________________
બંધનકરણ સારસંગ્રહ
૧૬૭
હોય છે. તે પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ આઠ કંડક વર્ગવર્ગ, છ કંડક ઘન, ચાર કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ થાય છે. આ ચતુરંતરિત માર્ગણા છે. (૧૦) વૃદ્ધિ
અધ્યવસાય દ્વારમાં બતાવ્યા પ્રમાણે કોઈ પણ એક કાષાયિક અધ્યવસાયથી એક રસસ્થાન બંધાય છે. એટલે કાષાયિક વેશ્યા મિશ્રિત અધ્યવસાય કારણ છે અને રસબંધસ્થાન તેનું કાર્ય છે. તેમજ કાષાયિક અધ્યવસાયોની તરતમતા ઉપર રસબંધની તરતમતાનો આધાર છે. કોઈ પણ જીવને કાષાયિક અધ્યવસાયો હંમેશ માટે સમાન હોતા નથી. પરંતુ અનંત ભાગ અધિક વગેરે છ પ્રકારની વૃદ્ધિવાળા અને અનંતભાગહીન વગેરે છ પ્રકારની હાનિવાળા હોય છે. તેથી તે અધ્યવસાયો દ્વારા બંધાતાં રસમાં પણ છ પ્રકારની વૃદ્ધિ અને છ પ્રકારની હાનિ સંભવે છે. - નિરંતર કોઈ પણ આત્મા અનંત ભાગ અધિક અધિક વૃદ્ધિએ રસ બાંધે તો ઉત્કૃષ્ટથી કેટલો કાળ બાંધે ? તેમજ નિરંતર અનંતભાગીન-હીન રસ બાંધે તો પણ ઉત્કૃષ્ટથી કેટલો કાળ બાંધે ? એ જ પ્રમાણે શેષ પાંચ પ્રકારની વૃદ્ધિએ અથવા હાનિએ જો નિરંતર રસ બાંધે તો ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી બાંધે? તેનો અહીં વિચાર કરવામાં આવે છે.
ત્યાં કોઈ પણ જીવ અનંતગુણ વૃદ્ધ અથવા અનંતગુણહીન રસબંધ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ અને શેષ અનંત ભાગ વૃદ્ધાદિક પાંચ પ્રકારે વૃદ્ધ અને અનંત ભાગ હીનાદિક પાંચ પ્રકારે હીન રસબંધ પણ નિરંતર ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના કાળ પ્રમાણ કરે છે. ત્યારબાદ અવશ્ય અન્ય પ્રકારે વૃદ્ધ અથવા હીન રસબંધ કરે છે, જઘન્યથી દરેક વૃદ્ધિહાનિનો કાળ એક સમય પ્રમાણે છે. (૧૧) અવસ્થાનકાળ
ઉપર બતાવેલ કોઈ પણ પ્રકારનો અધિક કે ઓછો રસબંધ ન કરે તો એકસરખો રસબંધ કેટલો કાળ કરે ? તે અહીં વિચારવાનું છે. ત્યાં સર્વ જઘન્ય રસસ્થાનથી પાવતુ શરૂઆતના અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોમાંનો કોઈ પણ એક અધ્યવસાય ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી રહી શકે છે. એ જ પ્રમાણે ત્યારપછીના અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો પાંચ સમય, ત્યારપછીના તેટલા જ અધ્યવસાયો છ સમય, ત્યારપછીના તેટલા જ સાત સમય, ત્યારપછીના તેટલા જ આઠ સમય સુધી અને ત્યારપછી ઉપર ઉપરના તેટલા તેટલા અધ્યવસાયો અનુક્રમે સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે સમય કાળ સુધી વધુમાં વધુ ટકી શકે છે. ત્યારબાદ અધ્યવસાય અને રસબંધ પણ નક્કી બદલાઈ જાય છે. જઘન્યથી દરેક અધ્યવસાય એક સમય રહે છે. (૧૨) યેવમધ્ય
જેમ યવનો મધ્ય ભાગ જાડો અને બે બાજુ પાતળો હોય છે તેમ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાયો અથવા રસસ્થાનોની એક લાઈન કરીએ તો તેમાં વચલા અધ્યવસાયો અને રસસ્થાનો કાળની અપેક્ષાએ આઠ સમયવાળા હોવાથી જાડો અને બન્ને બાજુના ક્રમશઃ હીન