________________
બંધનકરણ
૧૨૯
અસંખ્યાતગુણા છે, કારણ કે તે પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના જેટલા સમય થાય તેટલા છે. તેનાથી અબાધાસ્થાન અને કંડકસ્થાનનો સરવાળો અસંખ્યાતગુણ છે. તેની અંદર અબાધાસ્થાનો તો પહેલાં કહ્યાં છે. કંડકસ્થાનો પણ તેટલાં જ છે તે પણ પહેલાં કહેલ છે. તે બંનેનાં સમુદિત સ્થાનો એક આંતરાનાં નિષેકસ્થાનોથી અસંખ્યાતગુણા છે. સ્વોપજ્ઞ ટીકામાં પણ એ જ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. તેની અંદર આ પ્રમાણે કહ્યું છે : “ગવાધા ર નિ અવાધાન્ડ સમાહારો ઃ તસ્ય ચાનન યોર્કયોરપિ સ્થાનમંતિભાવ:' તાત્પર્ય એ કે અબાધા અને કંડક એ બંનેની સ્થાન સંખ્યા અસંખ્યાત-ગુણ છે.
કર્મપ્રકૃતિમાં આ કારના સ્થાનમાં અર્થેન કંડક અસંખ્યાતગુણ કહેલ છે. અર્થેન કંડક એટલે શું ? તેનું પરંપરાને જાણનાર મહર્ષિઓ આ પ્રમાણે વ્યાખ્યાન કરે છે–જઘન્ય અબાધાહીન ઉત્કૃષ્ટ અબાધા વડે જઘન્યસ્થિતિહીન ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગતાં જે ભાગ આવે તે અર્થેન કંડક કહેવાય છે. અહીં જવાબમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ કંડક આવશે. કારણ કે જઘન્ય અબાધાહીન ઉત્કૃષ્ટ અબાધાના જેટલા સમયો થાય તેટલા જઘન્ય સ્થિતિહીન ઉત્કૃષ્ટસ્થિતિના પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ કંડકો થાય છે. કેમકે એક એક કંડક જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે એક એક સમય અબાધાનો ઓછો થાય છે. એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ કંડકને અર્થેન કહેવાય છે.
તેનાથી જઘન્યસ્થિતિબંધ અસંખ્યાતગુણ છે કેમકે તે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. શ્રેણિ ઉપર નહિ ચડેલા સંજ્ઞીપંચેન્દ્રિયો જઘન્ય પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ સ્થિતિબંધ કરે છે. તેનાથી સ્થિતિસ્થાની સંખ્યાતગુણા છે. તેની અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મના કંઈક અધિક ઓગણત્રીસ ગુણા છે, મિથ્યાત્વ મોહનીયના કંઈક અધિક અગણોતેર ગુણા છે અને નામ તથા ગોત્રકર્મના કંઈક અધિક
ઓગણીસગુણા છે. તેનાથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ વિશેષાધિક છે. જઘન્યસ્થિતિ અને અબાધાનો પણ ' તેની અંદર સમાવેશ થાય છે માટે. ૧૦૧-૧૦૨
૧. અબાધા સ્થાનો અને કંડક સ્થાનો એ દરેક અંતર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષના સમયપ્રમાણ છે અને તે બન્નેનો સરવાળો કરતાં બમણા થાય. પરંતુ અહીં તે એકેક સ્થાનો કરતાં ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક કહી અને ત્યારબાદ કુલ દ્વિગુણ હાનિસ્થાનો અને એક દ્વિગુણહાનિના આંતરાનાં નિષેકસ્થાનો એકેકથી અસંખ્યાતગુણ બતાવી આ બન્ને સ્થાનોના સમૂહને અસંખ્યાતગુણ કહ્યો છે. તે કઈ રીતે ઘટે ? તે સમજાતું નથી. આ જ સ્થાને કર્મપ્રકૃતિ બંધનકરણ ગાથા ૮૬માં અર્થેનકંડક કહ્યું છે. અને બન્ને ટીકાકાર મહર્ષિઓએ તેનો અર્થ “જઘન્ય અબાધાહીન ઉત્કૃષ્ટ અબાધા વડે જઘન્યસ્થિતિહીન ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગતાં જે આવે–અર્થાતુ એક સમયરૂપ અબાધાની હાનિ-વૃદ્ધિમાં જે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સ્થિતિબંધની હાનિવૃદ્ધિ થાય છે. તેટલો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એ પ્રમાણે કહેલ છે અને તે
અર્થેનકંડક એના પૂર્વે કહેલ દ્વિગુણહાનિના એક આંતરાનાં નિષેકસ્થાનોની અપેક્ષાએ અસંખ્યાતગુણ સંભવી , શકે છે. અહીં તત્ત્વ કેવલીગમ્ય.
પંચ૦૨-૧૭