________________
૧૪૪
પંચસંગ્રહ-૨
તેનાથી પણ બેઠાણિયો રસ બાંધનારા જીવો સંખ્યાતગુણા છે, તેનાથી પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો બેઠાણિયો રસ બાંધનારા જીવો સંખ્યાતગુણા છે, તેનાથી પણ ચઉઠાણિયો રસ બાંધનારા સંખ્યાતગુણા છે, અને તેનાથી પણ ત્રણ સ્થાનક રસ બાંધનારા આત્માઓ વિશેષાધિક છે.
આ પ્રમાણે કર્મપ્રકૃતિ સંગ્રહમાં બંધનકરણનો અનુવાદ સમાપ્ત થયો.