________________
પંચસંગ્રહ-૨
અધ્યવસાયો વડે બેઠાણિયો રસ બંધાય છે તે અનાકારોપયોગ વડે બંધાઈ શકે છે. ૧૧૧ હવે સઘળાં સ્થિતિસ્થાનોનું અલ્પબહુત્વ કહે છે—
૧૪૨
चउठाणाई जवमज्झ हिउवरिं सुभाण ठिइबंधा । संखेज्जगुणा ठिठाणगाई असुभाण मीसा य ॥११२॥
चतुःस्थानादीनां यवमध्यादध उपरि शुभानां स्थितिबन्धौ । संख्येयगुणानि स्थितिस्थानानि अशुभानां मिश्राणि च ॥ ११२ ॥
અર્થચાર સ્થાનકાદિ રસ યોગ્ય સ્થિતિસ્થાનકોના યવમધ્યની નીચે અને ઉપરનાં સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણા છે. શુભ-અશુભ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્રમે સંખ્યાતગુણ અને વિશેષાધિક છે અને તેનાથી અશુભ પ્રકૃતિઓના દ્વિસ્થાનકાદિ રસયોગ્ય સ્થિતિસ્થાનોના યવમધ્યની નીચે-ઉપરનાં સ્થિતિસ્થાનો અને મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. ટીકાનુ—જેટલાં અને જે સ્થિતિસ્થાનકોને બાંધતો આત્મા ચઉઠાણિયો રસબંધ કરે છે તેનું જે યવમધ્ય તે ચતુઃસ્થાનક રસ યવમધ્ય કહેવાય છે. આ પ્રમાણે ત્રિસ્થાનકરસ યવમધ્ય અને દ્વિસ્થાનક૨સ યવમધ્ય માટે પણ સમજવું.
પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓના ચતુઃસ્થાનકરસ યવમધ્યની નીચેનાં સ્થિતિસ્થાનો અલ્પ છે, તેનાથી ચતુઃસ્થાનક રસ યવમધ્યની ઉપરનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના ત્રિસ્થાનક રસ યવમધ્યની નીચેનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી ત્રિસ્થાનક રસ યવમધ્યની ઉપરનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓના દ્વિસ્થાનક રસ યવમધ્યની નીચેના એકાંત સાકારોપયોગ વડે બંધાતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી દ્વિસ્થાનકરસ યવમધ્યની નીચેનાં પરંતુ એકાંત સાકારોપયોગ વડે જે સ્થિતિસ્થાનો બંધાય છે તેની ઉપરના સાકાર અને અનાકાર એમ મિશ્ર ઉપયોગ વડે બંધાતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પણ દ્વિસ્થાનકરસ યવમધ્યની ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પણ પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો છે.
તેનાથી પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે, તેનાથી પણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના દ્વિસ્થાનક રસ યવમધ્યની નીચેના એકાંત સાકારોપયોગ વડે બંધાતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પણ દ્વિસ્થાનક રસ યવમધ્યની નીચેના પરંતુ એકાંત સાકારોપયોગ વડે જ બંધાય છે તેની ઉપરના મિશ્ર-સાકાર અને અનાકાર એમ બંને ઉપયોગ વડે બંધાતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પણ તે જ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના દ્વિસ્થાનક રસ યવમધ્યની ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, (તેનાથી ઉપરના એકાંત સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે,) તેનાથી પણ તે જ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના ત્રિસ્થાનકરસ યવમધ્યની નીચેનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી ત્રિસ્થાનક૨સ યવમધ્યની ઉપરનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના ચતુઃસ્થાનક ૨સ યવમધ્યની નીચેનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે.