણ વૃદ્ધનાં સ્થાનો એક કંડક વર્ગ અને એક કંડક જેટલાં છે. તે આ પ્રમાણે–અસંખ્યાતા ગુણ વૃદ્ધના એક એક સ્થાનની નીચે સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનો એકએક કંડક પ્રમાણ છે અને અસંખ્યાત ગુણ વૃદ્ધનાં સ્થાનો કંડક પ્રમાણ છે. એટલે કંડકમાં જેટલી