________________
પંચસંગ્રહ-૨
પરમાણુઓ સ્વાભાવિક રીતે જ સંયુક્ત થયેલા હોય છે, તે બાદર નિગોદી વર્ગણા કહેવાય છે. કેટલાયેક બાદર નિગોદ આત્માઓને વૈક્રિય તથા આહારક શરીર નામકર્મ પણ સત્તામાં હોય છે. પરંતુ તે બન્નેની પ્રથમથી જ ઉદ્ગલના થાય છે. તેથી તેની વિવક્ષા કરી નથી.
૧૫૨
બાદર નિગોદ ઉત્કૃષ્ટ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય છે ત્યારે ત્રીજી જઘન્ય ધ્રુવશૂન્ય વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ અધિક કરતાં જધન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને અંગુલ માત્ર ક્ષેત્રના પ્રદેશોના એક આવલિકામાં જેટલા સમયો હોય તેટલા વર્ગમૂળ કાઢી તેમાંના છેલ્લા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી સંખ્યા વડે ગુણાકાર કરવાથી જેટલી સંખ્યા આવે તેટલા પરમાણુઓ અધિક થાય ત્યારે ઉત્કૃષ્ટ તૃતીય ધ્રુવશૂન્ય વર્ગણા થાય છે. તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે સૂક્ષ્મ નિગોદ વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ અધિક ઉમેરતાં જધન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમયો વડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલા પરમાણુઓ અધિક કરવાથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મ નિગોદ વર્ગણા થાય છે. અહીં ટીકામાં સૂક્ષ્મ નિગોદના જીવોને જઘન્ય યોગથી ઉત્કૃષ્ટ યોગ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમયોના ગુણાકાર પ્રમાણ કહેલ છે. પરંતુ યોગના અલ્પબહુત્વમાં સર્વત્ર જઘન્ય યોગથી ઉત્કૃષ્ટ યોગ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશ પ્રમાણ ગુણાકારે કહેલ છે. છતાં અહીં એમ કેમ કહેલ છે ? તેનું રહસ્ય બહુશ્રુતો જાણે !
ઉત્કૃષ્ટ સૂક્ષ્મ નિગોદ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ચોથી જઘન્ય ધ્રુવશૂન્ય : વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ ઉમેરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશો વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલા પરમાણુઓ અધિક થાય ત્યારે ઉત્કૃષ્ટ ચોથી ધ્રુવશૂન્ય વર્ગણા થાય છે અને તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે અચિત્ત મહાકંધ વર્ગણા થાય છે. એમ એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમયો વડે ગુણતાં જેટલા થાય તેટલા પરમાણુઓ અધિક કરવાથી ઉત્કૃષ્ટ અચિત્ત મહાકંધ વર્ગણા થાય છે.
લોખંડમાં જેમ સ્વાભાવિક રીતે કાટ લાગેલો હોય છે તેમ ગુફા, પર્વત અને તેનાં શિખરો વગેરેમાં તથાસ્વભાવે જ સર્વ જીવ-રાશિથી અનંતગુણ પરમાણુઓવાળી વર્ગણાઓ લાગેલી હોય છે. તેને અચિત્ત મહાકંધ વર્ગણા કહે છે. આ વર્ગણાઓ જગતમાં ઘણી હોય છે ત્યારે તથાસ્વભાવે જ ત્રસજીવો ઓછા અને જ્યારે ત્રસજીવો ઘણા હોય છે ત્યારે આ વર્ગણાઓ ઓછી હોય છે. એ ઉપરાંત પણ પન્નવણા સૂત્રમાં અનેક પ્રકારે પુદ્ગલ સ્કંધો બતાવેલ છે પરંતુ પ્રયોજનના અભાવે અહીં બતાવેલ નથી.
આ સઘળી વર્ગણાઓ ગુણ પ્રમાણે યથાર્થ નામવાળી છે. એક પરમાણુમાં એક સમયે પ્રગટપણે કોઈ પણ એક વર્ણ, એક રસ, એક ગંધ, અને શીત-સ્નિગ્ધ, શીત-રુક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ અથવા ઉષ્ણ-રુક્ષ આ બે સ્પર્શ હોય છે. પરંતુ સત્તારૂપે-યોગ્યતારૂપે પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠેય સ્પર્શ હોય છે. માટે જ કેટલાક સ્કંધોમાં પણ વર્ણાદિક ચારેના બધા પૈટા ભેદો હોઈ શકે છે. તેમાં ઔદારિક ગ્રહણ વર્ગણાથી આહારક ગ્રહણ સુધીની વર્ગણાઓમાં પાંચ વર્ણ,