________________
બંધનકરણ સારસંગ્રહ
૧૫૭
પુદ્ગલોના સર્વ સ્નેહ સમુદાયનો વિચાર તે શરીરસ્થાન કહેવાય છે. (૬) વર્ગણા પુદ્ગલગત સકલ સ્નેહાવિભાગ સમુદાય
વર્ગણામાં રહેલ બધા પરમાણુઓના સ્નેહાવિભાગો કેટલા થાય તે વિચાર. પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં સ્નેહવિભાગો સર્વથી અલ્પ છે. તે થકી બીજા સ્થાનના પ્રથમ પદ્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ છે. એ પ્રમાણે ત્રીજા-ચોથા-પાંચમા યાવત અંતિમ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના શરીર સ્થાનના પહેલા-પહેલા સ્પદ્ધકની પહેલી-પહેલી વર્ગણાના સ્નેહાવિભાગથી પછી-પછીના સ્થાનના પ્રથમ-પ્રથમ સ્પર્ધ્વકની પહેલી-પહેલી વર્ગણામાં અનંતગુણ હોય છે. (૭) કંડક
પ્રથમ શરીર સ્થાનમાં જેટલા સ્પદ્ધકો છે તેનાથી અનંત ભાગ અધિક સ્પદ્ધકોવાળું બીજું સ્થાન હોય છે અને બીજા સ્થાનમાં જેટલા સ્પદ્ધકો હોય છે તેનાથી પણ અનંત ભાગ અધિક સ્પદ્ધકોવાળું ત્રીજું સ્થાન હોય છે. એમ પૂર્વ-પૂર્વ સ્થાનના સ્પદ્ધકોની અપેક્ષાએ અનંત ભાગ અધિક-અધિક સ્પષ્ડકોવાળા નિરંતર અસંખ્ય શરીર સ્થાન થાય છે. તેથી અનંત ભાગ વૃદ્ધ કંડક કહેવાય છે. અંગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશોની જે અસંખ્યાતી સંખ્યા છે તે સંખ્યાને કંડક કહે છે. (૮) ષસ્થાન
ઉપર બતાવેલ અનંત ભાગ વૃદ્ધના કંડક પછી અસંખ્યાત ભાગ વૃદ્ધનું એક સ્થાન આવે છે. અર્થાત અનંત ભાગ વૃદ્ધ સ્થાનોના કંડકના છેલ્લા સ્થાનમાં જેટલા પદ્ધકો છે તેનાથી અસંખ્ય ભાગાધિક રૂદ્ધકોનું એક સ્થાન આવે છે. ત્યારબાદ પુનઃ અનંત ભાગ વૃદ્ધ સ્થાનોનું એક કંડક પછી અસંખ્યાત ભાગ વૃદ્ધનું એક સ્થાન એમ વારંવાર કંડક પ્રમાણ અનંત ભાગ વૃદ્ધ સ્થાનો
અને એક એક સ્થાન અસંખ્યાત ભાગ વૃદ્ધ ત્યાં સુધી હોય છે કે યાવત્ વચ્ચે વચ્ચે આવેલ - “અસંખ્યાત ભાગ વૃદ્ધનાં સ્થાનો પણ એક કંડક જેટલાં થાય. ત્યારબાદ પુનઃ કંડક પ્રમાણ અનંત ભાગ વૃદ્ધનાં સ્થાનો આવે અને પછી સંખ્યાત ભાગ વૃદ્ધનું એક સ્થાન આવે, અર્થાત છેલ્લા અનંત ભાગ વૃદ્ધ કંડકના છેલ્લા સ્થાનમાં જેટલા પદ્ધકો છે તેનાથી સંખ્યાત ભાગ અધિક સ્પર્ધ્વકો આ સ્થાનમાં હોય છે. તેથી આ સંખ્યાત ભાગ વૃદ્ધસ્થાન કહેવાય છે. તે પછી મૂળથી જેટલાં
નો પ્રથમ આવ્યો છે તેટાં બક્ષે અસ્ત બે વૃદ્ધ કરે અને વચ્ચે વચ્ચે સેe R વૃદ્ધનાં સ્થાનો ફરીથી આવે અને પછી બીજું સંખ્યાત ભાગ વૃદ્ધનું સ્થાન આવે. ત્યારબાદ ફરીથી પહેલા અને બીજા સંખ્યાત ભાગ વૃદ્ધનાં સ્થાનોની વચ્ચે જેટલા અને જે રીતે અનંત ભાગ વૃદ્ધ કંડકો અને અસંખ્યાત વૃદ્ધનાં સ્થાનો આવ્યાં હતાં તેટલાં બધાં જ આવે, ત્યારબાદ ત્રીજું સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાન આવે. એ પ્રમાણે સંખ્યાત ભાગ વૃદ્ધનાં સ્થાનો પણ વારંવાર ત્યાં સુધી આવે કે તે પણ એક કંડક પ્રમાણ થાય.
ત્યારપછી મૂળથી લઈને જેટલાં સ્થાનો પ્રથમ સંખ્યાત ભાગની પહેલાં આવી ગયાં તેટલાં - બધાં સ્થાનો ફરીથી આવે અને ફરીથી સંખ્યાત ભાગ વૃદ્ધ સ્થાન આવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય