________________
૧૫૮
પંચસંગ્રહ-૨
ત્યારે તે સ્થાન ન આવતાં તેની જગ્યાએ સંખ્યાત ગુણ વૃદ્ધ પદ્ધકોવાળું સ્થાન આવે છે. ત્યારપછી મૂળથી અનંત ભાગ વૃદ્ધ, અસંખ્યાત ભાગ વૃદ્ધ અને સંખ્યાત ભાગ વૃદ્ધનાં જે સ્થાનો આવેલાં છે તે બધાં પુનઃ આવે અને પછી બીજું સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાન આવે એમ પહેલા અને બીજા સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનની વચ્ચે આવેલા અનંત ભાગાધિક ત્રણે પ્રકારનાં બધાં સ્થાનો ફરીથી આવે ત્યારે સંખ્યાત ગુણ વૃદ્ધનું ત્રીજું સ્થાન આવે.
એમ વારંવાર વચ્ચે વચ્ચે ત્રણ-ત્રણ પ્રકારનાં સ્થાનો અને એક એક સંખ્યાત ગુણ વૃદ્ધનું સ્થાન ત્યાં સુધી આવે કે યાવત્ સંખ્યાત ગુણ વૃદ્ધનાં સ્થાનો પણ એક કંડક પ્રમાણ થાય. ત્યારબાદ પ્રથમના ક્રમ મુજબ પુનઃ ત્રણ પ્રકારનાં બધાં સ્થાનો આવી જાય અને સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનનો પ્રસંગ આવે ત્યારે સંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાન આવતું નથી પણ તેના બદલે પૂર્વના અંતિમ સ્થાનમાં રહેલ રૂદ્ધકોની અપેક્ષાએ અસંખ્યાત ગુણ અધિક સ્પર્ધ્વકોવાળું એક સ્થાન આવે છે. ત્યારબાદ શરૂઆતથી લઈને અહીં સુધીમાં જેટલાં સ્થાનો આવેલાં છે તે બધાં સ્થાનો ફરીથી આવે અને પછી અસંખ્યાત ગુણ વૃદ્ધનું બીજું સ્થાન આવે એ પ્રમાણે પહેલા અને બીજા " અસંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનની વચમાં જે અનંત ભાગ વૃદ્ધ વગેરે ચાર પ્રકારનાં સ્થાનો આવે છે તેટલાં સ્થાનો આવે. પછી ત્રીજી વાર એક અસંખ્યાત ગુણ વૃદ્ધનું સ્થાન આવે.
એમ એક એક અસંખ્યાત ગુણ વૃદ્ધનું સ્થાન અને તેની વચમાં અનંત ભાગાધિક ચારે પ્રકારનાં સ્થાનો ત્યાં સુધી આવે કે યાવત્ અસંખ્યાત ગુણ વૃદ્ધનાં સ્થાનો પણ એક કંડક પ્રમાણ થાય. ત્યારબાદ ફરીથી અનંત ભાગ વૃદ્ધ વગેરે ચારે પ્રકારનાં સ્થાનો આવે અને પછી ફરીથી અસંખ્યાત ગુણ વૃદ્ધ સ્થાનનો પ્રસંગ આવે ત્યારે તેના બદલે અનંત ગુણ વૃદ્ધનું એક સ્થાન આવે છે. ત્યારપછી શરૂઆતથી લઈને અનંત ભાગ વૃદ્ધાદિ પાંચ પ્રકારનાં જેટલાં સ્થાનો આવે છે તે ફરીથી આવે. પછી બીજું અનંત ગુણ વૃદ્ધનું એક સ્થાન આવે. પછી પુનઃ તેટલાં પાંચેય પ્રકારનાં સ્થાનો આવે. ત્યારબાદ ત્રીજું અનંત ગુણ વૃદ્ધનું સ્થાન આવે. એ પ્રમાણે અનંત ગુણ વૃદ્ધનાં સ્થાનો પણ એક કંડક જેટલાં થઈ જાય છે. ત્યારબાદ અનંત ગુણ વૃદ્ધ વગેરે પાંચેય પ્રકારનાં સ્થાનો ફરીથી આવે. પણ ત્યારબાદ અનંત ગુણ વૃદ્ધનું સ્થાન આવતું નથી. કારણ કે ત્યાં આ પ્રથમ જસ્થાનની સમાપ્તિ થાય છે.
ત્યારપછી પ્રથમ પસ્થાનના છેલ્લા સ્થાનના છેલ્લા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાના સ્નેહાવિભાગથી પણ અનંત ભાગ અધિક સ્નેહાવિભાગવાળી બીજા સ્થાનના પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાની શરૂઆત થાય છે અને એ જ રીતે પૂર્વની જેમ બીજું-ત્રીજું થાવત્ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષસ્થાનો થાય છે. તેનો વિશેષ ખ્યાલ ભાષાંતરમાં આપેલ યંત્ર ઉપરથી સમજી શકાશે.
પ્રયોગપ્રત્યય સ્પર્ધ્વક આ સ્પર્ધકમાં પણ નામપ્રત્યય સ્પર્ધકમાં બતાવ્યા પ્રમાણે અવિભાગાદિ આઠેય અનુયોગ વારોનો વિચાર છે. હવે ત્રણ પ્રકારના સ્પદ્ધકોનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે. સ્નેહપ્રત્યય સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં નેહાવિભાગો સર્વથી અલ્પ છે તે થકી તે જ રૂદ્ધકોની છેલ્લી