________________
બંધનકરણ
૧૪૩
તેનાથી પણ ચતુઃસ્થાનક રસ યવમધ્યની ઉપરની ડાયસ્થિતિ સંખ્યાતગુણી છે. અહીં ડાયસ્થિતિ એટલે જે સ્થિતિસ્થાનકથી અપવર્તન કરણ વડે ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત થાય તેટલી સ્થિતિ ડાયસ્થિતિ કહેવાય છે. તેનાથી પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ સંખ્યાતગુણી છે, તેનાથી પણ પરાવર્તમાન પુન્ય પ્રવૃતિઓના દ્વિસ્થાનક રસ યવમધ્યની ઉપરનાં જે મિશ્ર સ્થિતિસ્થાનો છે તેની ઉપરના એકાંત સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પણ પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે.
તેનાથી પણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની બદ્ધ ડાયસ્થિતિ વિશેષાધિક છે. બદ્ધ ડાયસ્થિતિ એટલે જે સ્થિતિસ્થાનક બાંધીને આત્મા મંડુકવુતિ ન્યાયે ડાય-ફાળ મારીને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારથી આરંભી ત્યાં સુધીની સ્થિતિ બદ્ધ ડાયસ્થિતિ કહેવાય છે. અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરીને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય આત્મા અનંતર સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ સ્થિતિ બદ્ધ ડાયસ્થિતિ કહેવાય છે. તેનાથી પણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે.'
- હવે ગાથાનો અક્ષરાર્થ કઈ રીતે કરવો તે કહે છે–ચતુઃસ્થાનાદિ–પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના ચઉઠાણિયા, ત્રિઠાણિયા અને બેઠારિયા રસવાળા દરેકના યવમધ્યની નીચેનાં અને ઉપરનાં સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણા છે. ગાથાના અંતમાં મૂકેલ “ચ” શબ્દ નહિ કહેલ અર્થનો સમુચ્ચય કરતો હોવાથી દ્વિસ્થાનકરસ થવમળની નીચે-ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા કહેવા.
તથા શુભ-અશુભ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અનુક્રમે સંખ્યયગુણ તથા વિશેષાધિક કહેવો. તેનાથી પરાવર્તમાન અશુભ પ્રકૃતિના દ્રિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસવાળા દરેકના સ્થિતિસ્થાનકના યવમધ્યની નીચેનાં અને ઉપરનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, અને ક્રિસ્થાનકરસ યવમધ્યની નીચે ઉપરનાં મિશ્ર સ્થાનકો પણ સંખ્યાતગુણા છે. “ચ” શબ્દ અનુક્તનો સમુચ્ચાયક હોવાથી ડાયસ્થિતિ અને અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ક્રમે સંખ્યાતગુણ છે.
તેનાથી પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓના કિસ્થાનકરસ યવમધ્યની ઉપરના એકાંત સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓની બદ્ધ ડાયસ્થિતિ અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે વિશેષાધિક છે. આ સઘળાં સ્થાનકોનું અલ્પબદુત્વ સુખપૂર્વક બોધ થાય એટલા માટે આગમને અનુસરી પહેલાં જ કહેવાયું છે.
હવે આ વિષયમાં જીવોનું અલ્પબદુત્વ કહે છે–પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓનો ચાર ઠાણિયો રસ બાંધનારા જીવો અલ્પ છે, તેનાથી ત્રણ સ્થાનક રસ બાંધનારા સંખ્યાતગુણા છે,
૧. અહીં તાત્પર્ય એમ જણાય છે કે જે સ્થિતિસ્થાનક બાંધતો આત્મા ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનાં સ્થાનકોની અપવર્નના કરી શકે તે સ્થિતિ ડાયસ્થિતિ કહેવાય. પછી બહુશ્રુત જાણે.