________________
બંધનકરણ સારસંગ્રહ
છેલ્લી વર્ગણાઓમાં અનંત ગુણહીન પુદ્ગલો હોવાથી પાંચેય પ્રકારની હાનિ સંભવે છે.
સંખ્યાત ભાગહીન પુદ્ગલોવાળી જે અનંતી વર્ગણાઓ છે. તેમાંની પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો તેના પૂર્વની છેલ્લી વર્ગણામાં રહેલ પુદ્ગલોથી સંખ્યાત ભાગહીન હોય છે. તેથી અસંખ્યાત ભાગહીન-હાનિ સંભવતી નથી. તેથી પ્રથમ સંખ્યાત ભાગ હાનિવાળી વર્ગણાનાં પુદ્ગલોની અપેક્ષાએ પછીની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાત ભાગહીન, કેટલીકમાં સંખ્યાત ગુણહીન, કેટલીકમાં અસંખ્યાત ગુણહીન અને કેટલીક વર્ગણાઓમાં અનંત ગુણહીન પુદ્ગલો હોવાથી છેલ્લી ચાર હાનિઓ સંભવે છે.
૧૫૫
એ જ પ્રમાણે છેલ્લી સંખ્યાત ભાગહીન વર્ગણામાં રહેલ પુદ્ગલોની અપેક્ષાએ સંખ્યાત ગુણહીન પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો સંખ્યાત ગુણહીન થાય છે માટે અસંખ્યાત ભાગ અને સંખ્યાત ભાગહીન વિના શેષ ત્રણ હાનિઓ સંખ્યાત ગુણહીન જે અનંતી વર્ગણાઓ છે તેમાં સંભવે છે. ત્યાં સંખ્યાત ગુણહીન પ્રથમ વર્ગણામાં રહેલ પુદ્ગલોની અપેક્ષાએ શરૂઆતની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાત ગુણહીન પછીની કેટલીકમાં અસંખ્યાત ગુણહીન અને પછીની છેલ્લી અનંતી વર્ગણાઓમાં અનંત ગુણહીન પુદ્ગલો સંભવે છે.
એ જ રીતે અસંખ્યાત ગુણહીન પુદ્ગલોવાળી અનંતી વર્ગણાઓમાં અસંખ્યાત ગુણહીન પુદ્ગલોવાળી પ્રથમ વર્ગણાનાં પુદ્ગલોની અપેક્ષાએ શરૂઆતની કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાત ગુણહીન અને છેલ્લી અનંતી વર્ગણાઓમાં અનંત ગુણહીન એ બે જ હાનિઓ સંભવે છે. પણ શેષ ત્રણ હાનિ સંભવતી નથી. તેમજ અનંત ગુણહીન અનંતી વર્ગણાઓમાં અનંત ગુણહીન એક જ હાનિ સંભવે છે.
નામપ્રત્યય સ્પર્ધ્વક
અહીં અવિભાગ, વર્ગણા, સ્પર્શ્વક, અંતર, સ્થાન, વર્ગણા પુદ્ગલ ગત સકલ સ્નેહાવિભાગ, કંડક અને ષડ્થાનપ્રરૂપણા આ આઠ અનુયોગ દ્વારો છે.
વ્યાખ્યાન કરવાની વિશિષ્ટ પદ્ધતિને અનુયોગ દ્વાર કહેવામાં આવે છે. (૧) અવિભાગ
ત્યાં એક સ્નેહાવિભાગથી માંડી અનંતાનંત સ્નેહાવિભાગવાળા પુદ્ગલો શ૨ી૨ બંધન નામકર્મને યોગ્ય થતાં નથી. પરંતુ જે પુદ્ગલ પરમાણુઓમાં ઓછામાં ઓછા પણ સર્વ જીવોથી અનંતગુણ સ્નેહાવિભાગ હોય તે જ પુદ્ગલો શરીર નામકર્મને યોગ્ય બને છે. (૨) વર્ગણા
સર્વ જીવરાશિથી અનંત ગુણ અવિભાગ દરેક વર્ગણામાં હોવા છતાં અન્ય સર્વ પરમાણુઓ થકી ઓછા અને સમાન સ્નેહાવિભાગવાળા પરમાણુઓનો જે સમુદાય તે પ્રથમ વર્ગણા, તેથી એક સ્નેહાવિભાગ અધિક પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા. એમ પૂર્વ-પૂર્વ વર્ગણાથી એક એક સ્નેહાવિભાગ અધિકવાળા પરમાણુઓના સમુદાય રૂપ અભવ્યથી અનંત ગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય છે. પૂર્વ-પૂર્વની વર્ગણાથી પછી પછીની