________________
૧૩૪
क्रमशो विशेषाधिकाः सप्तानामायुषोऽसंख्यगुणाः ॥१०५॥
અર્થ—સાત કર્મોમાં અનુક્રમે વિશેષાધિક છે અને આયુકર્મમાં અસંખ્યાતગુણ અધ્યવસાયો છે.
પંચસંગ્રહ-૨
ટીકાનુ—આયુ સિવાય સાત કર્મોનાં બીજા આદિ સ્થિતિસ્થાનો બાંધતા તેના બંધમાં હેતુભૂત અધ્યવસાયો અનુક્રમે વધારે વધારે હોય છે અને આયુમાં અનુક્રમે અસંખ્યાત અસંખ્યાતગુણ હોય છે. તે આ પ્રમાણે—જ્ઞાનાવરણીય કર્મની જઘન્યસ્થિતિ બાંધતા તે સ્થિતિબંધમાં હેતુભૂત કષાયોદયજન્ય આત્મપરિણામની સંખ્યા અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યાતાલોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે, અને તે પછીના સ્થિતિસ્થાનની અપેક્ષાએ અલ્પ છે. તેટલા અધ્યવસાયોથી એક જ સ્થિતિસ્થાન બંધાય છે. તેનાથી સમયાધિક બીજું સ્થિતિસ્થાન બાંધતા વિશેષાધિક અધ્યવસાયો હોય છે, તેનાથી ત્રીજું સ્થિતિસ્થાન બાંધતા વિશેષાધિક હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થિતિસ્થાનકોમાં તેના બંધમાં હેતુભૂત જે અધ્યવસાયો છે તેનાથી ઉત્તર ઉત્તર સ્થિતિસ્થાનમાં વિશેષાધિક-વિશેષાધિક કરતા ત્યાં સુધી જવું યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન આવે.
આ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મના સંબંધમાં પણ કહેવું.
આયુકર્મની જઘન્યસ્થિતિ બાંધતા તેના બંધમાં હેતુભૂત અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ કષાયોદયજન્ય અધ્યવસાયો હોય છે. પછીના સ્થિતિબંધની અપેક્ષાએ તે અલ્પ છે. તેનાથી બીજી સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા અસંખ્યાતગુણા છે, તેનાથી ત્રીજું સ્થિતિસ્થાન બાંધતા અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન આવે. આયુ સિવાય સાત કર્મોમાં પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનકમાં થોડા થોડા વધે છે અને આયુકર્મમાં પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનકમાં અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ વધે છે. આ પ્રમાણે અનંતરોપનિધા વડે વિચાર કર્યો. ૧૦૫ -
હવે પરંપરોપનિધા વડે વિચારે છે.
पल्लासंखसमाओ गंतूण ठिईओ होंति ते दुगुणा । सत्तण्हज्झवसाया गुणगारा ते असंखेज्जा ॥१०६॥
पल्यासंख्यसमाः गत्वा स्थितीः भवन्ति ते द्विगुणाः । सप्तानामध्यवसायाः गुणकाराणि तान्यसंख्येयानि ॥ १०६ ॥
અર્થ—સાત કર્મમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગીને અધ્યવસાયો બમણા થાય છે. આવાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો અસંખ્યાતા થાય છે.
ટીકાનુ—આયુ વિના સાત કર્મોની જઘન્યસ્થિતિ બાંધતા સ્થિતિબંધમાં હેતુભૂત કષાયોદયજન્ય જે અધ્યવસાયો છે તેની અપેક્ષાએ જઘન્યસ્થિતિથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગીને પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં