________________
બંધનકરણ સારસંગ્રહ
૧૫૧
જીવ કોઈ પણ કાળે ગ્રહણ કરતો જ નથી માટે ધ્રુવાચિત્ત કહેવામાં આવે છે.
સર્વોત્કૃષ્ટ ધ્રુવાચિત્ત વર્ગણામાં એક પરમાણુ ઉમેરતાં અધુવાચિત્ત જઘન્ય વર્ગણા થાય છે, એમાં એક એક પરમાણુ અધિક કરતાં સર્વ જીવરાશિથી અનંતગુણ પરમાણુ અધિક થાય ત્યાં સુધીની અનંતી અદ્ભવાચિત્ત વર્ગણાઓ બને છે. જે વર્ગણાઓ જગતમાં કાયમ વિદ્યમાન નથી હોતી. પરંતુ કોઈક વાર તેમાંની કેટલીક હોય અને કેટલીક ન પણ હોય તેથી અધ્રુવ, એ પરિણામે રહેલ વર્ગણાઓને જીવ કોઈ પણ કાલે ગ્રહણ કરતો ન હોવાથી અચિત્ત કહેવાય છે. શાસ્ત્રોમાં કેટલાંયેક સ્થાનોએ આ વર્ગણાઓને સાન્તર-નિરંતર વર્ગણા પણ કહેલ છે. સર્વાન્તિમ અધુવાચિત્ત વર્ગણામાં એક પરમાણુ અધિક કરતાં પ્રથમ ધ્રુવશૂન્ય વર્ગણા થાય છે, તેમાં એક એક પરમાણુ ઉમેરતાં યાવત્ સર્વ જીવોથી અનંતગુણ પરમાણુ ઉમેરીએ ત્યાં સુધીની પ્રથમ ધ્રુવન્ય વર્ગણાઓ છે. જે વર્ગણાઓ ક્યારે પણ જગતમાં હોય જ નહીં પરંતુ પછીની વર્ગણામાં કેટલા પરમાણુઓ અધિક છે. માત્ર એ હકીકત બતાવવા માટે જ જેની વિચારણા કરવામાં આવી હોય તેને ધ્રુવશૂન્ય વર્ગણા કહેવાય છે. આગળ પણ ધ્રુવન્ય વર્ગણાઓનો આ જ અર્થ સમજવાનો છે.
પ્રથમ ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્ય વર્ગણામાં એક પરમાણુ અધિક કરતાં જઘન્ય પ્રત્યેક શરીરી વર્ગણા થાય છે. તેમાં એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય પ્રત્યેક શરીરી વર્ગણામાં રહેલ પરમાણુઓને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ રાશિથી ગુણાકાર કરવાથી જેટલા પરમાણુઓ થાય તેટલા પરમાણુઓ ઉમેરવાથી ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી વર્ગણા થાય છે. પ્રત્યેક શરીરી જીવોને સત્તામાં રહેલ ઔદારિકાદિ પાંચેય શરીર નામકર્મની વર્ગણાઓમાં સ્વાભાવિક પરિણામથી સર્વ જીવ રાશિ થકી અનંત ગુણ પરમાણુઓથી બનેલ અનંતા સ્કંધો જોડાયેલા હોય છે. તે પ્રત્યેક શરીરી વર્ગણા કહેવાય છે અને તે વર્ગણાઓ જઘન્ય યોગે પણ અનંતી ગ્રહણ થાય છે અને જઘન્યથી ઉત્કૃષ્ટ યોગ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશોના ગુણાકાર જેટલો હોય છે તથા યોગના અનુસાર ગ્રહણ કરાતી ઔદારિકાદિ શરીર નામકર્મની વર્ગણાઓમાં એ વર્ગણાઓના પ્રમાણમાં પ્રત્યેક શરીરી વર્ગણાઓ પણ કુદરતીએ ગ્રહણ થાય છે, માટે તેટલી જ હોય છે. એ જ પ્રમાણે બાદર નિગોદી અને સૂક્ષ્મ નિગોદી વર્ગણાઓની સંખ્યા માટે પણ જાણવું.
ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી વર્ગણામાં એક પરમાણુ અધિક થતાં દ્વિતીય જઘન્ય ધૃવશૂન્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે વારંવાર એક એક પરમાણુ ઉમેરતાં જઘન્ય ધૃવશૂન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ છે તેઓને અસંખ્ય લોકાકાશ અસંખ્ય પ્રદેશો વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા પરમાણુઓ વધતાં ઉત્કૃષ્ટ દ્વિતીય ધ્રુવશૂન્ય વર્ગણા થાય છે અને તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે જઘન્ય બાદર નિગોદી વર્ગણા થાય છે. એ મુજબ વારંવાર એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓની સંખ્યાને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશોએ ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા પરમાણુઓ અધિક ઉમેરતાં ઉત્કૃષ્ટ બાદર શરીરી વર્ગણા થાય છે. બાદર નામ કર્મના ઉદયવાળા નિગોદના જીવોને સત્તામાં રહેલ ઔદારિક, તૈજસ અને કાર્યણ નામકર્મનાં પુદ્ગલોમાં સર્વ જીવ રાશિથી અનંતગુણ