________________
બંધનકરણ સારસંગ્રહ
૧૫૩
બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે અને તે વર્ગણાઓ ગુરુ લઘુ અને બાદર પરિણામી કહેવાય છે અને આહારક અગ્રહણથી કાર્મણ ગ્રહણ સુધીની વર્ગણાઓમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને છેલ્લા ચાર સ્પર્શ હોય છે. કેટલાક આચાર્યોના મતે ગુરુલઘુ એ બે સ્પર્શ અવસ્થિત અને છેલ્લા ચાર સ્પર્શમાંથી અવિરોધી એવા કોઈ પણ બે, એમ કુલ ચાર સ્પર્શ હોય છે.
પરમાણુઓ પરસ્પર જોડાવાથી સ્કંધો બને છે. તેથી સ્કંધો બનવા માટે પરમાણુઓમાં કોઈ પણ પ્રકારની સ્નિગ્ધતા અથવા રુક્ષતા હોવી જોઈએ. ‘તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું છે કે સ્નિગ્ધતા અને રુક્ષતાથી પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે. જો કે આ ગ્રંથમાં તેમજ કર્મ પ્રકૃતિમાં રુક્ષતાની વાત કરી નથી. પરંતુ માત્ર સ્નિગ્ધતાની જ વાત કરી છે અને તેનું સ્વરૂપ સ્નેહપ્રત્યય સ્પર્ધ્વક વગેરેથી ત્રણ પ્રકારે બતાવેલ છે. પરંતુ રુક્ષતાનું સ્વરૂપ બતાવવામાં આવેલ નથી. છતાં સ્નેહના ઉપલક્ષણથી રુક્ષતાનું પણ ગ્રહણ કરેલ હોય તેમ લાગે છે, અથવા પુદ્ગલોના પરસ્પર સંબંધ થવામાં કારણભૂત જે સ્નિગ્ધતા અને રુક્ષતા છે તે બન્નેને અહીં સ્નેહ શબ્દથી બતાવેલ હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો જાણે....વળી ટીકામાં સ્નેહના બદલે ઘણા ઠેકાણે રસ શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ કર્મ પરમાણુઓમાં કષાયજનિત પરિણામ દ્વારા ગ્રહણ સમયે જે શુભાશુભ ફળ આપવાની શક્તિરૂપ રસ કહેવાય છે. તે રસનું સ્વરૂપ અનુભાગ બંધના પ્રસંગે હવે પછી આ જ ગ્રંથમાં બતાવવામાં આવશે. તેથી અહીં રસનો અર્થ સ્નેહ જ કરવાનો છે અને તે સ્નેહ, સ્નિગ્ધ સ્પર્શનું બીજું નામ છે.
જગતમાં રહેલ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં તે સ્નેહ કારણ છે. તે સ્નેહનું સ્વરૂપ નેહપ્રત્યય સ્પર્ધ્વકમાં કહેલ છે અને બંધન નામકર્મના ઉદયથી આત્મપ્રદેશો સાથે તેમજ પૂર્વે બંધાયેલ ઔદારિકાદિ પુદ્ગલો સાથે નવીન બંધાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહનો વિચાર નામ પ્રત્યય સ્પર્ધ્વકમાં કરેલ છે. તેમજ યોગ વડે ગ્રહણ કરાયેલ કાર્મણ વર્ગણાઓનો આત્મપ્રદેશો સાથે તેમજ પૂર્વ બદ્ધ કર્મ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ થવાના કારણભૂત સ્નેહનો વિચાર પ્રયોગ પ્રત્યય સ્પર્તકમાં કરેલ છે.
સ્નેહપ્રત્યય સ્પર્તક કેવલી ભગવંતની બુદ્ધિરૂપ શાસ્ત્ર વડે છેદવા છતાં પણ જેના બે ભાગ ન પડી શકે એવા નિર્વિભાજ્ય સ્નેહના અંશને સ્નેહવિભાગ કહેવામાં આવે છે. તેવા એક એક સ્નેહાવિભાગવાળા જગતમાં જેટલા પરમાણુઓ છે, તેઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા કહેવાય છે અને તેવા પરમાણુઓ અત્યંત ઘણા છે. બે નેહાણુવાળાં જેટલાં પુગલો જગતમાં છે, તેઓનો સમુદાય તે બીજી વર્ગણા અને તેવાં પુદ્ગલો પ્રથમ વર્ગણાથી ઓછાં હોય છે. ત્રણ નેહાણુવાળાં પુદ્ગલોનો સમુદાય ત્રીજી વર્ગણા એમ એક એક સ્નેહાણ અધિક કરતાં સર્વોત્કૃષ્ટ સ્નેહાણુવાળા પરમાણુઓ સુધીની અનંતી વર્ગણાઓ થાય છે. અહીં એક એક સ્નેહાવિભાગની વૃદ્ધિવાળાં પુદ્ગલો જગતમાં નિરંતર મળે છે. તેથી એક જ સ્પર્ધક થાય છે. જગતમાં તથાસ્વભાવે જ ઓછા ઓછા નેહવાળા પરમાણુઓ ઘણા અને અધિક અધિક સ્નેહવાળા પરમાણુઓ થોડા હોય છે. તે કારણથી પ્રથમ ' વર્ગણાથી ઉત્તરોત્તર યાવત્ સર્વોત્કૃષ્ટ વર્ગણા સુધી પરમાણુઓ ઓછા ઓછા હોય છે. માટે વર્ગણાઓમાં પુદ્ગલોની અપેક્ષાએ અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારની હાનિ પંચ૦૨-૨૦