________________
બંધનકરણ
જઘન્ય અબાધા અસંખ્યાતગુણ છે, અંતર્મુહૂર્તપ્રમાણ છે માટે. તેનાથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે, કારણ કે તેની અંદર જઘન્ય અબાધાનો પણ સમાવેશ થાય છે. તેનાથી દલિકોની નિષેક રચનામાં દ્વિગુણહાનિ સ્થાનો અસંખ્યાતગુણ છે. તેનાથી દ્વિગુણહાનિના એક આંતરાનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે. તેનાથી અબાધાસ્થાનો અને કંડકસ્થાનો સરવાળે અસંખ્યાતગુણ છે. તેનાથી સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે, કારણ કે તે એકેન્દ્રિય અને શેષ બેઇન્દ્રિયાદિ જીવો આશ્રયીને અનુક્રમે પલ્યોપમના અસંખ્યાતમા તથા પલ્યોપમના સંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ છે. તેનાથી જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ છે, કારણ કે તે એકેન્દ્રિયમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાગરોપમાદિપ્રમાણ છે અને બેઇન્દ્રિયાદિ જીવોમાં પલ્યોપમના સંખ્યાતમા ભાગ ન્યૂન પચીસ, પચાસ આદિ સાગરોપમાદિ પ્રમાણ છે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, કારણ કે તે એકેન્દ્રિયોને પોતાના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક અને શેષ જીવોને પલ્યોપમના સંખ્યાતમા ભાગે અધિક છે. આ પ્રમાણે અલ્પબહુત્વ કહ્યું. ૧૦૩-૧૦૪.
૧૩૩
હવે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનોનો વિચાર કરે છે. તેની અંદર ત્રણ અનુયોગદ્વાર છે. ૧. સ્થિતિસમુદાહાર, ૨. પ્રકૃતિસમુદાહાર અને, ૩. જીવસમુદાહાર. સમુદાહારનો અર્થ પ્રતિપાદન કરવું એ છે. પ્રત્યેક સ્થિતિસ્થાનકે તેના બંધમાં હેતુભૂત અધ્યવસાયોનું જે પ્રતિપાદન તે સ્થિતિસમુદાહાર કહેવાય છે. તેના પણ ત્રણ અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે—૧. પ્રગણના-અધ્યવસાયની સંખ્યાની ગણતરી, ૨. અનુકૃષ્ટિ, ૩. તીવ્ર-મંદતા. તેમાં પ્રથમ પ્રગણનાનો વિચાર કરે છે—
ठिठाणे ठिठाणे अज्झवसाया असंखलोगसमा । स्थितिस्थाने स्थितिस्थाने अध्यवसाया असंख्यलोकसमाः ।
અર્થ—પ્રત્યેક સ્થિતિસ્થાને તેના બંધમાં હેતુભૂત અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયો હોય છે.
ટીકાનુ—એક સમયે એક સાથે જેટલી સ્થિતિ બંધાય તે સ્થિતિસ્થાનક કહેવાય. જેમકેજોન્યસ્થિતિ એ પહેલું સ્થિતિસ્થાનક, સમયાધિક જઘન્યસ્થિતિ એ બીજું સ્થિતિસ્થાનક, એમ જઘન્યસ્થિતિથી આરંભી ઉત્કૃષ્ટસ્થિતિ સુધીના જેટલા સમયો થાય તેમાં જઘન્યસ્થિતિનું એક સ્થિતિસ્થાન ઉમેરીએ તેટલાં દરેક કર્મોનાં સ્થિતિસ્થાનકો થાય છે. એક એક સ્થિતિસ્થાનક બાંધતા તેના બંધમાં હેતુભૂત કષાયોદયજન્ય અધ્યવસાયો અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે. પહેલાં ફિાળે ફિાળે જતાયા ગસંવતો સમા' એ ગાથામાં આ જ હકીકત કહી છે પરંતુ ત્યાં કષાયોદય સ્થાનમાં રસબંધમાં હેતુભૂત અધ્યવસાયોનો મુખ્યત્વે વિચાર છે. અને અહીં સ્થિતિસ્થાનકના જ હેતુભૂત અધ્યવસાયોનો મુખ્યત્વે વિચાર છે. તે અધ્યવસાયોનો અનંતરોપનિધા વડે અને પરંપરોપનિધા વડે એમ બે રીતે વિચાર થઈ શકે છે તેમાં પ્રથમ અનંતરોપનિધા વડે વિચાર કરે છે—
कमसो विसेसअहिया सत्तण्हाउस्ससंखगुणा ॥ १०५ ॥