________________
૧ ૨૮
પંચસંગ્રહ-૨
હવે અલ્પબદુત્વ પ્રરૂપણા કહે છે–
थोवा जहन्नबाहा उक्कोसाबाहठाणकंडाणि । उक्कोसिया अबाहा नाणापएसंतरा तत्तो ॥१०१॥ एगं पएसविवरं आबाहाकंडगस्स ठाणाणि । हीणठिइ ठिट्ठाणा उक्कोसटिइ तओ अहिया ॥१०२॥ स्तोका जघन्याबाधा उत्कृष्टाबाधास्थानानि कण्डकानि । उत्कृष्टाबाधा नानाप्रदेशान्तराणि ततः ॥१०१॥ एकं प्रदेशविवरं अबाधाकण्डकस्य स्थानानि ।
हीनस्थितिः स्थितिस्थानानि उत्कृष्टा स्थितिः ततोऽधिका ॥१०२॥ અર્થ–પર્યાપ્ત-અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં આયુવર્જિત સાત કર્મની જઘન્ય અબાધા અલ્પ છે, કારણ કે તે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેનાથી અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અસંખ્યાતગુણ છે, અને પરસ્પર બંને સરખા છે. બંને સમાન શી રીતે છે તે બતાવે છે–જઘન્ય અબાધાથી આરંભી ઉત્કૃષ્ટ અબાધાના ચરમ સમય પર્યત જેટલા સમયો તેટલાં અબાધાનાં સ્થાનો છે. તે આ પ્રમાણે–એક સમયે એક સાથે જેટલી સ્થિતિ બંધાય અને તેની જેટલી અબાધા પડે તે અબાધાસ્થાન કહેવાય. જેમકે–જઘન્યસ્થિતિબંધ થતો હોય ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા પડે તે પહેલું અબાધાસ્થાન કહેવાય. સમયાધિક જઘન્ય અબાધા એ બીજું અબાધાસ્થાન, બે સમયાધિક જઘન્ય અબાધા એ ત્રીજું અબાધાસ્થાન, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ઉત્કૃષ્ટ ત્રણ હજાર કે સાત હજારાદિ વર્ષ પ્રમાણ છેલ્લું અબાધાસ્થાન છે. અંતર્મુહૂર્તન્યૂન સાત હજાર વરસના જેટલા સમય થાય તેટલાં વધારેમાં વધારે અબાધાસ્થાનો થાય છે..
કંડકો પણ તેટલા જ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ અબાધામાંથી જેમ જેમ સમય ઓછો થતો જાય તેમ તેમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો સ્થિતિબંધ પણ ઓછો થતો જાય છે. એ પ્રમાણે ઓછો થતાં થતાં એક બાજુ જઘન્ય સ્થિતિબંધ આવે. બીજી બાજુ જઘન્ય અબાધાસ્થાન આવે તેથી જેટલાં અબાધાસ્થાનો છે તેટલાં કંડકસ્થાનો પણ છે.
આ હકીકત પૂર્વે બંધવિધિદ્વારમાં સ્થિતિબંધના અધિકારમાં કહેલ છે. તેથી જ અન્તર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધાથી અંતર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વરસના સમય પ્રમાણ અબાધાસ્થાનો અસંખ્યાતગુણ છે.
તેનાથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે, કારણ કે જઘન્ય અબાધાનો પણ તેની અંદર સમાવેશ થઈ જાય છે. તેનાથી દલિકોની નિષેક રચનામાં દ્વિગુણહાનિરૂપ જે આંતરાઓ છે તે અસંખ્યાતગુણ છે, કારણ કે તે પલ્યોપમના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. તેનાથી નિષેક રચનામાં જે દ્વિગુણહાનિ થાય છે તેના એક આંતરાના જે નિષેકસ્થાનો છે તે