________________
૧૫૬
વર્ગણાઓમાં પુદ્ગલો ઓછાં ઓછાં હોય છે. (૩) સ્પર્ધક
પંચસંગ્રહ-૨
ઉપર જણાવેલ અભવ્યથી અનંત ગુણ વર્ગણાઓનો સમુદાય તે એક સ્પર્ધ્વક કહેવાય છે. પ્રથમ સ્પર્ધ્વકની અંતિમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગની અપેક્ષાએ એક-બે, સંખ્યાત-અસંખ્યાત યાવત્ અનંત ગુણ અધિક સ્નેહાણુવાળા પરમાણુઓ મળતા જ નથી. પરંતુ સર્વ જીવ રાશિથી અનંત ગુણ અધિક સ્નેહાવિભાગવાળા પરમાણુઓ મળે છે. તેવા સરખે સરખા સ્નેહાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂપ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા થાય છે. ત્યારબાદ એક-એક સ્નેહાવિભાગની વૃદ્ધિવાળી ઉત્તરોત્તર અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓ થાય ત્યારે બીજું સ્પર્દ્રક પૂર્ણ થાય છે. પછી પુનઃ સર્વ જીવ રાશિથી અનંત ગુણ અંતર પડે છે. પછી પૂર્વની જેમ અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધક થાય છે. એમ સ્પÁકો પણ અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ જેટલા થાય છે. . (૪) અંતર
કોઈ પણ સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાથી તેના પછીના સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં સર્વ જીવ રાશિથી અનંત ગુણ સ્નેહાવિભાગનું અંતર હોય છે અને આવાં અંતરો જેટલા સ્પર્ધ્વકો હોય તેનાથી એક ઓછા હોય છે. જેમ ચાર આંગળીના આંતરા ત્રણ હોય છે તેમ અભવ્યથી અનંત ગુણ સ્પર્ધ્વકોમાં એક ન્યૂન અભવ્યથી અનંતગુણ આંતરાઓ હોય છે.
કોઈ પણ એક સ્પર્ધકની વર્ગણાઓમાં ઉત્તરોત્તર એક એક સ્નેહાવિભાગ અને કોઈ પણ સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી તેની પછીના સ્પર્ધકની પહેલી વર્ગણામાં સર્વ જીવ રાશિથી અનંત ગુણ સ્નેહાવિભાગ અધિક હોય છે. તેથી સ્નેહાવિભાગની અપેક્ષાએ વર્ગણાઓમાં અંતર વિના બે પ્રકારની વૃદ્ધિ સંભવે છે અને પરંપરોપનિધાએ એક સ્પર્ધ્વક ગત પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગની અપેક્ષાએ કેટલીક વર્ગણાઓમાં અનંત ભાગ અધિક, કેટલીકમાં અસંખ્યાત ભાગ અધિક અને તે જ સ્પર્ધકની છેલ્લી કેટલીક વર્ગણાઓમાં સંખ્યાત ભાગ અધિક—એમ ત્રણ પ્રકારની વૃદ્ધિ સંભવે છે.
પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાથી અપેક્ષાએ બીજા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં બમણા, ત્રીજા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં ત્રણ ગુણા, એમ હજારમા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં હજાર ગુણા, લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં લાખ ગુણા, એ પ્રમાણે અસંખ્યાતમા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં અસંખ્યાત ગુણ અને અનંતમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે. તેથી પ્રથમ સ્પર્ધકની કોઈ પણ વર્ગણાના સ્નેહાવિભાગોથી સંખ્યાત સ્પર્ધકો સુધીની કોઈ પણ વર્ગણામાં સંખ્યાતગુણ, અસંખ્યાત સ્પÁકો સુધીની વર્ગણાઓમાં અસંખ્યાત ગુણ અને અનંત સ્પÁકો સુધીની વર્ગણાઓમાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે.
(૫) સ્થાન
ઉપર બતાવ્યા પ્રમાણે અભવ્યથી અનંતગુણ સ્પર્ધકોનું પ્રથમ સર્વ જઘન્ય એક શરીર સ્થાન થાય છે. ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદયથી એક જીવે એક સમયે ગ્રહણ કરેલ સર્વ